Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૫૨
શ્રી સિદ્ધચક્ર .
તા.૧૧-૧-૩૩ માઇલ સુધી જાય જ્યારે આ તિરછાલોકની દુર્ગધ તો (આ ગટરની દુર્ગધ તો) ચારસેં પાંચસે જોજન સુધી ઊછળે છે. દેવતાને મરીને આવવાનું ક્યાં? આ પેટમાં! લોહી-માંસથી ભરપુર સ્થાનમાં, દુર્ગધ ફેલાવતી ગટરનું ઉત્પત્તિસ્થાન તો આ યંત્ર (જઠર) જ છે ને ! ઝાડને પાણી પાઓ તો રસ થાય પણ આને પાણી પાઓ તેનો પેશાબ થાય છે ! આમાં સુંદરમાં સુંદર તથા પવિત્ર અનાજ નાંખો તેની વિષ્ટા થાય છે, તથા મનોહર પણ પાણી નાંખે તેનો પેશાબ થાય છે ! જો આ શરીરથી આમ ન થતું હોત તો ગટર જેવી વસ્તુ જ દુનિયામાં હોત નહીં. અનાજની વિષ્ટા, પાણીનો પેશાબ તથા હવાને ઝેરી કોણ કરે છે ?
* અનાજ વગર ચલાવી શકાય, પાણી વગર ન ચાલે એમ કહેવાય છે તે અનાજની અપેક્ષાએ ખરું છે, છતાંયે તેના વગર પણ કલાકોના કલાકો તથા દિવસો સુધી ચલાવી શકાય, પણ હવા વગર થોડો વખત પણ ચાલી શકે તેમ નથી. તેવી હવાને ઝેરી કરનારી પણ આ નળી, આ ભુંગળી જ (જઠર) છે. મનુષ્ય તથા જાનવરો લે છે શુદ્ધ હવા પણ કાઢે છે કઈ ? ઝેરી ! અને એથી જ નાના મકાનમાં વધારે પ્રાણીને પૂર્યા હોય તો અન્યોન્યના ઝેરી વ્યાસથી ઘણાઓ મરણ પામે છે. કલકત્તાની કાળી કોટડીનો ઐતિહાસિક દાખલો સુપ્રસિદ્ધ છે. ત્યાં કોઇએ તલવાર ચલાવી નથી કે ગોળીઓ મારી નથી. મોટી સંખ્યા તે નાની જગ્યામાં ગોંધાવાથી ઝેરી હવાથી તે ગોંધાયેલા માણસો મરણ પામ્યા હતા. ત્યારે શુદ્ધ હવા લઈને ઝેરી હવા કાઢવી એટલે શું થયું? સંઘરવું સોનું અને કાઢવો કાચ ! એ બધું પાણી લઈને પેશાબ કરવો, અનાજ લઈને વિષ્ટા કરવી તથા શુદ્ધ હવા લઈને હવાને પણ ઝેરી બનાવવી એ તમામ શાના પ્રભાવે? આ નળીના પ્રભાવે ! જેમ નદી આગળ ગમે તેટલી મોટી હોય પણ મૂળ ક્યાં ? પર્વતમાં! તેમ ગમે તેવી મોટી ગટરનું મૂળ આ નળી છે. આવી ગટરમાં પોતાને ગોંધાવું પડશે એવું પ્રત્યક્ષ દેખનારા દેવતાને-કેવળ સુગંધમય સ્થાનમાં રહેનાર દેવતાને ભયંકર વેદના થાય એમાં નવાઈ શી ? ગટરમાં ગોંધાવાનું, અંધારી કોટડીમાં ઊંધે માથે લટકવાનું નજરે નિહાળે એ વખતની વેદના અવાચ્ય છે !
દેવતાઓને અંધારું ખોળ્યું (શોધ્યું) પણ જડતું નથી. રત્નમય વિમાનોના ઝગઝગાટમાં અંધારું હોય ક્યાંથી ? એમને પણ અંધારાની જરૂર પડે ત્યારે અસંખ્યાત યોજન દૂર જાય ત્યારે તમસ્કાયમાં જ ફક્ત અંધારૂ મળી શકે આશ્ચર્યભરી શંકા થશે કે દેવતાઓને વળી અંધારાનું કામ શું? જેમ જગતમાં ઉત્તમતા જેને ઉત્તમતા રૂપે પરિણમી હોય તેને અધમસ્થાનોની ગરજ કદી હોતી નથી પણ ઉત્તમતા જેને અધમતા રૂપે પરિણમી હોય તેઓને અધમસ્થાનો તથા અધમપદાર્થોની ગરજ ઊભી થાય છે તેમજ દેવતાઓ માટે પણ સમજી લેવું. દેવતાઓ બધા દાનતના ચોખ્ખા હોય તેવું સ્વપ્નય સમજશો નહીં. જેવી ધમાધમ અહીં છે તેવી ત્યાંયે છે. ત્યાંયે બીજાની ચીજો તથા દેવીઓ વિગેરેની ઉઠાઉગીરી ચાલુ છે. એવા ઉઠાઉગીરો સ્વર્ગસૃષ્ટિમાંયે છે. મધ્યાહ્નનો સૂર્ય તપતો હોય ત્યારે, એવા અજવાળા વખતે પણ ચોરોને, બદમાશોને ભોંયરાં તથા ગુફા ગોતવાં જ પડે છે, તેવી રીતે દેવોને પણ બીજાની ચીજ અગર દેવી ઉઠાવીને જવું હોય તો જાય ક્યાં? વિમાનોનો પ્રકાશ તો સૂર્યથીએ