Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૯૫
:
:: ...........
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૨-૩૩ સત્યવૃત્તિની રૂઆત કરવી જોઈએ; સફળતા તો સત્યવૃત્તિની સાથે વરેલી જ છે! શ્રીયુત્ ચી.જે. પટવાએ એ પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો, અન્ય ધર્માનુષ્ઠાનપ્રિય સાધકોએ સહકાર આપ્યો એટલે શાશ્વત્ સિદ્ધચક્રની સાધના તીર્થ સ્થળે શરૂ કરવાનો પ્રારંભ પણ શાશ્વત્ર તીર્થ (તીર્થાધિરાજ) શ્રી સિદ્ધગિરિથી જ થ અને તે શુભ કાર્યના પ્રથમ સહાયક તરીકે સુ. શ્રા. શાંતિદાસ ખેતસીએ. લાભ લીધો. સંવત ૧ ૦ માં લગભગ ત્રણસો સ્ત્રી પુરુષો એમાં જોડાયા; પછી આબુજી, શંખેશ્વરજી, જામનગર તથા તારંગાજીએ, ચારસો, પાંચસો, પાંચસો અને આઠસો એમ અનુક્રમે વધુ સંખ્યામાં અને પ્રવર્ધમાન ઉલ્લાસે આરાધના ચાલુ રહી; અને છેલ્લા બે દિવસમાં તો પાંચ પાંચ હજાર ઉપરાંતની સંખ્યાએ, આજુબાજુના પ્રદેશવાળાએ આયંબીલ અને શાસનસેવામાં સારો ફાળો આપ્યો છે. તારંગાજીની આરાધનાને પૂરો માસ લગભગ થયા બાદ આ પ્રથાના પ્રાથમિક પ્રારંભ, પરમ પ્રવર્જયા ૧૯૮૬ ના વૈ. વ. ૬ ના રોજ અંગીકાર કરી; અને હવે તુરત બંધારણપૂર્વક આવી એક સમાજ સ્થપાય તો આ લોકોત્તર ઉદ્દેશને વધુ સફળતા મળે. તે બાબતન મંત્રણા પૂર્વે ચાલતી હતી તેવામાં જ, સંવત ૧૯૮૪ના આસો માસમાં, આ રીતે ઓળીની આરાધના કરનાર ટોળીને શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી અમદાવાદ આમંત્રણ કરવામાં આવ્યું. આસોની આરાધના ત્યાં થઈ જેમાં સોળસો સ્ત્રીપુરુષોએ ભાગ લીધો હતો. તે વખતે આગમોદ્ધારક આચાર્યપ્રવર શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી પોતાના શિષ્ય પ્રશિષ્યાદિ બહોળા સમુદાય સરિ. ત્યાં વિરાજમાન હતા. .
સંપનિ યુક્તતાની સાથે ઘણી વખત ધર્મારાધન અલ્પ દેખાય છે પણ શેઠ માણેકલાલ મનસુખભાઈનું દ્રષ્ટાંત એનાથી નિરાળું છે. તેઓશ્રી ગર્ભશ્રીમંત છતાં સારી તપશ્ચર્યા કરે છે. આયંબિલની ઓળીમાં પણ તેઓશ્રી એક ધાન્યનું આયંબિલ અને ઘણી વખત અલવણ આયંબિલની આખી ઓળીઓ કરે છે. સંસ્કારથી જ તપપ્રત્યે પ્રેમ ધરાવનાર, જીવનને તપમાં અપનાવનાર શ્રાદ્ધરત્ન માણેકલાલ શેઠના નિમંત્રણ તથા આગ્રહથી આસો માસમાં આરાધના કરવા બહાર જવાનો રસ્તો નહીં છતાં આ ટોળીએ (સમાજની વ્યવસ્થિત સ્થાપના અમદાવાદ થાય તેથી ભાવિમાં લાભદાયી છે.) નિમંત્રણ સ્વીકારી અમદાવાદમાં તે ઓળી આરાધી. આ પુણ્ય પ્રસંગે સંવત ૧૯૮૪ ના આસો સુદી ૧૫ ના દિવસે, પ્રાતઃસ્મરણીય આગ ોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજીના શિષ્યરત્ન શાંતમૂર્તિ ઉપાધ્યાયજી શ્રીમદ્ ભાણિયસાગરજીના
ધ્યક્ષપણા નીચે (આચાર્યશ્રીની પ્રકૃતિ અસ્વસ્થ હોઈ તેઓ આવી શક્યા નહોતા.) શ્રીનવપદ આરાધક : માજની સ્થાપના કરવામાં આવી.