Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૨૪
તા. ૨૪-૨-૩૩
શ્રી સિદ્ધચક્ર :
શ્રી પાર્શ્વનાથાય નમ: “આગમોદ્ધારકની અમોઘ દેશના”
સમ્યક્ર-ચારિત્ર રમા તથા રામાના રટણમાં રસિક બનેલાઓને નિગ્રંથ પ્રવચનની કિંમત નથી ! જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ દુન્યવી જ્ઞાનમાં (સ્કોલરશીપ-વિગેરેમાં) થઈ શકે જ નહીં
કરવું પડે છે અને “કરવું જોઈએ” એ બે વચ્ચે મહદંતર છે સર્વ વિરતિનો સ્વાંગ સજ્યાવતર મન:પર્યવજ્ઞાન
આવિર્ભાવ થતું નથી તેનું કારણ શું? (નોંધઃ-મુંબઈ પાયધુનીપર, શ્રી ગોડીજી મહારાજજીના ઉપાશ્રયમાં ગયા વર્ષના ચૈત્ર માસમાં નવપદની આરાધના પ્રસંગે પૂ. આગમોદ્ધારકદેવે આપેલી આ દેશના રોચક, માનનીય તેમજ આરાધકોની આરાધનામાં અનેરો ઉત્સાહ ઉત્પન કરનારી હોવાથી અત્રે અપાય છે.........તંત્રી.)
असुह किरियाण चाओ, सुहासु किरियासु जाय अपमाओ। .
तं चारित्तं ऊत्तम गण जत्तं पालह निरुत्तं ॥ દેવતત્ત્વતો આદર્શ છે, ગુરુતત્ત્વ શિક્ષકના સ્થાને છે.
- શાસ્ત્રકાર મહારાજ શ્રીમદ્ રત્નશેખરસૂરીજી મહારાજ ભવ્યજીવોના ઉપકારાર્થે શ્રીપાલ ભૂપાલના ચરિત્રમાં શ્રીનવપદોનું વર્ણન કરતાં પ્રથમ દેવતત્ત્વમાં અરિહંત અને સિદ્ધપદનું સ્વરૂપ સમજાવી ગયા; દેવતત્ત્વ કેવલ આદર્શ તરીકે હોય છે. પ્લાન કે નકશા વિગેરેની નકલ કરનાર તે પ્લાન કે નકશાને દૃષ્ટિ સમક્ષ જરૂર રાખે છે, પણ એટલા માત્રથી અશિક્ષિતોથી શું નકલ થઈ શકે ? કોપી લખવાનો જેણે મહાવરો (અભ્યાસો કર્યો નથી તે સુંદર અક્ષરોને દેખવા માત્રથી સારા અક્ષરો લખી શકે ખરો? નહીં જ! જો એમ થતું હોય તો મિસ્ત્રી કે માસ્તર (શિક્ષક)ની જરૂર શી? નિશાળો પણ નકામી જ ગણાય ! તેવી રીતે દેવતત્ત્વ (અરિહંત અને સિદ્ધી પણ છાપેલા મનોહર પ્લાન, અક્ષર કે નકશા સમાન છે. એ આદર્શતત્ત્વ જોઈને આત્મા આકર્ષાયો, પોતાને વીતરાગ, કૈવલ્યસ્વરૂપ તથા અનંતસુખનો ભોક્તા બનાવવાનું મન થયું આગળ વધી નિર્ણય પણ થયો, એ નિશ્ચય સુદૃઢ થયો છતાં આચાર્યાદિ (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ) ગુરુતત્વ ન હોય તો જેમ અભણને પ્લાનાદિ માત્ર જોવાના જ છે તેમ દેવતત્ત્વ માત્ર જોવા પૂરતું જ ઉપયોગી છે. જો ગુરુતત્ત્વ પરત્વે આદરવાળા ન થઈએ તો આપણી દશા પણ તેવી જ થાય. જેઓ શાળામાં ન જાય તેઓ મોટા મોટા મનોરથો ભલે કરે પણ તેમને માટે પ્લાન, નકશો વિગેરે માત્ર દેખવાના જ રહે; પણ તેની પ્રતિકૃતિ કરવાની કલા તેઓ પ્રાપ્ત કરી શકતા નથી; સારા અક્ષરો, સુંદર પ્લાન વિગેરે બધાને ગમે છે ખરા પણ ગમવા માત્રથી તે બનાવવા રૂપ ઇષ્ટસિધ્ધિ