Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૩૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ ૩૦૦ કલ્યાણમાર્ગમાં રક્ત બનેલા કલ્યાણાકાંક્ષી આત્માઓ મોહથી મુગ્ધ બનેલાઓના કૃત્રિમ રૂદનો
અને ભાવિ ઉપસર્ગોની લેશભર દરકાર કરતા નથી. ૩૦૧ અવિરતિના દરિયામાંથી નીકળનારને જે પાછો ખીચે તે નર મગરમસ્યથી કેટલો ઓછો
ગણાય ? ૩૦૨ અન્યાય અને અનીતિની અજબ કાર્યવાહી કરનારાઓ આજે ન્યાય અને નીતિનું મૂળ કાઢવા માટે
મનુષ્યપણું મૂકી રાક્ષસપણું અંગીકૃત કરે છે. ૩૦૩ હથિયારથી ઘવાયેલા જાનવર ઉપર જેટલી દયા હોય છે તેના સોમા ભાગ જેટલી દયા કર્મથી
ઘવાયેલાને છોડાવવામાં જેઓને ન હોય તે જૈન શી રીતે કહેવાય? ૩૦૪ સિંહના પંજામાંથી શિયાળ અને બિલાડીના પંજામાંથી ઉંદરનું છૂટવું હજી સહેલું છે પણ સંસારીના
સાણસામાં સપડાયેલા આત્માર્થીઓનું છૂટવું તે કોડોગણું મુશ્કેલ છે. ૩૦૫ પોતાનાથી ઉદરપૂરણ કરનાર માલિકના કબજામાંથી ઢોરને છૂટવામાં જે મુશ્કેલી છે તેના કરતાં
પોષનાર કુટુંબિયોના કબજામાંથી વૈરાગ્યવાનોને છૂટવામાં વધારે મુશ્કેલી છે. ૩૦૬ નિર્મલ દયાના નિઝણામાં જેઓએ સ્નાન કર્યું નથી અને સંવરની સુગંધ પામ્યા નથી તેઓ નાશવંત
પદાર્થોની ગેરહાજરીમાં કેમ ન મુંઝાય ? ૩૦૭ મહાન આત્માઓની મોટી મુરાદો વગર વિલંબે ફળે છે. ૩૦૮ સંયમ માટે સર્વ કાંઈ કરી છૂટનારા અવિરતીઓ પણ સર્વશશાસનમાં સર્વવિરતિપદને લાયક છે. ૩૦૯ એકલું સમ્યકત્વ પણ ભયંકર ભવ દાવાનલને હોલવી શકે છે. ૩૧૦ પતન થવાના ભય માત્રથી પાવન થવાનો પરમ પવિત્ર માર્ગ બંધ કરવા મથવું તે મૂર્ખતાની
પરાકાષ્ઠા છે. ૩૧૧ રંડાપાનો ભય માથે છતાં લગ્નના લ્હાવો લેવાય, અને બાળમરણોની મોટી સંખ્યા દેખાતાં છતાં,
જન્મતી વખત જમના દ્વાર દેખવા જેવું દુઃખ નજરોનજર દેખતાં છતાં પણ જન્મને નહીં રોકતાં, તેની જોશભેર વૃદ્ધિ કરવાની હિમાયત કરનારા કોઈ પતિત કે અનાચારીના નામે, અખિલ વિશ્વને પરમ આશીર્વાદરૂપ સાધુ સંસ્થાની ઉત્પત્તિની આડે આવનારાઓ અક્કલરહિત થઈ પોતાનું અહિત પોતાના હાથે કરે છે.
* * *