Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
,
,
,
,
,
,
,
,
,
,
,
• •
•
• • - - - - - - - -
- -
-
૨૭૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ તેથી છોકરાને આવા શબ્દો કહે છે. અહીં વિચારવાનું છે કે ભોગી ભરમાવે છે કે ત્યાગી? આઠ વર્ષના છોકરાને કેવા ખોટા સંસ્કાર તેની માતા નાંખે છે.
પણ જેનું ભવિષ્ય ઝળકતું હોય તેને પથ્થર વાગે તોએ રસોળી ફૂટે. વાગ્યો તો પથ્થર પણ રસોળી ફૂટી ગઈ. અહીં પણ માતાએ તો ગાળો દઈ વાત કરી પણ છોકરાનું ભવિષ્ય ઝળકતું છે તેથી છોકરાને તો બાપે કર્યું તેમ કરવાનો વિચાર થયો. માતાને કહ્યા સિવાય નીકળી ગયો. આચાર્ય મહારાજ છે તે ગામ આવે છે. આચાર્ય મહારાજ બહાર જાય છે ત્યાં તે મળ્યો. સાધુ દેખી મનક પૂછે છે. પૂર્વ સંસ્કારને લીધે અવ્યક્ત પ્રેમ થાય છે. સંસ્કાર શું કામ કરે છે તે વિચારો. કોઈને લાખ આપવાના, કોઈને પાઈ પણ ન આપવાની વૃત્તિ તમોને થાય છે. પારકા છોકરાને દત્તક લેવાય છે. પોતાના દીકરાને બીજે દત્તક અપાય છે. આ બધા પૂર્વ સંસ્કારને લીધે છે નહિતર હેતુ ક્યો ?
હાલના વડોદરા નરેશ ક્યાં, જમનાબાઈને કહેવા આવ્યા હતા કે મને દત્તક લેજો. જમનાબાઈ તેમને ક્યાં ઓળખવા ગયાં હતાં. માબાપનો હક્ક ન હોય તો સોંપ્યા શી રીતે ? કારણ કે આ હકીકત તેમની ૧૬ વર્ષની અવસ્થા પહેલાંની છે. કહો કે પૂર્વભવના સંસ્કારની જુદી વાત છે.
અહીં આચાર્ય કે છોકરો સંસારીપણે પિતા પુત્રનો સંબંધ હોવા છતાં એક એકને ઓળખતા નથી. છોકરાએ વંદન કર્યું. આચાર્ય મહારાજે નામ, ગામ, ક્યાંથી આવ્યો. કોનો છોકરો વિગેરે પૂછયું. છોકરાએ ગામનું નામ, શયંભવ ભટનો દીકરો વિગેરે કહ્યું અને પૂછે છે કે તમે તેમને ઓળખો છો? મારે તેમની પાસે દીક્ષા લેવી છે. મનકમુનિની દીક્ષામાં શિષ્ય ચોરી કેમ નહીં?
આચાર્યે કહ્યું કે અમે બંને દોસ્ત છીએ. સાથે રહીએ છીએ અને એક જ છીએ. તારે દીક્ષા લેવી હોય તો મારી પાસે લે. છોકરાએ દીક્ષા લીધી. અહીં શિષ્ય નિષ્ફટિકા કેમ ન ગણી ? બાપ તો સાધુ અવસ્થામાં છે એટલે હક્ક ગણાય નહીં. અને માતા તો તદન વિરુદ્ધ છે તેથી છાનો ભાગી આવ્યો છે. અહીં ખુલાસો એ છે કે શäભવસૂરિએ કુટુંબ આદિ ત્રિવિધ ત્રિવિધે વોસરાવ્યું હતું પણ સ્ત્રીએ અને કુટુંબે શäભવને વોસરાવ્યા નહોતા. જો વોસરાવ્યા હોત તો શય્યભવની સ્ત્રી સોહાગણનો વેષ રાખત નહીં. શાસ્ત્રકાર મહારાજ લખે છે કે સોહાગણનો વેષ શાને અંગે? સ્વામીને અંગે એટલે તેના કુટુંબને શäભવનું સ્વામીપણું માન્ય છે અને જીવતા હોવાથી સ્વામીને પાછા લાવવાની સ્ત્રીને જે આશા તેને અંગે સૌભાગ્ય વેશ રાખે છે. એટલે કુટુંબે શયંભવસૂરિનું સ્વામીપણું માન્ય રાખેલ હોવાથી શિષ્ય ચોરી નથી. શäભવસૂરિ મનકને તેની માતાની રજા લેવા પણ મોકલતા નથી. ભલે માલિક છે અને તેની માતાને એકનો એક આધાર છે. તેની માતા પતિ વગરની બની છે અને પુત્ર વગરની થશે તેનો વિચાર નથી કરતાં.