Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૧૨-૩૨
ઉપર જણાવેલો વર્ગ પોતાની તમામ ઊલટી વૃત્તિ તથા પ્રવૃત્તિઓને પલટાવે-સુલટાવે અર્થાત્ સુધારે, ધર્મ સન્મુખ થાય એ જ સાચું સમાધાન છે. આવું સમાધાન તો સદૈવ વિદ્યમાન જ હતું અને છે. સમાધાનના નામે ઈદ તૃતીયની વાતો કરવી વ્યર્થ છે. સાચા સમાધાનનો એક જ ઉપાય છે કે સર્વશની આજ્ઞાને શિરસાવંદ્ય માનવી મનુષ્યજન્મની સફળતા કરવા સાથે શાસનના ઉદ્ધારનો સાચો અવસર પણ ત્યારે જ પ્રાપ્ત થશે. દેવ, ગુરુ અને ધર્મ પરત્વે સાચો રાગ, ભક્તિભાવ ત્યારે જ જાગશે, અદ્વિતીય પુણ્ય-પ્રકર્ષ પણ તેના યોગે જ જાગશે. શ્રી જિનેશ્વરદેવ પ્રણીત ધર્મને અહર્નિશ સેવનારી સાચી સાધુ સંસ્થાની પણ ત્યારે જ કિંમત સમજાશે ! તેમનાં હાલ કટુ લાગતાં વચનો પણ પછી જ અમૃતમય મનાશે અને અજ્ઞાનાવસ્થામાં કરેલા પાપો બદલ એકાને બેસી ઢગલાબંધ આંસુ સારી મહાન નિર્જરા કરવાનો અવસર પણ એને ત્યારે જ પ્રાપ્ત થશે !!!
શાસનદેવ સહુને સન્મતિ સમર્પે એ જ અભ્યર્થના !
લેખકોને સૂચના.
આથી દરેક લેખોને આમંત્રણ આપીએ છીએ કે તેઓ શ્રી નવપદજીના સંબંધમાં એટલે નવે પદો સુરક્ષિત રાખવા અને તેના પ્રત્યે સન્માન તેમજ પૂજ્યભાવ વધારવાને અંગે જે કાંઇપણ લખાણો એક બાજુ સૌમ્ય અને રસમય ભાષામાં સારા અક્ષરે શાહીથી લખીને મોકલાવશે તો તે સહર્ષ સ્વીકારી યોગ્ય જગ્યાએ જલદી પ્રગટ કરવા ઘટતું કરવામાં આવશે.
તા. ક. પ્રશ્નકારો પણ શ્રી નવપદજીના સંબંધમાં ઉદભવતા પ્રશ્નો પત્ર દ્વારાએ લખી મોકલશે તો સમાધાન મેળવી શાસનના હિત ખાતર પ્રગટ કરવામાં આવશે.
તંત્રી.
તમોને શાની જરૂર છે !! જૈનધર્મનાં પ્રાચીન અને અર્વાચીન જૈન સાહીત્યની જરૂર છે? તો તુરત નીચેના સરનામે પત્રવ્યવહારથી પૂછો.
દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ ગોપીપુરા સુરત.