Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૧૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ ત્યાગ જ દ્રષ્ટિગોચર થાય છે. જૈનોનાં સાહિત્યમાં મુક્ત કંઠે પ્રશંસા ત્યાગની જ છે, ત્યાગનાં જ વર્ણનો ઠાંસી ઠાંસીને એમાં ભર્યા છે !!
- જૈનોના દેવ (તારક દેવાધિદેવ) તે છે કે જેઓની સેવામાં જન્મથી જ દેવતાઓ અને ઇંદ્રગણ હોય છે છતાં પણ દુન્યવી ભોગોપભોગથી તેઓ સદંતર નિર્લેપ હોય છે, અને છેલ્લે તેઓ પોતાના વિશાળ રાજ્યનો, તથા કુટુંબ પરિવારનો પરિત્યાગ કરી, ત્યાગી બને છે. શરીર પરત્વે પણ કેવળ નિઃસ્પૃહ બની ઉગ્ર તપશ્ચર્યા-ઉગ્ર ત્યાગ આદરે છે જેને પરિણામે દેવત્વ પ્રાપ્ત કરે છે (કેવળજ્ઞાન, કેવળદર્શનાદિ આત્મીય દિવ્ય ઋદ્ધિ સંપ્રાપ્ત કરે છે.) રાગીઓને સદાય રોવાનું હોય છે અને ત્યાગીઓના ચરણે લક્ષ્મી આવીને સ્વયમ્ આળોટે છે. તેરમા તીર્થેશ શ્રી વિમલનાથ ભગવાનની સ્તવના કરતાં શ્રીમદ્ આનંદધનજી
ચરણ કમલ કમલા વસેરે, નિર્મલ થીર પદ દેખ,
સમલ અથીર પદ પરિહરીરે, પંકજ પામર પેખ. દેવાધિદેવ શ્રી તીર્થંકરદેવની સેવામાં કરોડો દેવતાઓ કાયમ હાજર રહે છે. ડગલે ને પગલે ચાલતી વખતે દેવતાઓ સુવર્ણકમળ સ્થાપે છે અર્થાત્ પ્રભુને જમીન પર પગ પણ મૂકવાનો વખત આવવા દેતા નથી અને સમોસરણ રચે છે. અષ્ટમહાપ્રાતિહાર્ય એ પરમતારકની સેવામાં ચોવીસે કલાક વિદ્યમાન જ હોય છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, દીવ્ય પદગલિક સામગ્રીની સેવાના સદ્ભાવમાં પણ શ્રી જિનેશ્વરદેવ કેવળ નિર્લેપ હોય છે માટે જ તેઓ વીતરા કહેવાય છે. રાગ એ જ સંસારનું બીજ છે. રાગદ્વેષરૂપી સંસારનાં બીજ જેઓનાં બળી જાય છે તે ઉત્તમ આત્માઓ, ત્રિલોક પૂજ્ય દેવત્વને પામી સિદ્ધિનાં શાશ્વત્ સુખમ સંપાદન કરે છે. જૈનો દેવમૂર્તિને પૂજે છે તે પણ વીતરાગ સ્વરૂપે જ જો કે ભક્તિ તથા પ્રેમોલ્લાસ માટે અંગરચના રચે છે, શ્રેષ્ઠ સુગંધિ તથા કિમતી દ્રવ્યોથી પૂજા મહાપૂજાદિ કરે છે પણ તે તમામ મૂળ વીતરાગ સ્વરૂપને અવલંબીને જ તથા પોતાથી પણ દિનપ્રતિદિન ત્યાગ વધારે કેળવાય તે માટે જ કરે છે કેમકે ત્યાગ વિના, દ્રવ્યાદિની મૂચ્છ ઉતર્યા વિના એ પ્રભુની આજ્ઞામાં રક્તપણું બની શકતું નથી. જૈનેતરોમાં પણ દેવપૂજામાં બેશક ભક્તિ તથા પ્રેમપૂર્વક દ્રવ્ય ત્યાગ પુષ્કળ થાય છે. (ત્યાગના સ્વીકાર વિના કોઈપણ પ્રકારના ધર્મની આરાધના કે નીતિનું રક્ષણ સંભવિત જ-શક્ય જ નથી, પણ ત્યાં દેવનું વીતરાગ સ્વરૂપ માનવામાં આવતું નથી તેમજ એ પૂજનાદિના બદલામાં સ્પષ્ટ તથા જે ઇચ્છા વિગેરે હોય છે તેમાં પણ ત્યાગનું નામનિશાન હોતું નથી પણ સ્વર્ગ કે તેવા દુન્યવી પદાર્થોની પ્રાપ્તિ દ્વારા કેવળ રાગની જ પુષ્ટિ હોય છે, ઈતરમાં સરાગદેવની રાગમય ક્રિયાઓનો લીલા'એ શબ્દથી બચાવ કરવામાં આવે છે જ્યારે જૈન દર્શનની માન્યતા એવી છે કે રાગદ્વેષના સર્વથા ક્ષય વિના દેવત્વ પ્રાપ્ત થતું જ નથી. યતઃ દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ.
શ્રીમદ્ આનંદઘનજી.