Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૫૦
તા. ૧૧-૧-૩૩
શ્રી સિદ્ધચક્ર .
श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः આગમોદ્ધારકની અમોઘ દેશના”
માર્ગસ્થ અને માર્ગ ભૂલેલાઓમાં જન્મ અને મરણના ભયની તારતમ્યતા !!! બાવળીયા વાવતાં વિચારે નહીં અને કાંટાથી કંપે એ મુર્ખ શિરોમણિ છે !
મરણથી ડરવા કરતાં જન્મથી ડરો.
(નોંધઃ- લાલબાગ, ભૂલેશ્વર, જૈન ઉપાશ્રય-પોષ સુદ-૬ને સોમવાર તા.ર-૧-૩૩ના રોજ સ્ટા. ટા. ૯-૩૦ આપેલું વ્યાખ્યાન.)
प्राप्तः षष्ठं गुणस्थानं, भवदुर्गाद्रिलंघनं । लोकसंज्ञारतो न स्यान्मुनिर्लोकोत्तरस्थितिः ॥१॥
નારકીઓ મરણને પણ શાથી ઇચ્છે છે?
વિશ્વવંદ્ય વીર વિભુના શાસનને શોભાવનાર સમગ્ર શાસ્ત્રવેત્તા શાસન સંરક્ષક ન્યાયાચાર્ય @ # મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજજી જ્ઞાનસાર અષ્ટકની રચના કરતાં
સૂચવે છે કે આ જીવ અનાદિ કાળથી સંસારમાં રખડે છે.
રખડવાનું મન નથી છતાં કેમ રખડે છે? એ કારણની વિચારણા કરતા શાસ્ત્રકાર સમજાવે છે કે જીવ પોતે પોતાને ઓળખતો નથી તેથી તે રખડે છે. દેવતા તથા મનુષ્યને જેમ આયુષ્ય વધારે તેમ તેને સુખની સામગ્રી વધારે મળવાની પણ નારકી તથા તિર્યંચને જેમ આયુષ્ય વધારે તેમ દુઃખ વધારે અનુભવવાનું છે. નારકીના જીવોને પરસ્પરની, ક્ષેત્રની તથા પરમાધામીકૃત એવી પીડા હોય છે ને તેથી તેને “ક્યારે મરું?' એવી ભાવના થયા કરે છે. તિર્યંચને મરવાની ભાવના થતી નથી. નરકનું સ્થાન એ પરમ દુઃખનું સ્થાન છે. ત્યાંથી મરીને એથી વધારે દુઃખમાં ઉપજવાનું બીજું કોઈ સ્થાન જ નથી. નારકી મારીને નારકી થતો જ નથી, આથી “અહીંથી મરું તો છૂટું' એ ભાવના થાય એ બનવા જોગ છે. મનુષ્ય કે તિર્યંચ મરે એટલે દુઃખથી છૂટે એમ નથી, અને માટે તો દુઃખનાં ગંજ પણ તૈયાર છે. મરીને ઓછા દુઃખવાળા સ્થાનમાં જાય એવો નિયમ નથી, જ્યારે નારકી માટે તો ચોક્કસ છે કે