Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૧૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ નથી, ત્યાગ કરવો પડ્યો છે પણ હૃદયમાં વસ્યો નથી. જ્યારે હૃદયથી વધાવાયેલા ત્યાગમાં રાગના રામ રમી ગયા છે અર્થાત્ રાગ રાખ (ભસ્મીભૂત) થયો છે. રાગ ગયો એટલે રોગ ગયો. ત્યાગ આવ્યો એટલે તંદુરસ્તી આવી. વિશુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ચાવી મળી, કહો કે આત્મરમણતાની અભિલાષા માત્ર ફળી !
ભલે ડાહી ડાહી વાતો બધા કરે, પણ ત્યાગ કરવો (આચરવો) એ સહજ નથી. આત્મા અનાદિકાલથી, મોહરાજાએ જગતભરમાં ફેલાયેલા આદું અને મને મંત્રોની માયામાં એટલો મુકાયો છે. પૌદ્ગલિક (૫૨) પદાર્થોની પાછળ એટલો પાગલ બન્યો છે કે એને પોતાના પાગલપણાનું ભાન થવું પણ મુશ્કેલ છે, ત્યાગની ભાવના થવી તો અતિ મુશ્કેલ છે ત્યાં ત્યાગના સ્વીકારની તો વાત જ શી? દુનિયાની સુલેહ શાંતિ માટે પણ રાજ્યને કાયદા ઘડવા પડ્યા છે. એ કાયદા એટલે શું? વિચારશો તો જણાશે કે હાજત બહારની અમર્યાદાના ત્યાગ માટે જ એ કાયદા છે. દુનિયાની સુલેહ શાંતિ પણ તે ત્યાગને જ આભારી છે. એ કાયદાઓનું જેટલું પાલન તેટલી સુલેહશાંતિની હયાતી, અને જેટલું ઉલ્લંઘન તેટલી સુલેહશાંતિમાં રૂલના કાયદાઓ છતાં કાયદાનો ભંગ કરવાથી સજાનો ભય પ્રત્યક્ષ છતાં પણ ગુન્હાઓ બન્યા કરે છે તેથી સ્પષ્ટ થાય છે કે હાજત બહારની અમર્યાદાનો ત્યાગ પણ મુશ્કેલ છે. તો ઉચ્ચ કોટિના ત્યાગના સ્વીકાર તથા પાલનની મુશ્કેલીમાં પૂછવું જ શું!
ત્યાગ મુશ્કેલ છે છતાં પણ દુઃખથી છૂટવાની તથા શાશ્વત્ સુખ મેળવવાની અભિલાષા ધરાવનારાઓને એના વિના સિદ્ધિ નથી. જેના વિના છૂટકો જ નથી તે મુશ્કેલ હોય તો પણ તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યો જ છૂટકો! મુશ્કેલ ત્યાગ પણ તથા વિધ સંસ્કારોથી સહેલાઈથી પ્રાપ્ય બની શકે છે પણ શરત એક કે-મરજી હોય તો માર્ગ થાય.” જેમ જૂનામાં જૂના (લાંબા કાળના) દર્દથી પીડાતો દર્દી પણ જો સદ્યને શરણે જાય, તેના કથનાનુસાર અનુપાન યુક્ત ઔષધ લે, પરહેજી પાળે તો તે તંદુરસ્ત બની શકે છે તેમજ રાગદ્વેષરૂપી અતિજૂના-અરે ! કાલજૂના રોગથી પીડાતાઓ પણ પ્રયત્ન કરે તો ત્યાગરૂપ અમોઘ ઔષધથી પોતાના વ્યાધિનું નિવારણ કરી શકે છે. આવા ઉચ્ચ ત્યાગનો જેમ સત્કાર, સ્વીકાર, પ્રચાર તેમ પ્રજામાં, રાજ્યમાં, દેશમાં, જગતભરમાં આનંદ, સુખ, શાંતિમય સામ્રાજ્યની સ્થાપનાનાં મૂલો સિંચાયાં સમજવાં.
સંસ્કાર માત્ર મુખ્યતયા રોજના રીતરિવાજ, સામાજિક પ્રણાલિકાઓ, પ્રચલિત સાહિત્ય, તથા ધાર્મિક અનુષ્ઠાનોને આભારી છે. જ્યારે આ વાત તરફ નજર કરીશું ત્યારે એ કબુલ જ કરવું પડશે કે કેવળ ત્યાગોત્પાદક, ત્યાગપોષક, ત્યાગપ્રચારક અનુષ્ઠાનો હોય તો તે જૈનોમાં જ છે. જૈનદર્શન એટલે ત્યાગદર્શન કહો કે સર્વોપરી ત્યાગદર્શન, જૈનોના દેવ પણ સર્વથા ત્યાગી, ગુરુ પણ સર્વથા ત્યાગી અને જૈન ધર્મનાં અનુષ્ઠાન માત્ર કે વ્રતાદિ માત્રમાં કેવળ ત્યાગ, ત્યાગને