Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
,
,
,
૨૭૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ પ્રશ્ન ૩૨૩- દ્રવ્યચારિત્ર આપ્યા વગર ભાવચારિત્રની પ્રાપ્તિ સીધી થાય છે કે નહીં? ભાવચારિત્રની
પ્રાપ્તિનું કારણ કયું? સમાધાન- સંવેગ શિરોમણી શ્રીમદ્ હરીભદ્રસૂરીશ્વરજી શ્રી પંચવસ્તુ નામના ગ્રંથમાં જણાવે છે કે
અનન્સી વખત દ્રવ્યચારિત્ર આવે ત્યારે ભાવચારિત્ર આવે છે. દુનિયામાં છોકરો ઊભો થતાં શીખે ક્યારે? સો વખત ગબડે, પડે, ટીચાય, ઢીંચણે લોહી નીકળે, ત્યારે જ, તેમજ નિશાળે મોકલેલો રમતિયાળ છોકરો સાચો એકડો ક્યારે શીખે ? કેટલીએ વખત એકડાની જગ્યાએ ખોટા લીટા કરે, ત્યારે સાચો એકડો કરે. જેમ બાળકોને ઊભું રહેતાં શીખવામાં ભોંય પડવું, ટીચાવું વિગેરે થાય તોપણ તેવું વર્તન કારણ છે, જેમ સાચો એકડો શીખવામાં ખોટા લીટા કારણ છે. તેવી જ રીતે એક વખતના ભાવચારિત્રનું કારણ પણ અનન્સી વખતમાં દ્રવ્યચારિત્રો છે, દ્રવ્યચારિત્ર પહેલાં કોઈ પણ વખત લીધું ન હોય અને ભાવચારિત્ર આવી જાય તે તો મરૂદેવા આદિકની માફક આશ્ચર્યરૂપ છે
એ વાત પહેલાંના પ્રશ્નોત્તરોમાં કહેવાઈ ગયેલ છે. પ્રશ્ન ૩૨૪- અવધિજ્ઞાનનું લક્ષણ શું ? સમાધાન- બાહ્યપદાર્થો દૂર પ્રદેશમાં રહેલા હોય છતાં જે એકલા શીન દ્વારાએ જાણી શકીએ તે
જ અવધિજ્ઞાનઃ અવધિજ્ઞાન એ આત્માના શયોપશમથી થાય છે, ઈદ્રિયને અગોચર છે,
માટે તેનું બાહ્મચિહ્ન હોય નહીં. પ્રશ્ન ૩૨૫- અનન્ત વખતની કરેલી દ્રવ્યક્રિયા આત્મગુણોત્પત્તિની અપેક્ષાએ સાર્થક કોની ? અને
નિરર્થક કોની? સમાધાન- અભવ્યોએ કરેલી અનન્તીએ વખતની દ્રવ્યક્રિયા નિરર્થક છે, પણ ભવ્યાત્માએ કરેલી
અનન્સી વખતની ચારિત્રની ક્રિયા, અનેક વખત કરતાં કરતાં કોઈ અશુભ કર્મના ઉદયથી તૂટી જાય તોપણ ભાવપ્રત્યાખ્યાન (ભાવથી ચારિત્ર)નું કારણ બન્યા વિના રહેતી જ નથી, કારણ કે શાસ્ત્રકારો સ્પષ્ટ અક્ષરોમાં લખે છે “વાધ્યમના ભવેત્
भावप्रत्याख्यानस्य कारणं" પ્રશ્ન ૩૨૬- અવંતીસુકમાલે નલીનીગુલ્મ વિમાને જવાની ઇચ્છાએ પ્રવજ્યા લીધી તે વખતે સમ્યકત્વ
ખરું ? સમાધાન- તે વખતે સમકિત હતું જ નહીં એમ તો કહી શકાય નહીં કારણ કે જૈનશાસનમાં
આશંસામાત્રથી સમ્યકત્વનો પ્રતિષેધ (નિષેધ) કોઈપણ જગા પર છે જ નહીં. પ્રવ્રજ્યાને
મોક્ષનું કારણ માને છે કે નહીં તે જોવું. પ્રશ્ન ૩૨૭- આશંસા એટલે શું ? અને નિયાણું એટલે શું? સમાધાન- ધર્મની ક્રિયા કરતાં પહેલાં જે પૌગલિક સુખ (દેવતાનું, ચક્રવર્તિપણાનું.
રાજાપણાનું સુખ)ની ઇચ્છા થાય અને તે ઇચ્છાથી જ ધર્માનુષ્ઠાન કરાય તે આશંસા કહેવાય. ધર્માનુષ્ઠાન કર્યા પછી ફલ તરીકે જે પૌલિક વસ્તુઓ ઇચ્છાય (અર્થાત્ ધર્માનુષ્ઠાન વેચીને સાંસારીક સુખોની ઈચ્છા) તે નિયાણું કહેવાય.