Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૪૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩ ડહોળનારા ડોઢડાહ્યા વર્ગમાંથી પણ આવા નાટકની વિરુદ્ધ સૂર નીકળ્યો એ જ બતાવે છે કે જૈનો આવા નાટકોથી કેટલા વિરુદ્ધ છે ! બેશક ! આવા પરિણામ પણ પોતાના પ્રમાદને જ આભારી છે એ વાત આ ખળભળી ઊઠેલા વર્ગની જાણ બહાર નથી જ. વારંવાર આવતા આક્રમણો સામે પૂરતો પ્રતિકાર નહીં કરી થીંગડાં દઈ નિભાવી લેવાથી જ ફરી ફરી આવા પ્રસંગો ઉપસ્થિત થાય છે એમ સારી રીતે જાણ્યા પછી પણ કટોકટીના વખતે કાયર થવું કેમ પાલવે ? જેઓની રગમાં ધર્મમય રૂધિર વહન થતું હોય તેઓ આવી અવહેલના સાંભળી પણ શી રીતે શકે? સમાજમાં મચેલા મોટા ખળભળાટની ખબર મળતાં જ, ભાંગવાડી થિયેટરના માલિક શેઠ હરગોવનદાસ જેઠાલાલે, નવયુગ કંપનીના માલિકને પોતાની રંગભૂમિ આપવાની સાફ ના સંભળાવી દીધી. આથી નાટકકાર મી. વર્માની, તે દિવસે તથા તે સ્થાને (નિયત કર્યા મુજબ) નાટક ભજવવાની મુરાદ તો માટીમાં મળી ગઈ !
આ વખતે પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજી મુલુંડ વિરાજમાન હતા. તેઓશ્રીની સ્થિરતા હાલ તુરત તેટલામાં જ થવાની હતી પણ આ સમાચાર સાંભળતાં જ તેઓશ્રી પોતે, પોતાના શિષ્ય પ્રશિષ્યાદિ બહોળા પરિવાર સાથે, લાંબો વિહાર કરી અત્રે (લાલબાગ-મુંબઈ) પધાર્યા અને બીજી જ સવારે આ પ્રસંગને અંગે જ, સેંકડો શ્રોતાઓ સમક્ષ જાહેર વ્યાખ્યાન આપ્યું જેમાં દીક્ષાનું સ્વરૂપ, દીક્ષા અયોગ્ય હોઈ શકે કે કેમ ?, નાટકનું સ્વરૂપ, આવા ઉત્પાતોનું મૂળ શું છે ? તેનો પ્રતિકાર કેવી રીતે કરવો વિગેરે તમામ વાતોનું ખુલ્લા સ્વરૂપમાં નિરૂપણ કરી, નાટક બંધ કરાવવાની આવશ્યક ફરજ સમજાવી હતી.
આવા પ્રસંગે જાહેર પ્રજાનો અવાજ ઉગ્ર સ્વરૂપે પ્રગટયા વિના રહેતો જ નથી અને તે મુજબ શાસનની નાલેશી કરવા માટેના જ આવા નાટકો પ્રત્યે સન્ત તિરસ્કાર જાહેર કરવા ખંભાતના જાણીતા વયોવૃદ્ધ ધર્મનિષ્ઠ શ્રાદ્ધવર્ય શેઠ કસ્તુરભાઈ અમરચંદના પ્રમુખપણા નીચે, હીરાબાગમાં જૈનોની એક જંગી જાહેર સભા (સંયુક્ત સાત મંડળો તરફથી) મળી હતી. જૈન સમાજની નાટક માટે શી માન્યતા છે તેને જણાવનારું. પ્રાસંગિક કાવ્ય ભીખાભાઈ છગનલાલે સંભળાવ્યું હતું, જેમાંની અત્રે માત્ર આઠ લીટી વસ્તુ સ્વરૂપની જાણ ખાતર આપીએ છીએ.
ભાગવતી દીક્ષા વિગેરે નાટકો ભજવાયજો ! જૈનો જગતમાં છે નહીં ! સાબીત એવું થાય તો ! સંતાન જેનાં જીવતાં તેનું જગત ચોગાનમાં, અપમાન નાટકીયા કરે એ સંભવિત શું સ્વપ્નમાં ?