Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૭)
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩ આથી તો એ ત્રણેને સાંગોપાંગ દૂર કરવાથી અથવા તો નિર્મૂળ કરવા વડે જ પોતાનો માર્ગ મોકળો થઈ શકે એવી પરમ પાપોદયે એની માન્યતા છે. વારંવાર પરાજય પામવા છતાંયે પોતાની નીચ મનોકામના જે સર્વથા અશક્ય છે છતાંયે તે સફળ કરવા આકાશ પાતાળ એક કરી રહેલ છે. પથ્થર જેવા કઠણ કાળજાં પણ એની કાર્યવાહીના શ્રવણ માત્રથીયે કંપી જાય ! કલ્પી પણ ન શકાય તેવી કૂટમાં કૂટ પ્રવૃત્તિ આચરવામાં પણ એણે કશી કમીના રાખી નથી.
દેવદ્રવ્ય ઉચાપત કરવું, ધર્માનુષ્ઠાનોને ધતિંગ કહેવા, વિધવાવિવાહનો પ્રચાર કરી પરમાર્થના નામે વ્યવસ્થિત વ્યભિચાર ફેલાવવો, પોતે અભક્ષ્ય ભક્ષણ, અપય પાન, રાત્રિભોજન તથા અગમ્યગમનાદિ અનાચારોની રમૂજમાં રંગાયેલાઓ પોતાના જેવી જમાત વધારવા, વ્રતાદિ કરનારની પણ ઠેકડી કરતાં જરાય અચકાયા નથી ! શિક્ષાદાતા સદુપદેશકો પ્રત્યે પણ આક્રોશ, ગાલિપ્રદાનાદિ કરવામાં. યથેચ્છ પ્રવૃત્તિ માત્ર પર કાપ મૂકનારાં શાસ્ત્રોને ફતવા તથા હમ્બગ કહી અભરાઈએ મૂકવાનું તેમજ સળગાવવાનું પણ કહેવામાં એની જબાને (જીવ્યાએ) અલ્પ પણ આંચકો ખાધો નથી ! અરે ! ખૂદ શ્રી તીર્થંકર દેવને બવાખોર કહેવા, પૂર્વાચાર્યોને અંગારા કહેવા અને ત્યાગ માર્ગના સચોટ ઉપદેષ્ટા માત્ર પૂજ્ય આચાર્યવરો તથા મુનિવરો પર પણ ખોટાં કલંકો આરોપતાં નીચમાં નીચ મનુષ્યને પણ ન શોભે તેવું અશ્લીલ સાહિત્ય પ્રચારવા, શ્રેષ્ઠ દીક્ષાને જ દુનિયા સમક્ષ કરૂપ ચીતરવા, દીક્ષિતોને ચોમેરથી રંજાડવા અને આ શાસનના પ્રાણસમા પૂજ્ય મુનિવરો કે જેઓ પરમપંચપરમેષ્ઠિપદે વિરાજમાન છે તેમની ઉત્પત્તિ જ અટકાવવા, આદરેલા એના અનેક ઉત્પાતોએ તો પ્રલયકાળ પ્રવર્તાવ્યો છે. આવું જોઈ કયું જૈન હૃદય કંપે નહીં ? અત્યારે તેવાઓના પ્રત્યે ધમજનોની આંખમાં ઝળકતી લાલી તે તેના તેવા કારમા કૃત્યોનું જ કારણ છે એ વિલક્ષણ વર્ગે પોતાનાં જીવનસૂત્રો સફળ કરવા જે જે કર્યું તેમાં અદ્યાપિ પર્યત ધાર્યું ધૂળમાં મળ્યું છે એ જ અત્યારના પણ શાસન આરાધકોના આરાધનની શુદ્ધ પ્રતીતિ છે.
શાસન પ્રત્યે શત્રુતા એ જ જેની ગળથુથી છે તેવાઓ ન ફાવે છતાં જંપીને બેસે ખરા? પાપની પ્રવૃત્તિના સંસ્કાર રૂઢ થયા એટલે એ પામરો પણ પરાધીનજને ! ખરેખર હડકાયું શ્વાન જ્યાં ત્યાં બચકાં ભરવા ટેવાવાને પરિણામે જ બૂરી હાલતે મરે છે ! રસ્તે ચાલનાર મનુષ્યો સાવધ રહે તો બચે, અલ્પ પણ અસાવધ રહેનારને તો એના ભોગ બનવું જ પડે છે ! આજે ઉપર કહેલા વર્ગની કાર્ય પરંપરા પણ એવી જ પરિસ્થિતિ સૂચવે છે. જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ એ નીચતાની પરાકાષ્ઠાએ પહોંચે છે. કોર્ટમાં જુકા કેસો માંડતાં તે પોતે જ જુકા ઠર્યા, ભોંઠા પડ્યા, નિર્દોષ સાધુને હાથકડી પહેરાવી તત્ત્વદ્રષ્ટિએ તો શ્યામ થયા પણ ઉપસર્ગને એકાંત ક્ષમાપૂર્વક સહન કરનાર પૂજ્ય મુનિશ્રી નિર્દોષ તરીકે સન્માનપૂર્વક છૂટતાં, જગતમાં પણ એ જુફાઓ બુટ્ટા બન્યા, શ્યામરૂપે ચીતરાયા, હડહડતી જુકી જ