Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૬૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ ૩૨૧ હિતકારી કાર્યોમાં મમત્વભાવ પ્રવેશ કરે ત્યારે તે જ કાર્યો અનર્થકારી લાગે છે બલ્ક જીવન પર્યંત
ખટકે છે. ૩૨૨ યોગી અને ભોગીના ભેદ નહીં સમજનારા સ્વ-પર હિત બગાડે છે. ૩૨૩ અવ્યસ્થિત વાતાવરણને અવ્યાબાધ રાખવા માટે પ્રબળ પ્રયત્ન કરનારાઓ ત્યાગીના વ્યવસ્થિત
બંધારણનો વિનાશ કરે છે. જ્યાં સ્નેહનાં ઝરણાં હશે ત્યાં જ વેરના વારિપ્રવાહો અસ્મલિત વહન
કરશે એ ભૂલવા જેવું નથી. ૩૨૪ સુદ્રજીવી અત્માઓને આત્માર્થીઓના માર્ગ સામે આંગળી ચીંધવાનો અધિકાર પણ નથી. ૩૨૫ મર્યાદા બાંધવાને બહાને ફાવે તેમ બોલવા અને લખવા ટેવાયેલાઓએ આજે વાતાવરણને વિષમય
બનાવ્યું છે. ૩૨૬ દીક્ષાનો પ્રસંગ પ્રાયઃ મોહમાં મશગુલ બનેલા માનવોને પરિણામે મૂંઝવણમાં મૂકનારો બને છે ૩૨૭ વર્તમાનમાં નુકસાન છતાં પણ ભવિષ્યમાં ફાયદાકારક નીવડશે એવું પરિણામધારી કાર્ય
કરનારાઓ દીક્ષાના પ્રસંગને પૂરો અવલોકન કરે તો આજે વિરોધનું નામનિશાન ન રહે, અર્થાત્
ત્રણલોકમાં કલ્યાણદાયી દીક્ષા પ્રસંગ છે. ૩૨૮ તિજોરી તોડવા બેઠેલા ચોરો પર ધસવું એ ભયંકર લાગે છે પણ તિજોરીનો માલ બચે તે તમને
કેટલું ભદ્રંકર લાગે છે ? ૩૨૯ વર્તમાનમાં ભૂલ દેખીને માતા કાંકરી અગર મહેણું મારે પણ તે ભવિષ્યમાં લાભદાયી છે એવું
આજ્ઞાંકિત પુત્રપુત્રીઓ સ્વીકારે છે. ૩૩૦ ભવિષ્યમાં થનારી ભયંકર ભૂલોથી બચાવવા માટે વર્તમાનમાં વડેરાઓ તમારા પ્રત્યે વાગુબાણ
વરસાવે છે. ૩૩૧ શાસનમાં સર્વમાન્ય થયેલા અમૂલ્ય કોહિનૂરની ગણતરીમાં ગણાયેલા કંઈક પુણ્યાત્માઓ અમોઘ
આરાધના કરતાં કરતાં તેઓની વૃતો કર્મવશાત્ તૂટી ગયાં અને તેઓ દુર્ગતિમાં ગયા પણ વસ્તુતઃ તે માતાનો માર છે; બલ્લે તેવાં તૂટતાં વ્રતો પણ દ્રવ્યવ્રત છતાં ભાવપ્રત્યાખ્યાનના
કારણભૂત બને છે. ૩૩૨ વ્રત લઈને ભાંગનારા કેટલાક ભવ સુધી રખડવાના છે એ વાત નિઃસંશય છે, પણ એક વાર
લીધેલ વૃત એટલે સુધાપાન તે ભાવિમાં જરૂર કલ્યાણ કરનાર નિવડશે.