Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સિદ્ધચક્ર
(પાક્ષિક.).
ઉદેશ વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
दुष्कर्मसानुभिद्वजं सर्वसंपत्तिसाधकं । | માયાનોપનિષદ્દભૂત સિદ્ધવ સદાળેિ છે ? ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.”
પ્રથમ વર્ષ અંક ૭મો
મુંબઇ, તા.૧૧-૧-૩૩, બુધવાર.
પોષ સુદ-૧૫
વિીર સંવત્ ૨૪૫૯ Lી વિક્રમ , ૧૯૮૯
.
દિીક્ષાનું નાટક કે નામચીનોની ભેદી ઘટના?
દિક્ષાનું નાટક? હોય? હરગીજ નહીં ! નાટક અને તે પણ દીક્ષાનું? કોણ માનશે? Sખરેખર ! આ કલ્પના પણ ન મનાય તેવી છે પણ તે વસ્તુ જ જ્યારે નજર સામે
આવીને ખડી થાય ત્યારે આશ્ચર્ય કોને ન થાય, એના ઉત્પત્તિ કારણોને ગોતવાં તથા દૂર કરવાં રહ્યાં એ ખરું પણ એની અત્યારે રજુઆત માન્યા વિના કાંઈ છૂટકો છે? ભલે એ નાટક હોય કે નાટકના નામે નામચીનોની ભેદી ઘટના હોય, જે હોય તે
હોય, પણ તે બાબત ખળભળાટ મચ્યા વિના રહે ? મુંબઈ જેવા કેન્દ્રમાં ‘અયોગ્ય-દીક્ષા' નામનું નાટક, નવયુગ નાટક સમાજ નામની નવી તથા અજાણી કંપની તરફથી અમુક તારીખે ભાંગવાડી થિયેટરમાં ભજવી બતાવવાની જાહેરાત થતાં જ સમાજમાં મોટો ખળભળાટ મચ્યો!