Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨ એ કે આટલી પાઠશાળાઓ છતાં શ્રદ્ધા તથા સદ્વર્તનનો વધારો કેમ નથી? દુનિયામાં જ સર્વ કાંઈ માની રહેલા શિક્ષકો શૂન્યવર્તનવાળા હોવાને પરિણામે વિદ્યાર્થીને મળેલું જ્ઞાન તે સદ્વર્તન યુક્ત નહીં પણ શુકપાઠ સમાન હોવાનું તો તે પરિણામ છે. એનાથી આત્માને સુધારનારું જ્ઞાન એને મળતું જ નથી તેને અંગે તો આજે યુવકોનો ધર્મ પ્રત્યે ઉન્માદ છે ! ઉપધાન
એક નવકાર પણ કેવા સંયોગોમાં અને કોને આપવો એ બધીએ શાસ્ત્રોક્ત મર્યાદાની કિંમત મેળવવાને ઘણા ભોગની જરૂર છે. બૂટ, કોલર, ને ટાઈ વિગેરે અક્કડાઈના સંપૂર્ણ સાધનો યુક્ત હોય, ભક્ષ્યાભઢ્ય-રાત્રિ ભોજન વિગેરે કરતાં અપૂર્વ આનંદમાં ઝૂલતો હોય, અહર્નિશ (દિવસ અને રાત્રિએ) પાનના ડૂચા મોમાં ભરેલા જ હોય, સીગારેટના ગોટાઓ એજીનવત્ વહેતા મૂકવામાં જીવનની સફળતા માની બેઠો હોય, આવી પરિસ્થિતિવાળો શિક્ષક વિદ્યાર્થીને નવકાર વિગેરે બોલવાનું કહે. પણ વિચારો! ખૂબ વિચારો !! તમારા હિતની ખાતર એકાન્ત બેસી બહુ બહુ વિચારો !!! કે એ શિક્ષક પાસેથી વિદ્યાથી કેવા સંસ્કાર પામે? જ્યારે બીજી બાજુથી સર્વ સાવધના ત્યાગવાળો મુનિ નવકાર ભણાવે તેમાં કેવો સંસ્કાર પડે ? મતલબ એ છે કે જે વસ્તુનું જ સ્વરૂપ હોય, જે સ્થિતિ હોય, તે વસ્તુને આદરનારાઓએ અને શીખવાડનારાએ તેટલો ટાઈમ તો તેવું જ રહેવું ઘટે, આતો સામાન્ય નિયમ છે. નવકાર શીખનારાએ પણ તેટલો સમય તો આરંભ પરિગ્રહનો ત્યાગ જ રાખવાનો છે. આનું નામ જ ઉપધાન ! ને તેથીજ નવકાર, ઈરિયાવહી, નામસ્તવ, નમુસ્કુર્ણ, અરિહંત ચેઇયાણ અને પુખ્ખરવરદી સિદ્ધાણં બુદ્ધાણં, એ છએ સૂત્રો ઉપર્યુક્ત કહેલા ઉપધાનમાં ત્યાગીઓ જ ભણાવે.
સભામાંથી - (ત્યારે અમે તો બધાએ પેલા શિક્ષક જેવા જ ને?) સમાધાન-તમારામાં તે લક્ષણો ઘટતા હોય તો તમો પણ તે જ કોટિના છો !!! ઉપધાનરૂપી ઋણ વાળવું જ જોઇએ.
જ્યાં સુધી કુલાચારે ધર્મ નહોતો એટલે કે એક ઘરમાં પાંચ સાત મત દેખાતા એવા સ્વૈચ્છિક ધર્મ હતો, ત્યારે નવકારાદિ સૂત્ર દેવાની (શીખવવાની) આ મર્યાદા હતી. “ઉપધાન વગર નવકાર ગણે તે અનંતો સંસાર રખડે” આ કથનના સમાધાનમાં સમજી લ્યો કે કુળાચારે ધર્મ નહોતો ત્યારે આ મર્યાદા હતી. ઐચ્છિક ધર્મ લેવાનું તો લાયક ઉમરે હોય તો જ તે બની શકે, ને તેમ હોવાથી એવી સખત ક્રિયામાં તેને અડચણ હોય જ નહીં, પણ જ્યારે કુળાચારે ધર્મ થયો ત્યાર પછી તો શ્રીકુલમંડનસૂરિ, શ્રી રત્નશેખરસૂરિ સ્વરચિત ગ્રંથોમાં સ્પષ્ટ જણાવે છે કે કુળાચારને લીધે બાળકને નવકારાદિ શીખવવા તેમાં અનંતસંસાર નહીં, પણ લાયક (ઉંમરનો) થાય ત્યારે તો તેણે ઉપધાન વહી લેવા જ જોઈએ. પહેલાં રોકડીયું કામ હતું. અર્થાત્ પ્રથમ તપશ્ચર્યા કરો તો નવકારનો અધિકાર ! પણ અત્યારે તો તમારી શાહુકારી માની છે, જેથી રોકડ પછી પણ આપશો જ, એમ ધારીને પ્રથમ નવકાર આપતાં કહે છે કે રોકડરૂપી ઉપધાન પછી તમે કરી લેજો. ઉપધાન ન