Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૨૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૨-૩૨
• • •
• • • • • •
• •
વ્યાપી રહ્યું હોય, ત્યાં થોડી ઘણી પાઠશાળાઓ તથા અલ્પ સંખ્યામાં રહેલા પવિત્ર મુનિવરોનો વિહાર કેટલું કરી શકે ? આથી એ વાત પણ સહજ સિદ્ધ થાય છે કે અત્યારે મુનિવરોની જે સંખ્યા છે તેમાં જરૂર વધારો થવો જોઈએ ! અને તે માટે તેમજ મુનિ થનારને શાનાદિપ્રદાન માટે પણ પ્રમાદનો ત્યાગ કરી શ્રી સંઘે ઘણું કરવાની પરમ આવશ્યકતા છે. જડવાદને પ્રચારનારું શિક્ષણ પામી, તેવા સંસ્કારોથી જ જીવન ઓતપ્રોત બનાવનાર, તે આજનો વિદ્વાન વર્ગ છે, પડી ટેવ તે તો ટળે કેમ ટાળી !” આ સૂત્ર સામાન્ય ટેવના સંબંધમાં છે તો પછી જે સંસ્કારો બાલ્યવયથી ગાઢ થયા હોય તે પછી ન ટળે એ સ્પષ્ટ છે. ઊલટું એ વિદ્વાન કહેવાતા વર્ગને જો કોઈ સમજાવનાર મળે તોયે એ તો પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ પોતાનો કક્કો ખરો પુરવાર કરવામાં જ કરે છે. આ રીતે પોતાને વિદ્વાન કે સુધારક કહેવરાવતો વર્ગ સુશીલ સમાજથી બાતલ થાય છે, વળી બાલવર્ગને હાલ પણ પ્રાયઃ તેવું જ શિક્ષણ મળે છે એટલે ભવિષ્યમાં એ પણ પહેલી સંખ્યામાં જ જઈને મળે એ દેખીતું છે. જે મધ્યમ વર્ગ રહ્યો તે દિવસો જતાં ઓછો થતો જાય એટલે પરિસ્થિતિ ગંભીર ઊભી થાય છે. એથી આ સ્થિતિ કાયમ જ રહે તો ગંભીરતામાં (મામલાના કટોકટીપણામાં) વધારો થાય એ ખુલ્લું છે, અને આટલા માટે પ્રભુ શાસનરસિક એકેએક વ્યક્તિએ પહેલી જ ક્ષણે પ્રમાદ માત્ર ત્યજી જાગૃત થવાની જરૂર છે. વિશેષ કરીને પોતાની સંતતિને તેના જીવનના ખરા આધારરૂપ ઉચ્ચ સંસ્કારો આપનારું ધર્મ શિક્ષણ આપવું એ જ ખાસ ફરજ છે. પ્રભુશાસનના સિદ્ધાંતોનો પ્રચાર કરનાર પૂજ્ય મુનિવર્ગની સંખ્યાની વૃદ્ધિ કરવા, એ વર્ગને જ્ઞાનાદિ પ્રાપ્તિ માટે સંપૂર્ણ સગવડ આપવા તેમજ વિરોધી વર્ગના સાહિત્યનો પરિહાર કરવા સાથે ઉચ્ચ સિદ્ધાંતો જગતને સમજાવતું સાહિત્ય ને શિક્ષણનો પ્રચાર કરવા એક ક્ષણનો પણ વિલંબ કરવો જોઈતો નથી ! સાહિત્ય ને શિક્ષણ પ્રચાર એ જ વર્તમાનમાં ખર સુધારણાનો માર્ગ છે !!
હાલમાં કેટલીક પાઠશાળાઓ એવી વિદ્યમાન તો છે ! જેવી કે મહેસાણા શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા, સુરત શ્રી રત્નસાગરજી પાઠશાળા, અમદાવાદ શેઠ મનસુખભાઈની સ્કૂલ વિગેરે કે જ્યાં ભવિષ્યના ઉત્તમ જૈનો બનાવવા માટે હાલનો જૈન બાલવર્ગ ભાવિ જીવનનું ઘડતર ઘડી રહેલ છે !! આવી પાઠશાળાઓ દ્વારા જરૂર આપણે એ આપણા બાલભાઈઓને ભવિષ્યના રચા જૈન, શાસનના રસિક જૈન, બનાવી શકીએ તેમ છીએ. એકલી મહેસાણા પાઠશાળા લાભગ સો સવાસો પાઠશાળાને ગ્રાંટ આપે છે, અને એ પોતાથી બનતું કરે પણ