Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૫૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩ અધિક છે. એવા દેવતાઓ અસંખ્ય યોજન દૂર તમસ્કાયમાં જાય છે. અહીં તો ચોરી વિગેરે રાત્રે, સંધ્યાકાળે એકલદોકલ માણસ હોય ત્યારે અથવા રાજાના રક્ષણની બહારના સંયોગોમાં થાય છે ત્યારે દેવલોકમાં તો ભરસભામાંથી ખૂદ ઇદ્રની ચીજો ઉઠાવી જનારા પડયા છે ! એક વખત ઇદ્ર સભામાં વિરાજમાન છે. તેમનો ઉપયોગ મૃત્યુલોકમાં જતાં ત્યાંની કાંઈક આશ્ચર્યમય ઘટનાથી મસ્તક ધુણાવે છે, તે વખતે શિરધુનનથી પડી ગયેલો મુકુટ પાસેનો દેવતા લઇને નાસી જાય છે. ઇદ્ર વજથી એને મારે છે, મુકુટ પાછો મેળવે છે. એ વાતથી કહેવાનું તાત્પર્ય એ છે કે આવી દુષ્કતમાં હિંમતવાળા દેવો દેવલોકમાં પણ છે. આવા દેવોને તમસ્કાયના અંધારાનો આશ્રય ગોતવો પડે છે. તમસ્કાયનું અંધારું એવું ગાઢ છે કે જ્યાં અવધિજ્ઞાનનો ઉપયોગ પણ મુશ્કેલ થઈ જાય છે. હવે તે તમસ્કાયમાં રહેલું અંધારું પણ જેને ગરજ હોય તેણે અસંખ્યાત જોજન દોડીને જવું પડે છે. આથી સ્વર્ગમાં અંધારું શોધ્યું પણ જડતું નથી એ વાત બરાબર છે. પલ્યોપમ તથા સાગરોપમના આયુષ્યવાળા દેવો કે જેઓએ અંધારાને જોયું જ નથી, તેઓ જ્યારે આવી અંધારકોટડીમાં પોતાને ઊપજવાનું તથા સવાનવ માસ રહેવું પડશે એમ જાણે ત્યારે તેમને શું થાય એ વિચારો ! વળી આવી ગટરમાં, આવી અંધારકોટડીમાં, આટલો વખત રહેવાનું પણ કેવી રીતે ? રહેવાનું નહીં પણ લટકવાનું ! ઊંધે માથે લટકવાનું !! ઝેર ખાધેલા મનુષ્યને કે ડૂબેલાને ઊંધે માથે લટકાવે છે તે જોયું હશે માત્ર અરધો કલાક લટકાવે તેમાં શી દશા થાય? પહેલાં ઊલટીઓ થાય, પછી આંતરડાં તથા આંખો નીકળે ! તિર્યંચોનાં ગર્ભસ્થાન તો તિરછાં રહેવાય તેવાં છે જ્યારે મનુષ્યોને જ ગર્ભમાં ઊંધે માથે લટકવું પડે છે. શાસ્ત્રકાર કહે છે કે
तं सुरविमाणविभवं चिंतिय चवणं च देवलोगाओ ।
___ अइबलियं चिय हिययं सहसक्कर जं न फट्टेइ ॥
અર્થ- તે સુર દેવવિમાનના વિભવને ચીતવીને અને દેવલોકથી ચવવાનું દેખીને ખરેખર અતિ બલિષ્ઠ એવું હૃય છે કે જે સેંકડો ટુકડા થઈને ફાટતું નથી.
ભાવાર્થ- દેવતાઈ ઠકુરાઇ, પારાવાર રિદ્ધિ સમૃદ્ધિવાળા દેવો પોતાની આવી કરુણ દશા, પોતાનું આવું નિંદભાવિ નજરે નિહાળે છે છતાં એનું કાળજાં સેંકડો કટકા થઇ ફાટી જતું નથી માટે વજથીયે કઠણ છે, એવી વેદનાથી મનુષ્ય તો જીવી પણ શકે નહીં મરણથી ડરવું એ માર્ગ-ભુલેલાની દશા છે.
એકેદ્રિયથી પંચેન્દ્રિય પર્વતના તમામ પ્રાણી મરણથી ડરે છે, દેવો પણ ડરે છે, થરથરે છે! આપણે પહેલાં જોઈ ગયા કે નારકી મરણને વહાલું ગણે છે પણ તેય મરણ રૂપે નહીં પરમાધામી કૃત, ક્ષેત્રજન્ય તથા પરસ્પરોત્પન્ન દુઃખ એવું છે કે ખસેડ્યું ખસતું જ નથી માટે મરણને ઇચ્છે છે પણ એ જીવોનેય મરણ મરણરૂપે (સ્વરૂપે) વ્હાલું નથી. દરેક ગતિમાં એક પણ જાતિમાં મરણથી ડર્યા વગરનો જીવ નથી, આ વાત સિદ્ધ થાય છે. નારકી પણ દુઃખથી ત્રાસીને બુમાબુમ કરે છે કે “અમને કોઈ બચાવો!” શાસ્ત્રકાર કહે છે કે માર્ગ-ભૂલેલા આત્માઓની આ દશા છે કે મરણથી ડરવું ! જે મનુષ્ય