Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૮૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩ પ્રશ્ન ૨૨૩- અન્ય કોમનો મનુષ્ય જૈનધર્મ અંગિકાર કરે તેને જાતિભેદ તરીકે સાધમિક વાત્સલ્યમાં
ન જમાડાય તે યોગ્ય છે ? સમાધાન- ધાર્મિક દૃષ્ટિએ એ યોગ્ય નથી. એ મનુષ્ય નવા ધર્મમાં જવાથી પોતાની કોમથી હડધૂત
થાય અને અત્રે પુરતું આશ્વાસન ન મળે એ અનુચિત છે, તેવી ગોઠવણની ખાસ જરૂર છે, પણ વ્યવહાર થઈ શકે તેવી જાતિ સાથે તે વખતે જાતિસંબંધ જોડાય તેમાં હરકત
નથી. પ્રશ્ન ૨૨૪- ઉપદેશ અને દેશમાં ફેર શું ? સમાધાન- સાધુ ઉપદેશ સુધી અધિકારી છે. આદેશનો પ્રસંગ થાય ત્યાં મન, વચન, કાયાથી કરવા,
કરાવવા, અનુમોદવાથી અટકે, ન અટકે તો વિરાધનામાં ઉતરવું પડે, કરવા લાયક છે
એમ કહેવું તે ઉપદેશ અને કર એમ કહેવું તે આદેશ. પ્રશ્ન ૨ ર૫- છ છીંડીથી સમ્યકત્વ રહે તો પછી તેવા કાર્યમાં દોષ શેનો ? • સમાધાન- પ્રતિજ્ઞાભંગ ન થાય. દોષ તો લાગે, કારણ કે અન્નત્યારણાભોગેણે આગાર રાખેલ હોવાથી
તે રીતે પચ્ચખાણ છે, છતાં પચ્ચખાણવાળો ઉપયોગ વગર વસ્તુ મોંમાં નાંખે તો
આલોયણ અપાય છે, તેવી રીતે છીંડીવાળાઓ ઉપયોગ રાખે તો પણ શુદ્ધિની જરૂર છે. પ્રશ્ન ૨૨૬- પંચાંગી સહિત સૂત્ર માનવાં એ શેમાં છે ? સમાધાન- શ્રી ભગવતીજી સૂત્ર ર૫મું શતક ૩ જો ઉદેશ, શ્રી ઠાણાંગજી, શ્રી અનુયોગદ્ધ, શ્રી
પ્રતિમાશતક. વગેરામાં પંચાંગી માનવાનું સ્પષ્ટ કહેલ છે. પ્રશ્ન ૨૨૭- વ્યાકરણ, કાવ્ય અને કોષનું પઠન કર્યા વગર શાસ્ત્રના અર્થો કરવાથી શું મૃષાવાદ દોષ
લાગે ? સમાધાન- હા, વ્યાકરણ, કાવ્ય અને કોષ વિગેરે ગ્રંથનું પઠન (અભ્યાસ) ન કર્યું હોય, કથંચિત્
કરેલ હોય પણ તેના નિયમો ઉપસ્થિત ન હોય અને શાસ્ત્રના અર્થો અથવા તેની ચર્ચા કરે તો મૃષાવાદ દોષ લાગે. સાચો અર્થ પણ જો વ્યાકરણ, કાવ્ય, કોષ પરિભાષા કવિઓની રૂઢીઓ ધ્યાનમાં રાખીને કરે તો જ મૃષાવાદથી બચે, માટે મૃષાવાદવિરમણ
મહાવ્રતના ખપીએ ઉપરની હકીકત ખાસ ધ્યાનમાં લેવા લાયક છે. પ્રશ્ન ૨૨૮- સ્વદર્શનીઓ ને પરદર્શનીઓ તરફથી થતા ઉપદ્રવો સહન કરવાથી જૂનાધિક નિર્જરા
થાય છે એ બિના કયા ગ્રંથમાં છે ? સમાધાન- શ્રી જ્ઞાતાજીસૂત્રના મૂલમાં આરાધક અને વિરાધકની ચૌભંગી નીચે પ્રમાણે કહી છે,
તે ઉપરથી નિજની ન્યૂનાધિકતા જણાશે.
જે સાધુ અથવા સાધ્વી સ્વદર્શની (જૈનધર્મી) તરફથી થતા તમામ ઉપસર્ગો સહન કરે અને પરદર્શની (અન્યદર્શનવાળા માત્ર)ના ઉપદ્રવો સહન ન કરે તો વધુ આરાધક અને અંશે વિરાધક થાય.