Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
.
.
.",
૧૯૭]
શ્રી સિદ્ધચક્ર *
તા. ૧૦-૨-૩૩ જ ટુંક છે. વળી સૌરાષ્ટ્રના તે પ્રદેશમાં વિચરતા સૂરિરાજ તથા મુનિપુંગવોના દર્શન તથા વાણીનો લાભ પણ અપૂર્વ મળે તેમ છે. “સોનું અને સુગંધ એ તો દુન્યવી કહેવત છે પણ સોનામાં સુગંધ હોતી જ નથી. અહીં તો પ્રત્યક્ષ સુવર્ણ સુગંધ સંમિલિત છે. આશા છે કે સિદ્ધચક્રના સાધકો, આ અમોઘ-આરાધનાની અનેરી તકને સાધશે જા
આનંદનો વિષય છે કે આ વર્ષે ચૈત્ર માસમાં મુંબઈમાં શ્રી આદીશ્વરજી ભગવાનના દેરાસરજીની ટોળી શ્રી બામણવાડાજી તીર્થે શ્રી નવપદજીની આરાધના કરવા જવાની છે અને ત્યાં આવનારાઓના ઉલ્લાસ માટે તીર્થોની રચના અને શ્રી શ્રીપાલ મહારાજનાં દ્રશ્યો કરવાની છે એમ જાહેર થયું છે. ત્યાં પણ, જેઓને અનુકૂળ હશે તેવા ભાવિ શ્રાવકો લાભ લેશે. આવી રીતે દરેક જિલ્લાવાર ધર્મપ્રેમીઓ નવપદજીની આરાધનાનો કાર્યક્રમ ઘડે કે જેથી, જેઓ મુખ્ય શ્રી નવપદ આરાધક સમાજે જાહેર કરેલા સ્થળે ન જઈ શકે તેઓને પોતપોતાના જિલ્લાઓમાં પણ સારો લાભ મળે અને આરાધકોને ઉલ્લાસ વધવાના કારણભૂત પ્રસંગો બને. ગત વર્ષે ખેડા જિલ્લામાં, વડતાલમાં જેમ પુજ્ય મુનિ મહારાજ શ્રીમદ્ ધર્મસાગરજીની હાજરીમાં આનંદદાયક આરાધન થયું હતું. આરાધના સુંદર રીતિએ, પુરતા ઉલ્લાસથી અને સારી સંખ્યામાં થઈ હતી. આવી રીતે બીજા જિલ્લાઓ કરે તે ઈચ્છવા યોગ્ય છે. તેથી શ્રી નવપદ આરાધકોની શ્રી સિદ્ધચક્ર-સાધકોની સંખ્યામાં સારો વધારો થશે પ્રભુ પ્રણીત અનુષ્ઠાનોનો સર્વત્ર પ્રચાર થાય એનાથી રળિયામણું બીજું શું ?
*
*
*