Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૭૩
તા. ૨૫-૧-૩
, , , , , , , , ,
શ્રી સિદ્ધચક્ર શ્રી શંવેશ્વર પાર્શ્વનાથાય નમ:
“આગમોદ્ધારકની અમોઘ દેશના”
સમ્યક્ત્વ. . ચમત્કાર તરફ નજર નાંખનારાઓએ મૂળ કારણની મહત્ત્વતા સમજવાની જરૂર છે!
શું નવકારમંત્રમાં દર્શનાદિ ચાર પદની આરાધના છે? વસ્તુસ્થિતિ વિચાર્યા વગર વલખાં મારનારાઓ શું કરે છે?
ભવનિર્વેદ' એ શાસન મહેલની પીઠિકા છે. દેશવિરતિ ધર્મ નહીં પામેલો એવો અસંખ્યાતમો ભાગ સિદ્ધિમાં બિરાજે છે !!
-
*
सव्वन्नुपणीयागमपयडियतत्तत्थसहहणरुवं ।
दंसण रयणपईवं निच्चं धारेह मणभवणे ॥ શ્રીપાલ રાજાની સાહ્યબી શાને આભારી ?
છે. શાસ્ત્રકાર મહારાજ શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપકારને માટે શ્રીપાલ # # ' મહારાજનું ચરિત્ર જણાવતાં ફરમાવે છે કે એ ભાગ્યવાનને જે કાંઈ રિદ્ધિ સિદ્ધિ સાંપડી, અર્થાત્ કહોને કે સદંતર ભાગ્યનો પલટો થયો તે શ્રીનવપદની આરાધનાને આભારી છે. પહેલાં તો પ્રાણરક્ષાર્થે કોઢિયાના ટોળામાં ભળવું પડ્યું છે, આખુંએ શરીર કુષ્ઠરોગે-વ્યાપ્ત થવાથી કોઈ સ્પર્શ પણ ન કરે, અરે ! સામું પણ ન જુએ, આવી પરિસ્થિતિ હતી તે પલટાઈ ને આશ્ચર્યમાં ગરકાવ કરે તેવી સુખ સાહેબી, સુંદર સ્ત્રીઓ, આજ્ઞાંકિત સેવકો, જ્યાં જાય ત્યાં વિજય પ્રાપ્તિ, મોટા મોટા રાજાઓ પણ સ્વયં તાબેદારી સ્વીકારે એવું ઐશ્વર્ય, આ બધું ડગલે ને પગલે સામે આવીને શાથી મળ્યું? શ્રીનવપદજીની આરાધનાથી એ અદભુત આશ્ચર્યમય ઘટના બની છે. દુન્યવી દ્રષ્ટિએ આશ્ચર્યમય દેખાતી ઘટના શ્રીનવપદજીની આરાધનાથી સહજ સિદ્ધ થાય છે અને એ વાત શ્રીપાલ મહારાજાના દ્રષ્ટાંતથી સુપ્રસિદ્ધ છે. આજે આપણે ચમત્કાર તરફ નજર નાંખીએ છીએ, પણ મૂળકારણની મહત્તા તરફ તેવી નજર કરતા નથી. નવપલ્લવિત ખેતરને જે જોયા કરે પણ નવપલ્લવપણાના કારણભૂત વરસાદ કે ખેતીને ન જુએ તેની અક્કલ કેવી ગણવી? જ્યાં સુધી