Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૩૫
પ્રકાર
સંચયકાર
પ્રશ્ન ૨૭૮સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સાવી આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી.
ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્ર દ્વારાએ પૂછાવેલા પ્રશ્નો.)
શ્રી ચંદ્રસાગરજી મહારાજ.
પ્રશ્ન ૨૭૯
સમાધાન
શ્રી સિદ્ધચક્ર
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
પ્રશ્ન ૨૮૦
તા. ૨૪-૨-૩૩
પ્રશસ્ત કષાયોથી થતી પ્રવૃત્તિથી જે કર્મબંધ થાય તે પુણ્યનો કે કાંઈક પાપનો પણ ખરો? શુદ્ધ લાગણીથી ગુણ અને ગુણી ઉપર રાગ તે પ્રશસ્તરાગ તથા મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ ઉપર રોષ તે પ્રશસ્તદ્વેષ ગણવો અને તેની ન્યૂનાધિકતાએ ન્યૂનાધિક નિર્જરા સાથે સંબંધ છે. અવગુણી ઉપર દ્વેષનો નિર્જરા સાથે સંબંધ નથી. તેવામાં માધ્યસ્થ્યની જરૂર છે. યોગશાસ્ત્ર પ્રકાશ. ૪ શ્લોક દૂર વર્મમુનિશ લેવતા ગુરુ નિનિપુ આભાંતિયુયોપેક્ષા તન્માવ્યમુરીતિ ॥ ॥ જો કે ઉપમિતિમાં દ્ગતિ સામાપારી વિલોવેષુ વ્યક્તિ પ્રત્યેનીપુ આવાં વાક્યો દેખીને પ્રત્યનીકો ઉપર કરાતા ક્રોધ અને રોષને સારાં કહેનારાઓએ સમજવું જોઈએ કે કોપ કરવાનું લેવું હોય તો કુòાંસૂવાથૈ:ર્યું પ્રતિજ્ઞેપઃ એ સૂત્રથી સંપ્રદાન સંજ્ઞા થઈને ચતુર્થી વિભક્તિ થાય પણ સપ્તમી થાય નહીં. તેથી પ્રીતિ છોડવારૂપ અને ઓલંભારૂપ ક્રોધરોષ લેવા યોગ્ય છે. ભગવન મહાવીરે ગોશાળાના તેજોલેશ્યાના પ્રસંગે શ્રમણો સ્થવિરો ને અર્હતોને અનન્તગુણી તેજોલેશ્યાવાળા છતાં તેનો પ્રયોગ ન કરવામાં ક્ષાન્તિક્ષમ એટલે ક્ષમા સહન કરનાર ગણ્યા છે. સુમંગલ સાધુએ ગોશાળા (વિમલવાહન) ને બાળ્યો ત્યાં પણ આલોચન પ્રતિક્રમણ જણાવ્યાં છે. દારૂ પીનારી, ગોહત્યા કરાવી માંસ ખાનારી અને નાસ્તિકની લાઈને જઈ સામાયિક પૌષધને ભંગાવનાર સ્ત્રીને સાતમે દિવસે રોગથી મરીને નરકે જવાનું સાચેસાચું કહેનારને આલોચના પ્રાયશ્ચિત ભગવાને કરાવ્યાં છે. શ્રી જીનમૂર્તિ તોડવા તૈયાર થયેલ વ્યક્તિને સમજાવવા છતાં નહી રોકાય અને ફક્ત મૂર્તિનો બચાવ કરવાના જ ઉદ્દેશથી બળ વાપરતાં, મૂર્તિ તોડવા તૈયાર થયેલાનો પ્રાણ જાય તો તે પ્રવૃત્તિથી જે કાંઈ કર્મબંધન થાય તે પુણ્યનો કે પાપનો ?
લાગણીથી બળ વપરાયા વિના ન રહી શકે પણ તેની પ્રબળતામાં નિર્જરાની પ્રબળતા મનાય નહીં
શ્રી જીનેશ્વરદેવની પૂજા કરતાં અપકાય વનસ્પતિકાયના જીવની હિંસા થાય છે. તો તેવી પ્રવૃત્તિથી જે કાંઈ કર્મબંધ થાય તે પુણ્યનો કે પાપનો ?
J