Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૯૪
શ્રી સિદ્ધચક્ર ..
તા. ૧૦-૨-૩૩ સંવરમાં જોડનાર અસંખ્ય યોગો બતાવ્યા છે પણ તે સર્વમાં શ્રીનવપદ આરાધન મુખ્ય છે. આ શ્રી નવપદજીની આરાધના યાને શ્રી સિદ્ધચક્રજીની સાધના વર્ષમાં પ્રતિવર્ષ) બે વખત ચેત્ર તેમજ આસો માસમાં, શુક્લ સપ્તમીથી પૂર્ણિમા સુધી નવનવ દિવસ સુધી એ આરાધના આચામામ્લ તપ, બ્રહ્મચર્યપાલન તથા આગમનિર્દિષ્ટ સમ્યકત્વની કરણીપૂર્વક કરવામાં આવે છે, નાનામાં નાનું ગામ કે ,
જ્યાં એકપણ જૈનનું ઘર હશે ત્યાં પણ આ આરાધના સુવિદિત હોય છે. મોક્ષનું સુખ શાશ્વત્ છે, અને તે સુખને પ્રાપ્ત કરાવનાર શ્રીનવપદજી પણ શાશ્વત્ છે. આ અઠ્ઠાઈઓમાં શ્રીનવપદજીની આરાધનાની બે અઠ્ઠાઈઓ પણ શાશ્વત્ છે આ અઠ્ઠાઈઓમાં દેવતાઓ પણ નંદીશ્વરદ્વીપે જઈ આણહ્નિકા મહોત્સવાદ કરી આત્માને પાવન કરે છે.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર સંસારવૃદ્ધિના મુખ્ય હેતુઓ શ્રીનવપદજીની આરાધનાથી રોકી શકાય છે, કેમકે એ આરાધનામાં કરાતાં અનુષ્ઠાનોથી સમ્યકત્વનું પાલન, અવિરતિનો ત્યાગ, કષાયોનો ઉપશમ અને ત્રણે યોગો (મન, વચન, કાયા)નું શુભ માર્ગે યોજના થાય છે. આથી નવીન કર્મો રોકાય છે, અનાદિસંચિત પૂર્વ કર્મો પણ નિર્ભરતા જાય છે અને તેથી આત્મા નિર્મલ થઈ સ્વ-સ્વરૂપ સંપ્રાપ્ત કરી શાશ્વ સુખનો ભોક્તા બની શકે છે.
શાશ્વત્ સુખને સમર્પનાર શ્રી સિદ્ધચક્રની સાધના સંખ્યાબંધ સાધકો સાથે સંધાય છે ત્યારે જે અપૂર્વ આનંદ આવે છે તે વચનાતીત છે. પરસ્પર પ્રોત્સાહન મળે છે અને જગતના જીવોને પણ પ્રભુશાસનનો શ્રેષ્ઠ સંદેશ આ રીતે સહજ પાઠવી શકાય છે. જ્યારે તદન નાનાં નાનાં ગામડામાં પણ પુરતા ઠાઠમાઠથી નવપદજીની આરાધના થાય છે ત્યારે શહેરોમાં અતિ આકર્ષક આડંબરપૂર્વક તે આરાધના થાય તેમાં આશ્ચર્ય શું ? તેમાંય મુંબઈ શહેરમાં ભિન્ન ભિન્ન સ્થળના શ્રાદ્ધવર્યોનો નિવાસ હોય ત્યાંની સાધનાની ભવ્યતા, આકર્ષણ, ઉલ્લાસ વિગેરે માટે પૂછવું જ શું ?
મુંબઈમાં પણ નિરવધિ ઉલ્લાસપૂર્વક કાયમ થતી આ આરાધનામાં રસપૂર્વક ભાગ લેનાર તથા અનેક જીવોને તેમાં જોડનાર શ્રીયુત્ ચીમનલાલ જેસંગભાઈ પટવા (હાલ પૂજ્યપાદ મુનિ મહારાજ શ્રી ચંદ્રસાગરજી)ને પ્રસંગોપાત એવો વિચાર આવ્યો કે આસોની ઓળી તો ચાર્તુમાસમાં હોવાથી મુંબઈમાં જ કરવી પણ યદી દર ચૈત્ર માસે આ આરાધના જુદા જુદા તીર્થ સ્થળે કરવામાં આવે તો અનેક લાભ થાય. એ નિમિત્તે આરાધકોને ભિન્ન ભિન તીર્થની યાત્રા થાય, તીર્થ સ્થળોની
ભૂમિનું સ્પર્શન થાય નિકટભવિઓ તેની સારસંભાળ પણ લઈ શકે, દેશ દેશના સાધર્મિકોનો સમાગમ - થાય અને દિનપ્રતિદિન તે તે દેશમાં સાધકોની સંખ્યામાં સારો વધારો થાય, તથા તે તે પ્રદેશોમાં વિચરતા (જુદા જુદા) મુનિ મહારાજાઓની દેશનાનો લાભ મળે.