Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૪૭
તા. ૧૨-૭-૩૩
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
“આગમોદ્ધારકની અમોઘ દેશના”
(નોંધ- મુંબઈ પાયધુની પર, શ્રી ગોડીજી મહારાજજીના ઉપાશ્રયમાં ગયા વર્ષના ચૈત્ર માસમાં નવપદની આરાધના પ્રસંગે પૂ. આગમોદ્ધારક આચાર્યદેવે આપેલી આ દેશના રોચક, માનનીય તેમજ આરાધકોની આરાધનામાં અનેરો ઉત્સાહ ઉત્પન કરનારી હોવાથી અત્રે અપાય છે......તંત્રી.)
) સમ્યગ-તપ ) અમોઘ આરાધના વગર આરાધ્ય થઈ શકાતું નથી દીક્ષાદિ શબ્દોનો ફોટ-અર્થ.
કર્મક્ષયના મુદાને અનુસરનારી ભાવક્રિયા છે. દર્શનાદિ ચારથી ચૂકેલાઓનો ચારગતિમાં ચક્રાવો, તીવ્ર તપ તપ્યા વગર હરકોઈની સિદ્ધિ જ નથી. ભવસ્થિતિના પરિપાક માટે તીવ્ર તપસ્યા તપો ! !
धणकम्म वमोभरहरणं भाणुभूयंदुवाल संगधरं ।
नवरमकसायतावं चरेह सम्मं तवोकम्मं ॥ १ ॥ શું અનંતર તથા પરંપર ફળ ભેદ વિનાનું છે?
શાસ્ત્રકાર મહારાજા શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપકાર માટે શ્રીપાળ ચરિત્ર દ્વારા શ્રીનવપદનું સ્વરૂપ તેના આરાધનનો હેતુ, વિધિ, ફળ વિગેરે વર્ણવી રહ્યા છે.
મનુષ્ય જો કાર્યનો (પ્રવૃત્તિનો) મુદો ભૂલી જાય તો “હીરો ઘોઘે જઈ આવ્યો ને ડહેલીએ હાથ દઈ આવ્યો” એના જેવું થાય રાત્રે અગિયાર વાગે શેઠે પોતાના મોટા મુનીમને કહ્યું કે સવારે હીરાને ધોધે મોકલવો છે. એ વાત સૂતેલા હીરાએ સાંભળી અને તેણે મનમાં વિચાર્યું કે સવારે મને શેઠ ઘોઘે જવાનું કહેશે અને કહ્યા પછી ઘોઘે જઈશ તો જઈને આવતાં ઘણું મોડું થઈ જશે; એમ વિચારી રાત્રે ત્રણ વાગે ઊઠી એણે તો ઘોઘા તરફ ચાલવા માંડયું ઘોઘે પહોંચ્યો, દરવાજા ઉઘડ્યા નથી એટલે ડહેલીએ હાથ દઈને પાછો વહાણું વાતાં આવતો રહ્યો. શેઠ તો એને ઘોઘે મોકલવા માટે ખોળી રહ્યા છે, કેટલીક વારે હીરાને દેખીને શેઠે કહ્યું કે આ જ કેમ મોડો આવ્યો ? જલદી કર તને ઘોઘે મોકલવો છે, ત્યાં તો એણે કહ્યું કે હું તો જઈનેય આવ્યો ! શેઠે કહ્યું: ‘ભલા આદમી પણ કર્યું શું?’ જવાબમાં બનેલી હકીકત કહી, તેવી રીતે અરિહંતાદિકનું આરાધન કરીએ, પણ આરાધનનું પ્રયોજન ભૂલી જઈએ તો