Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૦૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૨-૩૩ જરૂર જણાવી છે અને સંવરનેનિર્જરા ન બનાવી શકે માટે જ અજ્ઞાનને નિવું છે, છતાં તેથી આ પદ્ધ ના ની હૂંડી સ્વીકારાવો છો પણ શરતો એકે મગજમાં રાખતા નથી. या विद्या सा विमुक्तये सा विद्या या विमुक्तये ?
ત્યાં જે શરતો છે તેમાં પહેલાં તો રા દી શરત પહેલી છે. જ્ઞાની થાઓ એટલે સંવર નિર્જરા કરવી જ જોઇએ. તેણે દેશવિરતિ, સર્વવિરતિ મેળવવી, વિરતિ ફળને મેળવે એ જ સફળ જ્ઞાનવાળો કહેવાય. વિરતિ અને વિરતિના ધ્યેય વિના જ્ઞાન અપાય તે કન્યાની પ્રાપ્તિ વિના તેને પૈસા આપવા જેવું છે. એમ તો વ્યવહારિક જ્ઞાનદાનમાં દરેકે દરેક જીવ ભાગીદાર છે. કૂતરી પણ પોતાનાં બચ્ચાંને જ્ઞાન આપે છે. પોતાની જાતિને લાયકનું જ્ઞાન આપ્યા વિના કોઈને ચાલતું નથી. કૂતરી કરડવાનું કે ભસવાનું શીખવે તે પણ જ્ઞાન જ છે ને ! ચોરો પોતાની ટોળીમાં કોઈને ક્યારે લાવે ? પેલો ચોરી કરવામાં પ્રવીણ થાય ત્યારેને ! ત્યારે એ ચોરો પણ જ્ઞાનદાતા ખરા એમકે? જાનવરો, ચોરી, જુગારી એ બધાને જ્ઞાનદાતા ગણાવા તૈયાર છો? અરે! વેશ્યા પણ પોતાની છોકરીને એ અધમમાર્ગે ઉતારતાં પહેલાં કેટલી તૈયાર કરે છે ! ત્યારે એનું પણ કલ્યાણ થવાનું ? તમારે ઘેર મુનીમ રાખો છો તે આંટીઘૂંટીમાં સમજે તેને કે સીધા માણસનેય? સરકારના વહીવટદારો તમારા ચોપડા તપાસે તો પણ રહે ન લાગે એવા મુનીમને તમે રાખો છો ત્યારે તમે પણ આંટીઘૂંટીના જ્ઞાનદાતા ખરાને? યાદ રાખો કે શાસ્ત્રકારો આવા આશ્રવને બંધના કારણોને દેવામાં જ્ઞાનદાન ગણાતા નથી.
જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત, અગર પુણ્ય પાપ મળી નવ, એ તત્ત્વોનું જે જ્ઞાન કરાવવું તેનું નામ શાનદાન છે. તે સિવાયના જ્ઞાનને શાન કહેતા નથી. સમ્યગુજ્ઞાન તો હજી આગળ છે. એ જીવાજીવાદિકનું જ્ઞાન શ્રદ્ધાપૂર્વકનું હોય તો તે સમ્યગુજ્ઞાન છે. આ વાત લક્ષમાં લેશો તો ભગવાન હેમચંદ્રસૂરિએ જે જ્ઞાનદાનનું લક્ષણ બાંધ્યું છે તે બરાબર ખ્યાલમાં આવશે. दानं धर्मानभिज्ञेभ्यो वाचनादेशनादिना । धर्मसाधनदानं च, ज्ञानदानमितीरितं ॥१॥
ધર્મને ન જાણનારાને વંચાવવા વડે કે દેશના વડે જીવાદિક પદાર્થોનું જ્ઞાન કરાવવું તે શાનદાન તેમજ તેવું જ્ઞાન થવાનાં સાધનો આપવાં તે શાનદાન કહેવાય, તે જ જ્ઞાનદાન કે જે જીવાદિકને જણાવનાર શાસ્ત્ર માટે ઉપયોગી હોય. “વા વિદ્યા સા વિમુક્તયે' એ મિથ્યાત્વનું વાક્ય છે, અને સાં વિદા યા વિમુચે એ સમકિતીનું વાક્ય છે, જગતના જ્ઞાનમાત્ર, વિદ્યામાત્ર, તમામ કેળવણી એ બધું મોક્ષ માટે થાય છે આ વચનને કોઇપણ જૈનશાસનને અનુકૂળ કહી શકે ? નહીં જ ! સ વિદ્યા યા વિમુળે એટલે તે જ જ્ઞાન કે મોક્ષ માટે થાય. અક્ષરમાં ફરક નથી, પણ સ્થાનમાં ફરક છે. એક મનુષ્ય ખાસડાં માથે ઘાલી પગમાં ટોપી રાખી બજારમાં ચાલવા લાગે તો તેને હસો છો શાથી? પગ પણ ઉઘાડા નથી, માથું પણ ખુલ્લું નથી, છતાં એને મૂર્ણો કેમ કહો છો ? એ જ કારણ કે એણે માથાનું પગે લગાડયું. તેવી રીતે વિમુની સાથે જોઈતું હતું તે વિદ્યાની સાથે મૂક્યું આટલો જ ફરક છે.