Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨ તો બીજાની પૂજા નહીં રહે. વ્યક્તિપૂજા પણ ગુણ ધારાએ હોય તો બધા ગુણી પૂજાઈ ગયા અને ગુણ તરફ લક્ષ્ય ન હોય તો ગુણ છતાં પણ તે હાડકાદિકની પૂજા થઈ.
જો ગુણનું ધ્યેય હોય ત્યાં જ્યાં ગુણી દેખાય તો લક્ષ્ય જાય. વગુર શ્રાવક રોજ મલ્લીનાથજીની પૂજા કરતા હતા. એક દિવસ પૂજા કરવા જતાં વચમાં ભગવાન મહાવીર મળ્યા. ઇંદ્રના કહેવાથી એને ખબર પડતાં તુરત સામાન નીચે મૂકી તે રોકાયા અને પ્રભુને વંદ્યા, પૂજ્યા. ત્યાં જો વ્યક્તિપૂજા હોત તો તો કહેતો કે મારે તે મલ્લીનાથજીની પૂજા કરવી છે. કેસરીયાજીને અંગે તો ત્યાંનો ક્ષેત્રપ્રભાવ છે, નહીં તો પાલીતાણે વિગેરે સ્થળે પણ શ્રી આદીશ્વરની પ્રતિમા છે. ગુણ દ્વારા પૂજન હોય તો વ્યક્તિ એ ઓછું છે. ખરું પૂજન ગુણનું છે. ગુરુની સેવા કરીએ છીએ તેમાં દેખીએ છીએ તો માંસનો લોચો, પણ બહુમાન એમના ગુણોમાં છે ને ! ગુણોમાં વ્યક્તિ તો એક ખાનું છે. એક અરિહંતના પૂજનમાં સર્વ અરિહંતનું પૂજન છે અને એકના અપમાનમાં સર્વની આશાતના છે. ગુણ પ્રત્યે જે રાગ તે માર્ગનો રાગ છે. વ્યક્તિરાગ તે માર્ગનો રાગ નથી. એથી જ દરેક વખત પજુસણ (પર્યુષણ)માં મુવાહન ગાથા કહેવાય છે. પ્રશસ્ત રાગ પણ કલ્યાણપ્રદ છે.
જે મોક્ષમાર્ગમાં પ્રવર્તેલા છે તેમને સ્નેહ એ વજની સાંકળ છે. દ્રષ્ટાંતમાં જુઓ કે ભગવાન મહાવીર જીવ્યા ત્યાં સુધી શાસનના માલિક ગણધરભગવંત ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામી શક્યા નહીં. તમામ ગણધર ભગવંતોને ગુણરાગ હતો, પણ પ્રભુ ગૌતમને ગુણરાગ સાથે નેહરાગ હતો. આ બાબતમાં શંકા થતી હોય તો વિચારો કે જ્યાં પન્નરસો તાપસીને દીક્ષા દઈ શ્રી ગૌતમસ્વામીજી સમોસરણમાં આવ્યા ત્યાં તે પન્નરસો તાપસો કેવળજ્ઞાની થઈ ગયા છે તેથી કેવળીની પર્ષદામાં જવા લાગ્યા. તેથી તેમણે (શ્રી ગોતમ સ્વામીજીએ) તાપસીને કહ્યું કે ભગવાનને વંદના કરો. ત્યારે મહાવીર ભગવાને કહ્યું કે હે! “ગૌતમ! કેવળીઓની આશાતના ન કર !” આ વખતે શ્રી ગૌતમસ્વામીને અધીર જ થઈ, તેથી કહ્યું કે પ્રભો ! આ શું !! શું હું કોરો જ રહેવાનો ?” ત્યારે ભગવાને ખૂદ કહ્યું છે કે - “વિ રિરિરિ નથી' ફારિ “હે ગૌતમ! તું મારી સાથે ઘણા ભાવના પરિચયવાળો છે ગાઢ સંબંધ અને સંસર્ગવાળો છે ! કેવળજ્ઞાન ન થવામાં ભગવાને આ કારણ બતાવ્યું. દિવેલનો સ્વભાવ છે કે પોતે પણ નીકળી જાય અને મળને પણ કાઢી નાખે, તેવી રીતે ગુણરાગ કર્મમળને કાઢી નાખે છે, અને પછી તે રાગ આપોઆપ નીકળી જાય છે. ગુણરાગ એ પણ પ્રશસ્ત રાગ છે. પ્રશસ્તરાગ જ રહ્યો થકો કર્મ નિર્જરાવે છે અને કર્મક્ષય બાદ એ આપોઆપ પલાયન થાય છે. તાત્પર્ય એ છે કે અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુનું આ તમામનું આરાધન વ્યક્તિ દ્વારા બનવાનું છે. ગુણી વિના ગુણ કોઈ જુદી ચીજ નથી. ગુણી એ જ ગુણનું ભાજન છે. કેવળ ગુણી એ ઓઠું છે, ખરું ધ્યેય પેલા ગુણો છે. અરિહંત મહાવીરની આશાતના કરનારને તમામ તીર્થંકારોનો પ્રત્યેનીક આથી જ ગણીએ છીએ. આચાર્યને અંગે વિચારો કે બાલચંદ્ર તે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર મહારાજની વિરુદ્ધ હતો, હવે શું એને બીજા આચાર્યનો ભક્ત માનવો? આચાર્યાદિ ગુણલારાએ આરાધ્ય હોવાથી આરાધન ગુણનું છે માટે તે સર્વ આચાર્યનો આશાતક ગણાય આથી કોઈ કહે કે સાધુપદમાં