Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૩૨
તા. ૨૭-૧૨-૩૨
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડ અભ્યાસી
આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્રકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્ર દ્વારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- શ્રી ચંદ્રસાગરજી મહારાજ. પ્રશ્ન ૧૪૮- ચાર વર્ણાશ્રમમાં કેટલા વર્ણાશ્રમવાળા જૈન હોય? : સમાધાન- શુકદેવાદિની શ્રદ્ધાવાળા જૈનો ચારે વર્ણમાં હોઈ શકે છે. પ્રશ્ન ૧૪૯- કોઈ અંત્યજ જૈનધર્મ પાળવા ઇચ્છે તો તમે કઈ રીતે મદદ કરી શકો? સમાધાન- શાસ્ત્ર અને વ્યવહારના બાધે તેને ભેળવીએ નહીં પણ તેઓના માટે અલગ મંદિર
વગેરેની વ્યવસ્થા કરાવી શકાય. પ્રશ્ન ૧૫૦- યુરોપીયન, મુસલમાન વિગેરે દેહરામાં આવે છે તે યોગ્ય છે કે કેમ? સમાધાન- ” અંત્યજોની માફક તેઓનું પણ ઉચ્ચ વર્ણવાળા માટે બનેલ જૈન મંદિરમાં આવવું ઈષ્ટ
નથી, પણ રાજ્યસત્તાદિ કારણે આપણે તત્સંબંધી વધારે પ્રતિબંધ કરી શકતા નથી. પ્રશ્ન ૧૫૧- લૌકિક અને લોકોત્તર દૃષ્ટિમાં ભેદ શો? સમાધાન
આ લોક કે પરલોક સંબંધી સુખની ઇચ્છા કે કુદેવ કુગુરુ ને કુધર્મથી કે તેવામાંથી કલ્યાણની ઇચ્છાથી જે કાર્ય તે બધું લૌકિક ગણાય અને આત્મકલ્યાણની ઇચ્છા કે સુદેવ
સુગુરુ ને સુધર્મની સાચી માન્યતાથી થતાં કાર્યો તે લોકોત્તર દૃષ્ટિમાં ગણાય. પ્રશ્ન ૧૫ર- પ્રભુ માર્ગની આરાધનાને મોક્ષ દેનાર માનવા છતાં તે આરાધના લૌક્કિ ઇચ્છાએ કરે
તે લોકોત્તર મિથ્યાત્વ ખરું કે નહીં? સમાધાન- ભગવાન શ્રી નેમિનાથે ફરમાવેલ દ્વારકાના દાહની ભાવિ આગાહીને અંગે તે ઉપસર્ગ
ટાળવા ક્ષાયિક સમ્યકત્વવાળા શ્રી કૃષ્ણ મહારાજે તપસ્યા આદિ કરવા ફરમાવ્યું હતું. ને એ તપ વગેરે આફતથી બચવા માટે જ હતો. તે તેને મિથ્યાત્વ ગણ્યું નથી. માટે
સુદેવાદિની શ્રદ્ધાવાળાને તે કાર્યમાં મિથ્યાત્વ કહી શકાતું નથી. પ્રશ્ન ૧૫૩- રાવણ વિગેરેએ દેવદેવીઓની આરાધના કરી તે મિથ્યાત્વમાં ગણાય કે નહીં? ને ચાલુ
દેશીય પ્રવૃત્તિમાં ઉપવાસ વિગેરે કરે તો મિથ્યાત્વ ગણાય કે કેમ?