Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૭૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ શથંભવ સૂરિએ અનંતફળ કેમ બતાવ્યું?
આયુષ્ય છ મહિનાનું દેખી આરાધના માટે દશવૈકાલીકસૂત્રે કહ્યું, અને બાળકને સમજવા માટે ધર્મનું અનંતર ફળ જણાવ્યું અને અહીં પ્રશ્ન થશે કે શäભવસૂરિ મહારાજાએ અનંતર ફળ કેમ બતાવ્યું? આત્મ ગુણની પ્રાપ્તિ સંવર-નિર્જરા-કર્મક્ષય. મોક્ષ ન બતાવતાં. જેનું મન ધર્મમાં રક્ત છે. તેને દેવતાઓ પણ નમે છે તેમ બતાવ્યું તેનું કારણ એક જ છે કે બાળજીવને માટે તાત્કાલિક ફળ બતાવીને પણ ધર્મમાં જોડવા જોઈએ. ૧૬ વર્ષ પહેલાં અણસમજુ કેવી રીતે ? પ્રશ્ન. માટે જ અમે કહીએ છીએ કે, અજ્ઞાન અવસ્થામાં બાળક મોક્ષ વધારે સમજી ન શકે
માટે અણસમજુને દીક્ષા ન આપો. ઉત્તર.. બાળક અણસમજુ છે જ નહીં-જે સંસારની રમતગમત, ગમે તે ખાવું, પીવું, સ્વતંત્ર
હરવું, ફરવું છોડી ચારિત્ર્ય લેવા પ્રેરાય છે તે અણસમજુ ગણાય જ કેમ ? ૧૬ વર્ષ સુધી જેઓ બાળકને અણસમજુ માનતા હોય તેમણે પ્રથમ તો ૭ વર્ષની વયે ફોજદારી ગુનાની શિક્ષા રદ કરવી, કરાવવી જોઈએ સમજણ સિવાય શિક્ષા શાની ? ૧૪ વર્ષની ઉંમરે છોકરો માતાપિતાની રજા સિવાય રાજીખુશીથી દીક્ષા લે અગર ઘરેથી ચાલ્યો જાય ત્યાં ફોજદારી ચાલું કાયદા પ્રમાણે ન ચાલે. દીવાની કોર્ટ રાહે કબજો લેવો હોય તો વાલી લઈ શકે પણ ફોજદારી ન ચાલે; માબાપ રાજીખુશીથી તેની ઇચ્છાથી ધર્મમાં
જોડે ત્યાં ફોજદારી ગુનો. આ ક્યાંનો ન્યાય ? તપાસો. બાળકમાં કેવી સમજણ શાસ્ત્રકારોએ ગણી છે ?
શાસ્ત્રકાર મહારાજાએ આઠ વર્ષે સમજણ હોવાનું લખ્યું તે સમજણ કઈ ? આઠ વર્ષના બાળકમાં જે સ્વાભાવિક સમજણ હોય તે જ લેવાની છે. આપણે અહીં મત મતાંતરને નહીં અડતાં સામાન્ય વાત એક પક્ષની આઠ વર્ષની માન્યતા લઈને કરીએ છીએ.
શાસ્ત્રકાર મહારાજાએ તમારી કલ્પેલી સમજણ લીધી નથી. પણ ઉંમરના યોગે જે સમજણ હોય તે જ લીધી. માટે જ શäભવસૂરિ મહારાજે ધર્મનું પરંપર ફળ મોક્ષ ન કહેતાં અહીં અનંતર ફળ કીધું. એટલે બાળ જીવોમાં આઠ વર્ષની ઉંમરે જે જાતની સમજણ હોય તે સમજી તેમના ઉપકાર માટે અનંતર ફળ લીધું.
અનંતર ફળ તરીકે ધર્મનું ફળ, દેવતાઓ નમે છે વિગેરે કહી મહત્તા ધર્મની કહી. પણ અંકુરાનું અનંતર ફળ શું ? થડીયું પણ તેનો ઉપયોગ શો ? ખરું ફળ શું? ઝાડનું ફળ કેરી વિગેરે આવે તે જ, તેવી રીતે તાત્વિક ફળ ધર્મનું શું ? પરંપર ફળ મોક્ષ બતાવ્યું. આવી રીતે બન્ને પ્રકારના ધર્મના ફળ બતાવ્યાં.
હવે ધર્મનું સ્વરૂપ શું ? ધર્મ કોને કહેવો તો અહિંસા, સંયમ, તપયુક્ત હોય તે જ ધર્મ કહેવાય.
તેના હેતુઓ ક્યા? વાસ્તવિક હેતુ આત્માનો ક્ષયોપશમ પણ તે અત્યંતર છે. બાહ્ય હેતુ કયા? (૧) હંમેશાં ભક્તિપૂર્વક સાધુસેવા. (૨) સર્વ પ્રાણી તરફ મૈત્રી ભાવના. (૩) મમત્વનો ત્યાગ.