Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
સિદ્ધચક્ર. (પાક્ષિક)
ઉદેશ
વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦
છુટક નકલ રૂ. -૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્સ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતવાળી દેશના, અને શંકાના સમાધાનનો ફેલાવો કરશે :
दुष्कर्मसानुभिद्वगं सर्वसंपत्तिसाधकं ।
आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.”
પ્રથમ વર્ષ અંક પાંચમો
મુંબઈ, તા. ૧૨-૧૨-૩૨, સોમવાર.
( માગશર સુદ ૧૫
વિીર સંવત્ ૨૪૫૯ વિક્રમ ,, ૧૯૮૯
શાસન એજ શરણ.
૦૦૦૦૦ (વા) યરાની અનુકૂળતામાં જ વહેતું મૂકનારા પ્રાણીઓને માપકતાની ત્રુટિને અંગે વારંવાર If Yઇ અથડામણી જ અનુભવવી પડે છે. આખાએ જગતના વાયરાનું નિરાબાધ અને સંપૂર્ણ . . માપ કાઢનારા કોઇપણ હોય તો એક સર્વજ્ઞ દેવ જ છે. અતુલ બળને ધારણ કરનારા
ઇંદ્રાદિ અનેક દેવો અને ચક્રવર્યાદિની ઋદ્ધિ ધરાવનારા અનેક સાર્વભૌમોએ એ તારકના
શરણમાં શીર પણ તેથી જ ઝુકાવ્યાં છે. જેનાં બળ બુદ્ધિની તો પરિસીમા જ નહોતી. છતાંએ તેમાં તેને નહીં મુંઝાવાનું અને એ તારકને જ તરણતારણ માનવાનો વિવેક જાગૃત રાખવાનું કારણ તો એ જ હતું કે એના સદ્ અસત્પણને જાણનારા વિવેકચક્ષુ મીંચાયેલાં નહોતાં. જડરૂપ પ્રજ્ઞાચક્ષુઓને એ વિનયરૂપ વિવેકચક્ષુની પ્રાપ્તિ બાહુ બહુ દુર્લભ હોય છે. એ મહાન સમૃદ્ધિશાળીઓએ તારકને