Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ટાઈટલપેજ ચોથાનું અનુસંધાન) પણ કહેવાતો કેળવાયેલો છતાં યે કાયરતાની તાલીમ પામેલો વર્ગ આજે કંપે છે, જ્યારે શાસન સેવામાં
ઓતપ્રોત બનેલો વર્ગ વિજયવરમાળ પહેરવાના અનેરા ઉત્સાહ અને અમોઘ અભિલાષા વડે એ જ સંગ્રામમાં મોખરે આવી ઊભો રહે છે. એ પણ ખરેખર ધર્મ રંગની રસિકતા છે !!!
ઉપર્યુક્ત બને વર્ગની ભૂમિકાને તે તે દિશાની યુધ્ધ ભુમિ તો કહી શકાય પણ શાંતિ અને સમાનતાના સૂર સિવાય જૈન શાસનમાં બીજું કાંઈ જ નથી એવું બોલનારાઓને એ બન્ને પ્રકારના રણવીરોની દિશાઓ તો જુદી જ છે એ સાદી બીના પણ સમજાતી જ નથી. આત્મઋદ્ધિનો અખૂટ ખજાનો પ્રાપ્ત કરવાની ભાવનાવાળા દરેકે દરેકને એ પુરાતની પ્રબળ કર્મ શત્રુઓ સામે અજબ શુરાતન દાખવવા સમતારૂપી પ્રબળ શસ્ત્ર વડે જ પ્રભુ શાસનની એ સનાતન યુધ્ધ ભુમિમાં ઊતરવાનું છે, અને એથી કરીને તો એ યુદ્ધ ભુમિનું નામ સંવેગની સમરાંગણ ભૂમિ છે. !!!
જેને જેને કર્મરાજાની કારમી કાર્યવાહીની કનડગતથી પોતાની અક્ષય ઋદ્ધિ હાથ ન આવતી હોય તે દરેકને આ યુદ્ધ ભૂમિ પર લડવું જ પડે છે. એ સમરાંગણ ભૂમિ પર અંશે અંશે દેશવિરતિ અને સર્વથા તો સર્વ વિરતિના સંપૂર્ણ સ્વાંગધારી શ્રી તીર્થકર દેવો, ગણધર મહારાજાઓ તથા કેવળી મહારાજાઓ એ સર્વોત્તમ લક્ષ્મીરૂપ વિજ્યની વરમાળા વરે છે !!
જીવ્યા કરતાં જોવું ભલું” આ નાની છતાંયે અર્થ ગાંભીર્યતા પૂર્ણ કહેવતની યથાર્થતાને સંપૂર્ણતયા તો ખરેખર આ સંવેગની સમરાંગણ ભૂમિનું અલૌકિક દિવ્ય દર્શન જ ચરિતાર્થ કરે છે. સંસાર એટલે રખડવાનું અજોડ સ્થાન ? સંસારીઓ એટલે રખડપટ્ટીના આગેવાન સલાહકારો? સંસારની રસિકતા એટલે રખડપટ્ટીને સુદ્રઢ બનાવનારો રંગ-(ચોળમજીઠ)! સંસાર સંબંધી પદાર્થોની પ્રાપ્તિ માટેનો જ જે ઉદ્યમ એટલે રખડપટીને ચાલુ ટકાવવાનો કારમો ઉદ્યમ !!! આ બધી બાબતનો નિયતકાળ આ બધી બાબતનો નિયતકાળ આ સંવેગની સમરાંગણ ભૂમિના દિવ્ય દર્શન પછી સાત કે આઠ ભવ બહુ તો અર્ધપુદ્ગલ પરાવર્ત અને ઓછામાં ઓછો અંત મુહૂર્ત જ હોઈ શકે છે.
| (આગમોદ્ધારકની અમોઘ ઉપાસનામાંથી)
ચંદ્રસા. આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.