Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૫૯
શ્રી સિદ્ધચક્ર
તા.૧૨-૩-૩૩ સમાધાન- તીર્થંકર નામકર્મ બંધાયા પછી સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વ ભાવને પણ પામે,
તિર્યંચમાં પણ જાય પણ તીર્થકર નામકર્મનો ઉદય તો વર્તતો જ હોય; તીર્થકર નામકર્મ ઉદયવાળો જીવ અર્થાત્ ચારે ગતિમાં ઉત્તમ સ્થાનોમાં વર્તતો હોય છે. પણ તે નિકાચીત
જો કર્યું હોય તો મનુષ્ય, નરક અને દેવગતિ સિવાય અન્યગતિમાં જાય જ નહીં. પ્રશ્ન ૩૦૩- સાચા વૈરાગ્યનાં પણ દુઃખગર્ભિતને નામે આજે બણગાં ફૂંકાય છે માટે દુઃખગર્ભિત
વૈરાગ્યનું સ્વરૂપ શું છે ? સમાધાન- કોઈ બાઈનો ધણી મરી જાય ત્યારે તે ઘરેણાં પહેરે નહીં, શારીરિક શુશ્રુષા કરે નહીં, ખાવા
પીવાની સુંદરમાં સુંદર વસ્તુઓનો ભોગવટો કરે નહીં, વર્ષો સુધી ખુણામાં બેસી રહે, રાત દિવસ દુઃખમાં ગુજારે; તે જ રીતે સ્ત્રી અગર તેના સંબંધી પાછળ પુરુષ પણ પોતાને યોગ્ય સારી સારી વસ્તુઓનો ત્યાગ કરે, સદા ઉગવાળો જ રહે, વેપાર ધંધો કરે નહીં, આ તમામ દુઃખગર્ભિત વૈરાગ્ય ! સાંસારિક આવા વૈરાગ્યથી થતો ત્યાગ તે પણ દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવાય કારણ કે નાશ પામેલા પદાર્થ પ્રત્યે હૃદયમાં પૂર્ણ પ્રેમ છે. વિગતો રોડતિ વિરા તમાવો વૈરાગ્ય સાંસારિક કંઈ કારણ બનવા માત્રથી જે ધર્મ સાધનારો વૈરાગ્ય થાય તેને જ જો સાચો વૈરાગ્ય નથી એમ ગણવામાં આવે તો વિમોરાળો ઈત્યાદિ વૈરાગ્ય શબ્દની વ્યુત્પત્તિ ઘટે જ નહીં; અર્થાત્ દુઃખમૂલક અને દુઃખદાયક એવા સંસારથી કાંઈ પણ નિમિત્ત પામીને થતા વૈરાગ્યથી લેવાતી પ્રવ્રજ્યામાં સંસાર પ્રત્યેની લાલસા ચારિત્ર દ્વારા સફળ કરવાની હોતી નથી જેથી તે દુઃખગર્ભિત વૈરાગ્ય નથી, પણ
કર્મક્ષય કે મોક્ષપ્રાપ્તિની ભાવનાથી તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે. પ્રશ્ન ૩૦૪- કયા મુદાએ દુનિયાનો ત્યાગ કરે તો મોહગર્ભિત વૈરાગ્ય કહેવાય ? સમાધાન- દેવલોક, રાજામહારાજાપણું, ચક્રવર્તિ વાસુદેવાદિપણું, આદિની ઇચ્છાએ જે સંસારનો
ત્યાગ કરી પંચાગ્નિ કષ્ટ કરનારા, જંગલમાં તાપસપણું સ્વીકારીને, નાગરિક સંસર્ગ
છોડી દેનાસ, પૌગલિક ઈચ્છાવાળાઓનો વૈરાગ્ય તે મોહગર્ભિત વૈરાગ્ય કહેવાય. પ્રશ્ન ૩૦૫- પૂજારી, વિગેરેને ફળ નૈવેદ્યાદિ અપાય તેમાં દેવદ્રવ્યનો દોષ લાગે નહીં ? સમાધાન- પૂજારી, માલી વિગેરેને મહેનતની નોકરી તરીકે આપવામાં આવે તો દેવદ્રવ્ય ભક્ષણનો
દોષ લાગે નહીં, પણ જો મંદિરમાં કામ કરતો ન હોય અને માત્ર લાજ શરમથી આપવામાં આવે તો પૂજારી વિગેરે અને આપનાર અગર વહીવટ કરનાર બન્નેને અનુક્રમે એકને
દેવદ્રવ્યના ભક્ષણનો અને એકને દેવદ્રવ્યના વિનાશની ઉપેક્ષાનો દોષ લાગે છે. પ્રશ્ન ૩૦૬- જેમ તીર્થંકરોને દીક્ષાની સાથે મન:પર્યવ જ્ઞાન થાય તેવી રીતે બીજાને દીક્ષાની સાથે
મન:પર્યવજ્ઞાન થાય ખરું? સમાધાન- તીર્થકરોને દીક્ષાની સાથે જ ચોથું જ્ઞાન થાય એવો નિયમ છે તેવી રીતે બીજાને દીક્ષાની