Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
-
a
,
,
,
,
,
,
,
૧૩૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨ મહારાજકત નંદીની વૃત્તિમાં ૧૭૨ મા પાને ઉલ્લેખ છે કે લોકોમાં જે સ્પર્શાસ્પર્શની વ્યવસ્થા છે તે કાલ્પનિક છે, પારમાર્થિક નથી. આની સામે કયા શાસ્ત્રીય પ્રબળ પુરાવા છે ? કદાચ કહેવામાં આવશે કે એ ઉલ્લેખ નિશ્ચય કે દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી છે, પણ ત્યાં વ્યવહાર દ્રષ્ટિથી માને તો એની સામે, અત્યંજસ્પર્શ ન થાય એ વાતની સાબિતીમાં
પ્રબળ પુરાવા કયા છે? સમાધાન- શ્રીનન્દી વૃત્તિમાં સ્પર્શની વ્યવસ્થા “પારમાર્થિક નથી' એવા કથનનો અર્થ વ્યવહારથી
છે એવો છે, અને પાળી શકાય તેટલા પુરતોજ તેનો ભાવાર્થ છે. અંત્યજ ચાલે છે તે ભૂમિ પર ચાલ્યા વિના છુટકો નથી, તેના મુખમાંથી નીકળેલા ભાષાવર્ગણાના પુદગલો સંભળાવાના જ છે, જો તે માથે ટોપલો ઉપાડીને જતો હોય અને તેમાં ફૂલ હોય તો તે તેની ગંધ આવવાની જ વિગેરે જેમાં વ્યવહારનું પાલન અશક્ય છે તેટલા પૂરતું જ એ કથનનું તત્વ છે. એથી તેવાની સાથે સ્પર્શ કરવાના વ્યવહારની છૂટને પુષ્ટિ મળતી નથી. અર્થદીપિકા તથા અષ્ટકજીમાં સ્પષ્ટ પ્રમાણો છે ને તે સર્વ વ્યવસ્થામાં શરીરને લોકની અપેક્ષામાં માન્ય છે. તેમાં ભક્યાભઢ્ય ને શુચિ અશુચિની વ્યવસ્થાનું નિરૂપણ છે. દીક્ષા જેવા મોક્ષમાર્ગમાં પણ અસ્પૃશ્યતાનો દોષ જણાવીને શાસે અંત્યજો માટે ચારિત્ર દેવાનો નિષેધ કર્યો છે. માટે અસ્પૃશ્યતાને જૈનશાસ્ત્ર માનતું નથી એમ કહેવું તે સત્યથી વેગળું જ છે. “— રણતિ હો” એ વિગેરે વાક્યો પણ જેઓએ જેવાં જેવાં કાર્યો કર્યા તેથી તે તે જાત થઈ એમ જણાવે છે. તેવા વાક્યોથી અધમ કાર્યો કરવાથી અધમ યાવત્ અસ્પૃશ્ય ગણાયેલાઓ ઉત્તમ કે સ્પૃશ્ય થાય તેવું કોઈ શાસ્ત્ર કહેતું નથી. અધમતાની પરાકાષ્ઠાથી જ અસ્પૃશ્યતા જન્મી છે. નીચ ગોત્ર ને નીચ કુલની પરાકાષ્ઠા જ અસ્પૃશ્યતા છે. આર્યક્ષેત્રમાં આવેલા ને પૂર્વભવના મદ
કરનારા માટે અસ્પૃશ્યતાની વાત સ્પષ્ટપણે શાસ્ત્રકારોએ જણાવેલી છે. પ્રશ્ન ૧૬૫- સાધુઓ સદૈવ હિંસા બંધ કરવાનો (તજવાનો) ઉપદેશ આપે છે; સર્વથા હિંસા ત્યાગ
ન બને તો છેવટે અનાવશ્યક હિંસાનો જરૂર ત્યાગ કરવા ફરમાવે છે, તેવી રીતે જીન, મિલ વિગેરેમાં બનતા કાપડમાં વધારે હિંસા થતી હોવાથી તથા ખાદીમાં ઓછી હિંસા
હોવાથી પરદેશી તથા મિલનું કાપડ બંધ કરવાનો ઉપદેશ સાધુ કેમ ન આપી શકે? સમાધાન- રેલ્વે, મોટર, સ્ટીમર, વોરલોન, લોન જેવી અઘોર હિંસામય ક્રિયાઓની મદદગારીનો
નિષેધ કર્યા વગર, માત્ર વિદેશી કાપડ વિગેરેના જ ત્યાગની વાત કરવી (ઉપદેશ કરવો) તે દ્વેષમૂલક છે, અને ચળવળની જીમેદારી આવવાનો તેમાં પ્રસંગ છે. અને રાત્રિ ભોજનના ત્યાગ વિના દિવસના ભોજનના ત્યાગ માટે તેમ અભક્ષ્યના ત્યાગના ઉપદેશ વિના અન્નફળ આદિના ત્યાગ માટે ઉપદેશ આપવા જેવું પણ તે ગણાય. દેશની દ્રષ્ટિએ
વિચાર કરે તે જુદી વાત છે. પ્રશ્ન ૧૬૬- કોઈ મનુષ્ય રાજકીય કે દેશ દ્રષ્ટિએ શુદ્ધ ખાદી (જે ઓછી હિંસાથી ઉત્પન્ન થાય છે)