Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ ન કહેવો પહેલા આરામાં એક પલ્યોપમ, બીજા આરામાં બે પલ્યોપમ, અને ત્રીજા આરામાં એક પલ્યોપમ જીવતા હતાને ? કાળને અનુસરી પ્રવૃત્તિને ધર્મ કહેવાનું વિધાન જૈન શાસ્ત્રમાં કહી શકીએ પણ નહીં અને અઢાર ક્રોડાક્રોડી સાગરોપમમાં જમાના પ્રમાણે વર્તન હતું. વિભાગની રાજ્યનીતિ
તો પછી ધર્મ કર્મવિચ્છેદ શા માટે બોલો છો ? ધર્મની આદિ કરનાર કેમ કહો છો? વાત એ છે કે આપણે જમાના પર ધ્યાન રાખવાનું નથી. આપણે તો આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણો કેમ વધે, તેને જ અંગે તીર્થંકરો ઉપકારી, જો તેથી તીર્થકરોનો ઉપકાર ન ગણો તો પછી હકાર મકારઅસ્તિત્વ અને નાસ્તિત્વ વિગેરે કુળનીતિની વ્યવસ્થા કરનાર, કુલગરોને જ નમસ્કાર કરજો !!!
વિમળ વાહનને પહેલી પ્રથા જમાનાને અનુકૂળ કરી તો વિમળ વાહનને નમસ્કાર કરજો!
અનીતિ ખંડનની શિક્ષા એટલે અનીતિ માર્ગથી દૂર કરવાનું કાર્ય વિમળ વાહને કર્યું તો અરિહંતને નમસ્કાર શાથી કરો છો ? નીતિની જડ વિમળ વાહને રોપી છે. હકાર, મકાર અને વિકાર, એ ત્રણે નીતિઓ અસંખ્યાત વર્ષો સુધી પ્રવર્તિ છે. નીતિનું બીજ શ્રી ઋષભદેવજીએ રોપેલું નથી; છતાં ઋષભદેવજીનેજ કેમ માનો છો ? ક્ષયોપશમાદિક ભાવની મુખ્યતા ન માનવી હોય અને લોકોની વ્યવસ્થાપર જ જો ધર્મ માનવો હોય તો વિમળ-વાહનને મુખ્ય ગણજો કારણ તમારા હિસાબે “સંપનો મહેલ હોય તો વિમળ વાહન.”
ભગવાનને સો છોકરાઓને રાજ્ય વહેંચી આપી જુદા પાડવા પડ્યા. બંગાળના ફક્ત બે ભાગ પાડ્યા, તેમાં તો પ્રજા ઊંચી નીચી થઈ, જ્યારે ભગવાને તો સો ભાગ પાડ્યા. પહેલવહેલા ભાગલાનું બીજ રોપીને ઋષભદેવજીએ સો ભાગ કર્યા. વિભાગની રાજ્યનીતિ જ ભગવાને તો અખત્યાર કરી તેને તમારા હિસાબે તો નમસ્કાર પણ ન જ કરવો જોઈએ !!! અનાદિકાળના જૂઠા દસ્તાવેજ
વિમળ વાહને રાજ્યનીતિ અખંડ રાખી હતી. પરંતુ આપણે તે બાબત પર કંઈ પણ લક્ષ આપવાની આવશ્યકતા નથી. શાસ્ત્રકારોએ વ્યવહારને પણ અગત્યનો માન્યો હોત તો વિમળ વાહનને મુખ્ય માનત. ભગવાન ઋષભદેવજીએ તો જગતની કડાકુટ ઊભી કરી, તો પછી બન્ને પૈકી વધારે ઉપકારી કોણ ગણી શકાય? વિમળ વાહનને કે ભગવાન રૂષભદેવજીને? (સમાજનો) ઋષભદેવજીને.
ગૃહવાસમાં વસ્યા, આરંભ સમારંભ પ્રવર્તાવ્યો, અગ્નિ પણ પ્રવર્તાવ્યો, છતાં તે બધું ત્યાગ કરીને, અને તે પૂર્વની સ્થિતિને અનર્થરૂપ જ ગણીને પછી જ ધર્મ પ્રવર્તાવ્યો, મોક્ષ માર્ગ પ્રવર્તાવ્યો, અને તેથી તે પરમોપકારી છે. પ્રથમ મોક્ષ માર્ગના પ્રવર્તક, પ્રથમ મોક્ષ માર્ગના મુસાફર અને મોક્ષ માર્ગને સહેલાઈથી પ્રાપ્ત કરવાની રીતિ બતાવનાર તો તેઓજ છે તેથી તેમનો પહેલો ઉપકાર માનીએ છીએ.
શંકા-અહીં તીર્થકરના આલંબનથી સર્વ વિરતિ, અને અંતે મોક્ષ પણ મેળવે છતાં તીર્થકરની કિંમત એક દીવાસળી જેટલી જ હોવી જોઈએ ?