Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૮૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩ સમાધાન- પુત્ર પતિ આદિના મરણથી કે તેવા અનિષ્ટ સંયોગથી વિખવાદ પૂર્ણ આત્મહત્યાદિ
કરાવનાર કર્મક્ષયની બુદ્ધિ વિનાનો વૈરાગ્ય તે દુખ ગર્ભિત કહેવાય ને તેનું સ્વરૂપ શ્રી હરિભદ્રસૂરિજીના અષ્ટકમાં તથા શ્રીમદ્ ન્યાયાચાર્ય યશોવિજયજી ઉપાધ્યાયજી કૃત શ્રી
અધ્યાત્મસારગ્રંથમાં દંભ ત્યાગના અધિકારમાં વર્ણન છે. પ્રશ્ન ૨૧૨- અઢીદ્વીપમાં જ્યારે માણસો રખ્યાતા છે ત્યારે અસંખ્યાતા મોક્ષે ગયેલાની ગણતરી કઈ
રીતે ? સમાધાન- પેઢીની પરંપરાએ ગણવાથી; અર્થાત્ આદ્ય ધર્મપ્રવર્તક ભગવાન ઋષભદેવથી માંડીને
અત્યાર સુધી થયેલા માણસોની પેઢી પરંપરાથી ગણતરી કરીએ તો પેઢીયો ને મનુષ્યો
અસંખ્યાતા થઈ જાય છે. પ્રશ્ન ૨૧૩- જાવજજીવ શેરડી ત્યાગ હોય તો તે વરસીતપનાં પારણે શેરડીનો રસ વાપરે કે નહીં?
અગર શું વાપરે ? સમાધાન- સાકરનું પાણી વાપરે, શેરડીનો રસ ન વાપરે. પ્રશ્ન ૨૧૪- એકને નુકશાન થાય પણ સોને ફાયદો થાય તે કરાય કે એકને ફાયદો થાય અને સોને
નુકશાન થાય તે કરાય ? સમાધાન- બને કરાય; વ્યક્તિ, પ્રસંગાદિ લાભ હાનિ જોઈ વિચારી કરવા લાયક હોય તે કરાય.
એક કોહિનૂર છે અને બીજી તરફ એક લાખ પાઈ છે, સંખ્યા હોય જેટલી નાની છે પરંતુ હીરાના ભોગે લાખ પાઈનું રક્ષણ ન કરાય, પણ રક્ષણ એક હીરાનું જ કરાય. તેવી રીતે એક સ્ત્રી અબ્રહ્મની યાચના કરે તે મારી ઇચ્છા નહીં પૂરી કરો તો હું જીભ કચડીને મરી જઈશ એમ કહે છતાં ત્યાં તેની વિષયની ઇચ્છાના ભોગે નવ લાખ આદિ
જીવોને બચાવાય પણ તે સ્ત્રીની ઈચ્છાને આધીન થઈ શકાય જ નહીં. પ્રશ્ર ૨૧૫- નવદીક્ષિત સાધુ સંસારી કાર્યવાહી તરફ નજર કરે, ધ્યાન આપે તો શી સ્થિતિ થાય?
અને તે સંબંધમાં શાસ્ત્રસંમત દ્રષ્ટાંત આપશો ? સમાધાન- જ્ઞાતાસૂત્રમાં જિનરક્ષિત ને જિનપાલિત, બને ભાઈઓનું દ્રષ્ટાંત સુપ્રસિદ્ધ છે. બન્ને
ભાઈઓ ફરવા નીકળ્યા, જંગલમાં આવી પહોંચ્યા, ભૂલા પડ્યા, એક દેવી મળી અને હાવભાવથી ભોળવી બેયને આવાસમાં લઈ ગઈ. ત્યાં તેમની સાથે વિષયક્રીડા કરે છે. ત્રણ દિશામાં રહેલા ત્રણ બગીચામાં ફરવાની દેવીએ તે બન્નેને છૂટ આપી છે, ચોથી દિશામાં જવાની મનાઈ કરી છે, બલ્ક આગળ વધીને તે દેવીએ કહ્યું છે કે “જો એ દિશામાં જશો તો મારી નાંખીશ.” એવી ધમકી આપી છે. કેટલાક વખત પછી તેઓ મનાઈ કરેલા માર્ગે ગયા, ત્યાં મનુષ્યોનાં શબ (મડદાં) જોયાં, ભય લાગ્યો, આગળ જતાં પુણ્યોદયે બચાવનાર યક્ષ મળ્યો, તેણે દેવીનું ઘાતકી સ્વરૂપ કહ્યું, બે ભાઈઓએ બચવા માટે વિનંતી કરી, તે યક્ષ એમને પીઠપર બેસાડી લઈ જાય છે. સૂચના આપી છે કે દેવી આવશે, પણ તેના સામું જોશો નહીં, જોશો તો ત્રિશુલથી મારી નાખશે.