Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨ સબ પદ જોડવાની જરૂર નહોતી, કેમકે ગુણને અંગે તમામ સાધુ આવી જવાના હતા, પણ સામાન્ય નિયમ છે કે ભોંયથી નીચે પડવાનું હોય નહીં. હવે વિચારો કે જઘન્યમાં જઘન્ય ગુણોવાળાનું સ્થાન કયું? અરિહંતાદિ કરતાં ઓછા ગુણોવાળાનું સ્થાન સાધુ છે. જેઓ આચાર્ય જેવા ગુણવાળા છે પણ પદવી મળી નથી, ખૂદ કેવળજ્ઞાની થયા પણ અરિહંત પદવીમાં નથી તે બધાને શામાં ગણવા? તત્વ એ કે અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય સિવાય જે કોઈ મન:પર્યવવાળા હોય, અવધિવાળા હોય કે કેવળજ્ઞાનવાળા હોય તે બધા આ પાંચમા પરમેષ્ઠી પદમાં લેવાના છે, તે માટે સત્ર શબ્દના સંયોજન સિવાય છૂટકો નથી. આત્માની અપેક્ષાએ તો અરિહંત, આચાર્ય, ઉપાધ્યાયના ગુણો આવી ગયા, પણ તે પદવીઓ જેઓને નથી તે બધા પંચ પદે વિરાજમાન હોઈ સત્ર શબ્દ વિના સિદ્ધિ જ નથી, માટે શાસ્ત્રકારે સવ્વસાહૂ એ શબ્દ વાપર્યો છે. આધુનિક પરિસ્થિતિ તપાસો
પાંચમા પદમાં સાધુને નમસ્કાર કરીએ છીએ તે કેવી રીતે ? કહેવાય છે કે પત્થર દેવ, પત્થર ગુરુ અને પત્થર ધર્મની મર્યાદા ચાલી છે. ચમકશો નહીં! જરા સમજો ! તમે જે દેહરાનો વહીવટ કરતા હો ત્યાં જ ભગવાનની આશાતના થતી જણાય તો ઊંચાનીચા થાઓ છો, અને જોડે જ બીજું દેહરૂ હોય, ત્યાં ઉંદરડા તરતા હોય, ત્યાંનો વહીવટ કરનાર સામર્થ્યવાન ન હોય અને તે તમને કહેવા આવે તો કહો છો કે અમે શું કરીએ? તમે જાણો ને તમારું દેહવું જાણે. તમારા ગોઠવેલા પથરામાંથી, અગર પબાસણમાંથી તમારા પધરાવેલા દેવને જો બીજા લઈ ગયા તો પછી જાણે તમારે કાંઈ નહીં ! વિચારો આજકાલની સ્થિતિ ! પજુસણ(પર્યુષણ) માં કે ઉત્સવમાં ઘી બોલીને અનેક પ્રકારની વિધિથી દ્રવ્ય વૃદ્ધિ કરો છો તે દેવ દ્રવ્ય વધે છે કે ટ્રસ્ટી દ્રવ્ય ? ત્યારે કહોને કે અમારે તો બેઠા તે દેવ ! આથી ટીકા નથી કરતો. શ્રી ગોડીજી મહારાજજીના અહીંથી દર વર્ષે બધે હાજરો રૂપિયા અપાય છે પણ તમારા પરિણામ તપાસો. પોતાના વહીવટમાં જે દેવ હોય તે તમારે માનવાના એમને ?
જુદી જુદી પેઢીના મુનિમો વહીવટ જુદો કરે પણ આબરૂ બધાની એકઠી હોય છે. મારે લાગે વળગે શું ?' એમ બીજો મુનિમ સમજે તો એ ઉચિત નથી. ગુરુને અંગે પણ એમજ! આપણી બેઠકે, આ ચોરસે આવ્યા તે પ્રભુ ગૌતમ જેવા અને સામા ઉપાશ્રયની ગાદીએ આવે તે ગોશાળો ! શું એ પણ ગુરુ નથી ? પણ કહો કે પત્થરની જ માન્યતા ! પોતે જે દેહરે પૂજા અગર વહીવટ કરતો હોય ત્યાં કોઈ બસે રૂપિયા આપે અને બાજુને દેહરે પાંચસે રૂપિયા આપે તો શું થાય? આ કથન વહીવટ કરનારનો વહીવટ અશક્ય બનાવવા માટે નથી, પણ વહીવટ કરનારાએ દ્રષ્ટિ વિશાળ કરવાની જરૂર છે એ માટે છે. વ્યક્તિના પૂજારીને ગુણ-પૂજામાં લાવવા માટે આ ઉપદેશ છે. બાકી નાગાઓને બોલવા માટે બહાનારૂપ આ કથન નથી. કર્મભૂમિમાં મત્સ્યગળાગળ ન્યાય છતાં તેની ઉત્તમતા શાથી?
સાધુ કયા માનવા ? અમુક જ ઉપાશ્રયમાં બેઠેલો તે સાધુ એમ નહીં, પણ જે સાધુપદ તરીકે ધર્મ આરાધના કરતો હોય તે સાધુ સલ્લા, મૂgિ સર્વ કર્મભૂમિમાં સાધુના ધર્મ પદની આરાધના કરે તે સાધુઃ કર્મભૂમિ કઈ ? જ્યાં મોક્ષનાં અનુષ્ઠાન પ્રવર્તે તેનું નામ કર્મભૂમિ વિષયનાં