Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
”
૧૧૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨ મેળવી શકે છે, તેથી તેઓએ મોક્ષ ગીરો મૂક્યો એમ કહેવાય છે એટલે મોક્ષ ગીરો મૂકવાની ઇચ્છા નથી પણ કાર્યવાહી કષાય પુરસ્સરની એવી થાય છે કે જેથી દેવલોકમાં જવું જ પડે અને મોક્ષનો વિલંબ સહન કરવો જ પડે, જેમ દુનિયામાં કોઈપણ મનુષ્ય ઉમ્મરલાયક થાય અને બીન ઈચ્છાએ પણ દસહજારના દસ્તાવેજ ઉપર સહી કરે તો વખત આવે તેણે દશ હજાર આપવા પડે તેવી રીતે કષાય પુરસ્સર કરેલી પ્રવૃત્તિ મોક્ષની ઇચ્છા હોવા છતાં પણ મોક્ષ મોંઘો કરી દેવલોકને પ્રાપ્ત કરાવે છે અને ત્યાં તેઓ તેત્રીશ સાગરોપમે પણ દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણીને પામી શકતા જ નથી. મનુષ્યો તો તે દેશવિરતિ આદિને સમ્યકત્વની સાથે જ કે અંતર્મુહૂર્તને
આંતરે પણ પામી શકે છે. પ્રશ્ન ૧૪6- , બદ્ધ આગમ અને અબદ્ધ આગમમાં ફેર શો ? સમાધાન- શ્રી તીર્થંકર મહારાજાએ જે વખતે ત્રિપદી પ્રરૂપી અર્થાત્ ઉપનેઇવા, વિગમેઈવા અને
ધુવેઇવા એ ત્રિપદી દ્વારા ગણધર દેવોને ઉપદેશ આપ્યો તે વખતે તેમાંથી ગણધર છેમહારાજાઓએ જે દ્વાદશાંગી અને ચૌદ પૂર્વોમાં ગુંથ્ય (જે અત્યારે અંગોપાંગમાં જણાય
છે) તે તમામ બદ્ધાગમ કહેવાય, અને તે સિવાયનું જે કંઈ ઉપલબ્ધ થાય તે તમામ અબદ્ધાગમ કહેવાય. જેમ વક્તા જેટલું બોલે તેટલું બધુંયે રીપોર્ટર લખી લે એવો નિયમ નથી, તેમ શ્રીતીર્થકર મહારાજ જેટલું અર્થથી કહે તે બધુંયે ગણધરદેવો શાસ્ત્રમાં
રચે એવો નિયમ નથી ! પ્રશ્ન ૧૪૧- દેવદ્રવ્યનું ભક્ષણ કરનાર, ભક્ષણ કરનારની ઉપેક્ષા કરનાર, જિનદ્રવ્યનો મૂલથી નાશ . . . . કરનાર, મુનિનો ઘાત કરનાર અને સાધ્વીના ચોથા મહાવ્રતનું ખંડન કરનાર, કયા
. . ગુણોનો નાશ કરે ? સમાધાન- ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે આ બધાએ પોતાના સમર્ દર્શન,
સમ્યગૂજ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપી મહાન ગુણોનો નાશ કરે છે, ભવિષ્યમાં ધર્મરૂપી કલ્પવૃક્ષની પ્રાપ્તિના મૂલમાં અગ્નિ મૂકે છે, મહામોહનીય બાંધે છે તથા દુર્લભબોધિ
થાય છે. પ્રશ્ન ૧૪૨- શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર, પાના ૨૪માં લખ્યું છે કે યક્ષાદિનું આરાધન અયુક્ત છે અને
તેને અંગે રાવણ કૃષ્ણાદિનું આલંબન ગ્રહણ કરવું ઉચિત નથી. આ સંબંધમાં આપ શું
ફરમાવો છો ? સમાધાન- શ્રી કૃષ્ણ અને રાવણાદિકે આ લોકના ફળ માટે મિથ્યાત્વ એવા યાદિ દેવતાનું આરાધન
કર્યું હતું તે મિથ્યાત્વ નહોતું. પણ આ કાલમાં જો કોઈ પણ સમકિતી જીવ આ લોકને માટે પણ યક્ષાદિની આરાધના કરે તો તે મિથ્યાત્વની વૃદ્ધિ તથા સ્થિરતા કરનાર થાય છે અને તેથી તે જીવને ભવાંતરમાં પણ સમકિતની પ્રાપ્તિ દર્લભ થાય છે એમ આચાર્ય મહારાજશ્રી રત્નશેખરસૂરિજી પોતાની અર્થદીપિકા નામની શ્રાદ્ધપ્રતિક્રમણની ટીકામાં જણાવે છે. આવી રીતે કાલભેદે ફળ જણાવી તેનું કારણ પણ તેઓથી સ્પષ્ટ કરે છે
કે તે કાલે સર્વ ધર્મો કરતાં ભગવાન શ્રી જિનેશ્વર મહારાજે જગતના હિતને માટે - નિરૂપણ કરેલ ધર્મની મહત્તા ઘણી જ મોટી હતી તેથી એકાદ કાર્ય અન્યમતીય