Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૮૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩ 'દેવી આવે છે, ભેદનીતિથી (કાલાવાલા રૂદન વિગેરેથી) કરગરે છે, જિનરક્ષિત દઢ રહે છે, જિનપાલિત મોહ પામી પાછું જુએ છે, જિનપાલિતનું મૃત્યુ થાય છે, જિનરક્ષિત સહીસલામત ઈષ્ટ સ્થળે પહોંચે છે તેવી રીતે નવદીક્ષિત સંસારીઓના કાલાવાલા તરફ નજર કરે અને ધ્યાન આપે તો પરિણામથી ચલિત થઈ જિનપાલિતની
માફક ચારિત્રથી ચુકે અને ભાવમરણને શરણ થઈ ચતુર્ગતિ સંસારમાં ડૂબે. પ્રશ્ન ૨૧૬- દીક્ષા લેવા આવનારા અનેક રીતે (સર્વથા) તૈયાર હોય છતાં સાધુ દીક્ષા ન આપે ને તે સાધુ
ઉમેદવારને જેટલા સમય સંસારમાં રોકાવાનું કહે તેટલા સમયનું પાપ લાગે કે નહીં? સમાધાન લાગે છે. પ્રશ્ન ૨૧૭- પોતાની દીક્ષા આપવાની તેવી શક્તિ ન હોય તો ? સમાધાન- આશ્રવનો નિષેધ નહીં કરવા રૂપ અનુમોદન પાપ લાગે છે, શક્તિ કેળવવી જોઈએ. પ્રશ્ન ૨૧૮- શક્તિ ન કેળવી હોય અને ન આપે તો ? સમાધાન ન આપનાર અત્યંત બળાપો કરે ત્યાં સુધી સમ્યકત્વ રહે અને બળાપો કરનારને ન
દિક્ષા લેનાર તરફની સંસારની પાપ પ્રવૃત્તિની. અનુમોદના લાગે, પણ જેઓ બળાપા
કરતા નથી, કરનારની નિંદા કરે છે તેઓ સમ્યકત્વથી પણ પતિત થઈ જાય છે. પ્રશ્ન ૨૧૯- યથાશક્તિ શબ્દ કયા પ્રસંગે જોડાય ? સમાધાન-. નિર્જરાના સાધનમાં શક્તિ વિચારાય, પણ પાંચમહાવ્રતને અનુસરતી દીક્ષાના સંબંધમાં
શક્તિના વિચારની જરૂર નહોય, અર્થાત્ યથાશક્તિ શબ્દનો પ્રયોગ કરાય તે ચાલે નહીં. પ્રશ્ન ૨૨૦
વૈરાગ્ય ક્ષાયોપથમિક કે ક્ષાયિક જોઈએ (દીક્ષા લેનારમાં !) દીક્ષા લેવા આવનાર પક્કો
હોવો જોઈએ કે નહીં ? સમાધાન- તેરમા ગુણઠાણા વગર બધે વૈરાગ્ય ક્ષાયોપથમિક હોય છે, અને તેથી દીક્ષા લેવા
આવનારા કાચા જ હોય. સત્સંગથી પરિણામ વૃદ્ધિએ જ પાકા થાય. પ્રશ્ન ૨૨૧- ૧૮ દોષ સિવાય સંસારની પૂર્વસ્થિતિ ખરાબ હોય તેવા માટે થોભવાનું ખરું કે નહીં? સમાધાન- ના ! જરાયે નહીં!! પડવાના નિશ્ચિત ભયવાળા નંદિષેણ, મરીચિ, આર્ટિકમાર વિગેરેને
ભગવાને પોતે દીક્ષા આપી તો અમારાથી તો હરેક સમયે કોઈને પણ આપી શકાય
એમાં વાંધો શો ? પ્રશ્ન ૨૨૨- બાધા શું કામ કરે ? સમાધાન- રાજ્યના સામાન્ય સિપાઈ, બેલીફ અને સ્ટાપ વગર નિર્માલ્ય લ્હેણું વસુલ ન થાય
તો પછી અક્ષય ખજાનાની પ્રાપ્તિ માટે નિયમ-બાધા વિગેરેની બરોબર તૈયારી કેમ ન જોઈએ ?