Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨ નથી. સાધુને માટે મૂળ વાત તો એ જ છે કે સાધુએ હંમેશાં ખપી રહેવું જોઈએ તેમ છતાં અશક્તિ યા સંજવલનની આસક્તિના યોગે કદાચ ઢીલો પણ પડે તો પણ તે સાધુ સાધુપણામાંથી ક્યારે જાય ? તેના સમાધાનમાં સમજવાનું કે ઉપરના ભાવાર્થના સંબંધવાળું બકુશપણું રહે ત્યાં સુધી સાધુપણું જતું નથી.
આજકાલ સાધુ છે જ નહીં તેમ કહેતા હો તો શું અત્યારે તીર્થ વિચ્છેદ ગયું? વિચારના વમળમાં પીસાઈ અનિષ્ટને આમંત્રણ કરનારાઓએ આ જગાએ બહુબહુ વિચારવું કે કાળધર્મ પામેલા સાધુઓથી તીર્થ મનાયું જ નથી, પણ વિદ્યમાન સાધુઓથી જ તીર્થ છે. આમ નહીં માનનારને (પાઘડીપંથ ચલાવવા માટે) સાધુને અસાધુ કહી ચાલવું પડે છે. એવાઓ કયે રસ્તે સાધુપણાનો અભાવ માને છે! ભાવદયા દ્રવ્યદયાથી વિશિષ્ટ છે.
મૂળ વાતમાં આવો ! નંદમણિયાર ગ્રીષ્મ ઋતુની ભર ગરમીમાં અઠ્ઠમ ચોવિહાર કરતો, અને તે ત્રણેય દિવસ પૌષધ પણ કરતો; છતાં પણ સાધુનો સમાગમ તૂટયો કે એ સીધો મિથ્યાત્વ પામ્યો. !! ઉનાળામાં જ એક જ ચોવિહાર ઉપવાસ ગળું પકડે તો ત્રણ ત્રણ ચોવિહાર ઉપવાસો ગળું પકડે તેમાં નવાઈ નથી. તે બધુંએ સમતાએ સહન કરતા એ નંદમણિયારને સાધુના ઉત્તરોત્તર વિયોગે, પરિણામ એ આવ્યું કે તપશ્ચર્યા કરતાં તૃષાતુર થયો એટલામાં તો પ્રભુ માર્ગ છોડયો ! એના મનમાંથી શાસનમાંનો ભાવદયા અને દ્રવ્યદયાનો ભેદ ભુંસાઈ ગયો ! “ચૌદ રાજલોકના જીવોની દ્રવ્યદયા ફકત એક જ જીવની ભાવદયા સાથે સરખાવીએ તો એક જીવની ભાવદયાની કિંમત વધી જાય.” જૈનશાસ્ત્રનો આ હિસાબ તેના દ્ધયમાંથી એકાએક દૂર થયો !! તૃષા વખતે એને એવો વિચાર આવ્યો કે હું પાણી વગર જેવો હેરાન થાઉં છું એવી રીતે જગતમાં પણ જીવો પાણી વિના બહુ પીડાતા હશે માટે સાચું ધર્મનું કાર્ય જો કોઈ હોય તો કૂવા, નદી, તળાવ, વિગેરે જળાશયો કરીને સર્વજગતને ઉપકાર કરવો તે જ છે. હવે વિચારો કે એના વિચારમાં હતી તો સાર્વજનિક દયામય વસ્તુ, છતાં પણ તેણે ભૂલ (થાપ) ક્યાં ખાધી ? ત્યાં જ થાપ ખાધી કે જે વસ્તુ દ્રવ્યદયાની હતી તેને ભાવદયા કરતાં પણ વિશિષ્ટ માની લીધા. આનું નામ મિથ્યાત્વનો ઉદય ! પ્રાણીઓનું આખું જીવન પ્રાયઃ દ્રવ્યદયામય છે, એટલે કે તે દ્રવ્યદયાદિમાં ત્વરિત લલચાય. આવા સંયોગોમાં તેઓને ભાવદયાનું દુર્લક્ષ્ય કરાવી તેને બદલે ઉલટો દ્રવ્યદયાની જ મહત્તા ઓળખાવે એવાની દશા શી ? આજે યુવકોનો ધર્મ પ્રત્યે ઉન્માદ શાથી?
પ્રશ્ન- પેટમાં હશે તો ધર્મ સૂઝશે માટે શું પ્રથમ તે ઉપદેશની જરૂર નથી લાગતી ?
જવાબ- ભરાયેલા પેટવાળા તો બધાએ ઉપાશ્રયમાં જ ભરાઈ ગયાને ! અરે ! ભાગ્યવાનો! અહીં ભૂખ્યા તો હજુએ ભરાય છે પણ ધરાયેલાને તો અહીં લાવવા પણ મુશ્કેલ ! અને એમ જ રાખવા જશો તો તો તપશ્ચર્યારૂપ ધર્મનું મુખ્ય પગથિયું પહેલું જ ખસી જવાનું !! શાસ્ત્રીય જ્ઞાન એ સંપૂર્ણ મર્યાદા સાથેનું અને સજ્ઞાન હોવાથી, આત્માનો એકાંતે ઉદ્ધાર કરનારું છે, જ્યારે દુનિયાદારીનું જ્ઞાન ધર્મભાવનાને તો ઉત્પન્ન કરનાર નથી પણ હોય તેનોય નાશ કરનારું છે ! દૃષ્ટાંત મોજુદ છે અને તે