Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૭૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
નવલકથાઓ લખવા જતાં જાતેજ હડધૂત બન્યા. આવું આવું તો કેટલુંયે ક્યું ! ત્રણ જગતના નાથના વરઘોડામાં પણ એ બે શરમાઓએ “શેઈમ, શેઈમ'ના પોકારો કર્યા એટલું જ નહીં પણ કાચ અને પથ્થરો ફેંકવા સુધીની કરપીણતા આદરી ! અરે એને વિષે કેટલુંક કહીએ ! પેટભરા ઇતર પત્રકારો મારફત પણ પ્રભુ શાસનને વગોવવામાં પોતાના પાપોનો મજબૂત ફાળો નોંધાવ્યો છે. આજે દીક્ષા બંધ કરાવવાના તથા સાધુને જેલના સળીયા પાછળ સંડોવવાના કાયદા ઘડાવવા તૈયાર થયેલ પણ એના એ જ છે!
એમાંનાની જ પ્રેરણાથી આજે “અયોગ્ય-દીક્ષા' નામે નાટક ભજવી દુનિયામાં પરમકલ્યાણ પ્રદ દીક્ષાદેવીની લા લૂટાવવાનો પ્રયત્ન થઈ રહેલ છે. અફસોસ! “પી ન શકું તો ઢોળી નાખું એ હદે ચડેલાં ધર્મ શત્રુઓની બદદાનતને હજારો ધિક્કાર હો ! એ પ્રયત્નમાં વિસનગર, પાલનપુર, પાટણ, ભાવનગર, અમદાવાદ વિગેરે સ્થળે નાસીપાસી મળ્યા છતાં પણ શ્વાનની પૂછડી માફક એવાઓ આજે એ માટે મુંબઈમાં મોરચા માંડે છે ! પૂર્વે શ્રી નેમ અને રાજમતિના ખેલ માફક પરિણામ તો એના પલ્લામાં જ દેખાય છે ! પણ ખેદ જ એ થાય છે કે ઉત્તમ કુલમાં અવતરેલા છતાં કઈ સ્થિતિમાં દેખાવા મથે છે ?
અસ્તુ ! પણ આ બધું શાથી? દેવેંદ્રગણને પૂજ્ય શાસન પ્રત્યે, એના ઉપાસકો હજારોની સંખ્યામાં વિદ્યમાન છતાં આટલી હદ સુધીનાં આક્રમણો !! માનવરૂપે રહેલા દાનવોનું સત્યધર્મના ઉપાસક માનવ દેવો સામે આટલે સુધી તોફાન ! જેઓ દેવ, ગુરુ, ધર્મ દીક્ષા અને શાસ્ત્રને પરમ તારક માને છે, એની ઉપાસના તન, મન અને ધનથી પણ કેવળ મોક્ષ માટે જ કરે છે, અરે ! એમાં જ પોતાનું તથા જગતનું (વિરોધિ સુદ્ધાનું) કલ્યાણ માને છે તેઓ આવા લોકોત્તર માર્ગના બચાવ અર્થે સર્વસ્વ ભોગે સદાકાળ તૈયાર રહેલા છે, રહે છે અને શાસન જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી રહેવાના જ છે અને ધાર્મિક લાગણીને સન્માનની નજરે જોનાર કાયદાનો ધર્મ વર્ગને અવશ્ય આશ્રય છે છતાં આવા હલકટ પ્રયત્નો આટલી હદે પહોંચ્યા શાથી? કહેવું જ પડશે કે ધર્મજનોની કાયરતા અને અતિશય સહૃદયતા!
જ્યારે જ્યારે કોઈપણ પ્રસંગ ઉગ્રરૂપે દેખાય છે ત્યારે જરૂર પ્રયત્નો તો થાય છે પણ તે પ્રારંભથી તો નહીં જ અને પછી પણ થીંગડાં રૂપે જ થવામાં કાયરતા એ જ કારણભૂત છે.
કેટલીયે વાર હાર્યા છતાં પણ એવા તરફથી ચાલુ ચિત્ર વિચિત્ર વિપ્લવો ઊભા થયા જ કરવાના. શાસનના સાચા રસિકો મુખ્ય કારણોને દૂર કરે ! ગુમડામાં વારેવારે રસી ભેળી થાય છે અને તેથી તે ફરી ફરી ઊપસે છે માટે શાસનરૂપ શરીરની સુંદર સ્વસ્થતાની ખાતર ગુમડા ના સંડાને તો દૂર કરે જ છૂટકો ! અરે ! એટલું જ નહીં પણ ગુમડું થવાના મૂળ કારણરૂપ લોહી વિકારને મટાડે જ છુટકો! કારણ એ જ કે લોહી સુધાર્યા વિના, સેંકડો મલમ પટીઓથી ગુમડાં સદંતર તો મટવાનાં જ નથી.