Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૭૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩ આરાધ્ય છે. સાધુપણામાં ઉપાધ્યાયપણું, આચાર્યપણું સિદ્ધપણું કે અરિહંતપણું નથી છતાંયે તે સ્વતંત્ર આરાધ્ય છે, તેવી રીતે ઉપાધ્યાયમાં અરિહંતપણું નથી, સિદ્ધપણું નથી, આચાર્યપણું નથી છતાંયે તે સ્વતંત્ર આરાધ્ય છે, એક એકના અભાવે પણ પાંચે પદ આરાધ્ય છે. પરમેષ્ઠિના પાંચ પદો સ્વતંત્રપણે સ્વસ્વરૂપે આરાધવા લાયક છે, પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપ એ સ્વતંત્રપણે આરાધ્ય નથી, શ્રી સુધર્મસ્વામિનું સમ્યગ્ગદર્શન ક્ષાયોપથમિક છે જ્યારે શ્રેણિકનું સમ્યગ્ગદર્શન ક્ષાયિક છે. કહો ! કોણ કોને વંદન કરે ? જો સમ્યકત્વ સ્વતંત્ર આરાધ્ય હોત તો ગણધરે શ્રેણિકને વંદન કરવું પડત, પણ તેમ નથી. ભગવાન શ્રી મહાવીરદેવના ચૌદ હજાર સાધુઓમાં અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે કેવળજ્ઞાની થોડા છે, બાકીના બધા મતિશ્રુતજ્ઞાનવાળા છે. જ્યારે સમકિતી દેવતા (ત્યાં રહે છે તે) દોડો છે તે અવધિજ્ઞાનવાળા છે. જો જ્ઞાન ગુણ સ્વતંત્ર આરાધ્ય હોત તો મુનિઓએ દેવતાને વંદન કરવું પડત. પણ તેમ નથી. અર્થાત્ દર્શન માફક જ્ઞાનપણ સ્વતંત્ર આરાધ્ય નથી દર્શન તથા જ્ઞાન તો સ્વતંત્ર આરાધ્ય નહીં એ જોયું. પણ ચારિત્ર સ્વતંત્ર આરાધ્ય ખરું કે નહીં? શ્રેણિકમાં તથા સમકિતી દેવતામાં દર્શન તથા જ્ઞાન છે પણ ચારિત્ર નથી. માટે તેઓ ચારિત્રવાળાને વંદન કરે છે. તેથી ચારિત્ર તો સ્વતંત્ર આરાધ્ય ખરું કે નહીં? હવે એ વિચારીએ ! ગણધરને ક્ષાયોપથમિક ચારિત્ર છે જ્યારે કેવળીને ક્ષાયિકભાવનું ચારિત્ર છે. તો ગણધરો કેવળીને વંદના કરે કે નહીં? ચારિત્ર સ્વતંત્ર આરાધ્ય હોય તો કરે, પણ તેમ નથી. ઊલટા કેવળી ભગવંતો “નો વિસકહી તીર્થને નમસ્કાર કરે છે. અને તે ગણધરની પાછળ બેસે છે. જો ચારિત્ર એ સ્વતંત્ર આરાધ્ય હોય તો શ્રા તીર્થકર સમક્ષ આ મોટો અન્યાય જ ગણાય કે ક્ષાયોપથમિક ચારિત્રવાળા ગણધરો આગળ બેસે અને ક્ષાયિક ચારિત્રવાળા કેવળીઓ પાછળ બેસે !! સિદ્ધ થયું કે ચારિત્રપણ એકલું (સ્વતંત્ર) આરાધ્ય નથી. વળી અભવ્યો તથા મિથ્યાષ્ટિઓને નવરૈવેયક સુધીની લાયકાત મેળવી આપનાર ચારિત્ર ક્રિયા છે, પણ તે અભવ્યાદિકો આરાધ્ય મનાતા નથી. જો ચારિત્રની ક્રિયા માત્ર સ્વતંત્ર આરાધ્ય હોત તો તેઓ આરાધ્ય ગણાય; પણ તેમ ગણાતા નથી. મિથ્યાદ્રષ્ટિ પણે અભવ્યપણે માલમ પડ્યા પછી તેના ચારિત્રવાળા છતાં કોઈ દિવસ આરાધ્ય ગણાતા નથી. હવે ચોથું તપપદ સ્વતંત્ર આરાધ્ય છે કે નહીં તે વિચારીએ ! ગૌતમસ્વામિ કરતાં ધનાજી વધારે તપસ્વી હતા. છતાં વંદન ધનાજી કરતા હતા કે ગૌતમસ્વામિ ? વંદના તો ગૌતમસ્વામિને ધનાજી કરતા હતા. માટે તપ પણ સ્વતંત્ર આરાધ્ય નથી. આવી રીતે પરમેષ્ઠિરૂપ પ્રથમનાં પાંચ પદો સ્વતંત્ર આરાધ્ય છે, પણ દર્શનાદિ ચાર પદો સ્વતંત્ર આરાધ્ય નથી. નવકારમાં પાંચ પરમેષ્ઠિમાત્રને કેમ લીધા અને નવપદમાં દર્શનાદિ પણ કેમ લીધા તે આથી સમજાશે. પાંચે પરમેષ્ઠિનું પૂજ્યપણું દર્શનાદિ ચારને કારણે છે. પાંચમાંથી એક પણ પદ દર્શન, જ્ઞાન, ચારિત્ર કે તપ વગરનું હોતું નથી. તપમાં છેવટે સમ્યગુપ્લાનરૂપ તપ પણ હોય છે. પાંચે પદને આરાધીને દર્શનાદિ ચારેગુણો, પ્રાપ્ત કરવાના છે, જેમ આંબા (આમ્રવૃક્ષ) પાસેથી આશા પણ કેરીની છે (લેવી પણ કરી છે) અને આંબો પોતે પણ કેરીથી ઊભો થયો છે, તેવી રીતે અહીં પરમેષ્ઠિ પોતે દર્શનાદિથી પરમેષ્ઠિ બન્યા છે અને તેઓને આરાધી જે આપણે લેવાના છે તે જ દર્શનાદિ ચારે ગુણો !!! સમ્યગુદર્શનનું સ્વરૂપ.
આંબાને પાણી પાવા છતાં જેનો ચૈત્રમાસ ચક્રાવામાં જાય તેને ફલ શું મળે !, તેવી રીતે