Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૮૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩ સમાધાન- હા, બાંધે. પ્રશ્ન ૨૦૫- બારે દેવલોકમાં વનપતિ અને જ્યોતિષમાં પ્રતિમાઓનાં માન સરખાં છે કે ચૂનાધિક? સમાધાન- ત્યાં જઘન્યમાં સાત હાથ, અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્ય પ્રમાણવાળી મૂર્તિઓ હોય છે. પ્રશ્ન ૨૦૬- દિગમ્બરની માન્યતા શી છે? અર્થાત્ મુખ્યતયા ભેદ શો છે? સમાધાન- દિગમ્બરોની મુખ્ય માન્યતા એ છે કે સ્ત્રીને સ્ત્રીલિંગપણામાં સિદ્ધિ નથી, કેવળી આહાર
કરે નહીં, દેશનાને ધ્વનિ માત્ર માને છે. શાસ્ત્રોમાં વર્તમાન તીર્થકર કે ગણધરનું કાંઈ
નથી એમ માને છે, ઉપકરણ માનતા નથી. અર્થાત્ ઉપકરણ ને અધિકરણ માને છે. પ્રશ્ન ૨૦૭- સમ્યકત્વ પછી નવકારમંત્ર ગણે તો કેટલા સાગરોપમ તૂટે? અને સમ્યકત્વ વગર ગણે
તો કેટલા સાગરોપમ તૂટે? સમાધાન- સ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્રમાં નથી. પ્રશ્ન ૨૦૮- મોક્ષના ધ્યેયથી થતું ચારિત્ર ભાવચારિત્ર જ છે, પણ પૌદ્ગલિક ઇચ્છા આવી જાય
તો શું ભાવચારિત્ર નથી ? સમાધાન- આત્મકલ્યાણનું ધ્યેય ચૂકીને જો પગલિક ઈચ્છા થાય તો તે દ્રવ્યચારિત્ર કહેવાય,
મોક્ષમાર્ગના ધ્યેયથી આહાર ઉપાશ્રય, ઉપધિ, વિગેરેની ઇચ્છાએ અગર તપશ્યાદિકે
કરીને શરીરસંઘ આદિનું રક્ષણ માટે કરાય તે દ્રવ્ય ચારિત્ર કહેવાય નહીં. પ્રશ્ન ૨૦૯- શું પુણ્ય એ વસ્તુતઃ વળાવા રૂપ છે, અને જો વળાવા રૂપ હોય તો ઝંખના કરવી તે
સ્થાને છે ? સમાધાન- મોક્ષના ધ્યેયવાળો સંવર નિર્જરા માટે નિરંતર ઉધમી હોય અને તેને યોગ્ય પુણ્ય પ્રકૃતિ
આપોઆપ આવે છે. રાજાનો સંઘ નીકળ્યો એમ સાંભળીને જેમ લોકો ગામેગામ સગવડ કરે અને સર્વસરંક્ષણ વગર માગે મળે, મોક્ષના ધ્યેય વગરના તથા મોક્ષની લાયકાત વગરના ભવ (દેવતા નારકી વિગેરે)માં રહેલા જીવોને મનુષ્યપણાદિકના કારણભૂત પુણ્ય પ્રકૃતિની ઝંખના જરૂરી છે, જેમ નજીવા માણસના સંઘમાં વળાવા, તેમજ બીજી સગવડોની પહેલેથી જ ગોઠવણની જરૂર પડે છે. તેવી રીતે સંવર
નિર્જરાના ધ્યેય વગરના લોકો પુણ્યરૂપ વળાવાની ઝંખના કરે છે. પ્રશ્ન ૨૧૦- અજ્ઞાનતાથી લીધેલી દીક્ષામાં લાભ શો? સમાધાન- અજ્ઞાનતાથી ગોળ ખાય તો પણ ગળ્યો લાગે, અણસમજથી ઝેરને તિલાંજલિ આપે
તો જીવે, તેવી રીતે અજ્ઞાનતાથી પણ કલ્યાણકારી દીક્ષા જરૂર ફાયદો કરે છે. પ્રશ્ન ૨૧૧. દુઃખગર્ભિત વૈરાગ્ય કોને કહેવાય અને તે નિરૂપણ કયા શાસ્ત્રમાં છે?