Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૧૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૨-૩૩ ૨૮૨ નાશવંત કાર્યવાહીમાં નિષ્ણાતો સ્ત્રી મમત્વ આગળ પિતૃમમત્વ, ભ્રાતૃમમત્વ, માતૃમમત્વાદિ સર્વ
મમત્વને તુચ્છ ગણે છે. પણ ધર્મનિષ્ણાતો ધર્મની આરાધના કરવામાં તન મન ને ધન તથા
કુટુંબકબીલાદિ યાવત્ રાજાપણું ને દેવપણું પણ તુચ્છ ગણે. ૨૮૩ મોક્ષનાં સાધ્યરૂપ સોંય સમ્યગૃષ્ટિના હૃદય રૂપયંત્રના મધ્યમાંથી ખસે જ નહીં. ૨૮૪ મોક્ષાર્થી સિવાય સાચા સુખનો અર્થ જગતભરમાં કોઈ નથી. ૨૮૫ અનાદિકાલના નિગોદીઆ, સંસારની રમત રમી આવેલા મિથ્યાત્વીઓ, અને સમકિતથી પતિત
થઈ ગયેલા કંઈક જીવો સાધારણ સ્થાનમાં (અનંતકાયના) સાધારણ દશાને અનુભવે છે એ
ભુલવા જેવું નથી. ૨૮૬ ભવિષ્યમાં પવિત્ર પરિણામ અને પવિત્ર પ્રવૃત્તિથી પતન થશે, ઉસૂત્રની પ્રરૂપણા કરી અનેકોને
ઉન્માર્ગગામી બનાવશે એવું જાણવા છતાં તેવા મરીચિને પ્રભુમાર્ગમાં સર્વ વિરતિનું સમર્પણ
ભગવાન શ્રી ઋષભદેવજીએ કર્યું છે. ૨૮૭ ભવરોગ નિવારણ એવા પ્રભુને દેખવા માત્રથી રજોહરણ મૂકી, ચાલી જનાર હાલિક મેલીને ચાલી
ગયો એ વિચારને સ્થાન આપવા પહેલાં મહાન લાભ મેળવી ગયો છે એ શ્રી વીરવિભુનું
વાક્ય યાદ રાખો ! ૨૮૮ દેવાદારો દેવાની નોંધમાં પોતાની સ્ત્રીનું ભરણપોષણ નોંધાવતા નથી અર્થાત્ પુરૂપ સાથે સ્ત્રી સર્વ
સંયોગોમાં સામેલ છે. એવો સર્વ સામાન્ય સિદ્ધાંત જ્યારે આજે પણ જગત કબુલ કરે છે તો
દીક્ષિત થનારા સ્ત્રી આદિના ભરણપોષણના દેવાદાર છે એમ શું જોઈને તે બોલી શકે છે ? ૨૮૯ આર્યાવર્તની આર્ય મહિલાઓની, ધણીના સુખે સુખી અને ધણીના દુઃખે દુઃખી એ અચળ નિયમ
જાળવવાની જાહેરાત વિવેકીઓની નજર બહાર ન હોય. ૨૯૦ જાલીમ જુલમગારો અને ન્યાયની સત્તાને ઓળંગનાર રાજસત્તાઓએ પણ દીક્ષામાં લેશભર
અનર્થ નથી બલ્લે તે પરમેશ્વરી પ્રવ્રજ્યામાં દેશ, રાજ્ય અને પ્રજાનું એકાંતે હિત છે એવો એકરાર અનેક વખત જાહેર કર્યો છે. ને તેથી અંગતદ્વેષ સિવાય કોઈપણ મનુષ્ય તે પવિત્ર દીક્ષામાં પ્રતિબંધ કરે નહીં.
e
:
૯