Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૪૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૯-૧૦-૩૨ ૯૦ નિર્વાણપદનું જ્ઞાન એટલે ઉત્કૃષ્ટજ્ઞાન આત્મા સાથે લાગેલા રાગદ્વેષો દૂર થાય, અને મોક્ષ પ્રાપ્તિ
મળે એવા જ્ઞાનને ઉત્કૃષ્ટ જ્ઞાન કહે છે. ૯૧ ભૂત અને ભવિષ્યના ભાવનું કારણ, તે દ્રવ્યનિક્ષેપ. ૯૨ ભવ્ય જીવને અનંત વખત થયેલી દીક્ષા, ભાવદીક્ષાનું કારણ બને છે !' ૯૩ અભવ્ય જીવોની અનંતી વખતની દીક્ષાઓ, ભાવદીક્ષા રૂપ બનતી જ નથી !! ૯૪ દ્રવ્ય શબ્દ અપ્રધાન છે. ૯૫ ભાવદીક્ષાના અથઓને પણ દ્રવ્ય દીક્ષા તો ગ્રહણ કરવાની ખાસ આવશ્યકતા જ છે !! ૯૬ દીપક બીજાને પ્રકાશ આપે છે પણ પોતે પોતાના માટે આંધળો છે, તેવી રીતે દીપક રૂ૫ સમ્યકત્વ
ધારી અભવ્યો પણ પ્રભુ શાસનમાં આંધળા જ છે. ૯૭ એક આધારભૂત ભાજનમાં બે વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ભરી શકાતી નથી. અર્થાત્ આત્મા રૂપ
ભાજનમાં જોડાયેલ અર્થ અને કામની સાધ્યતા સાથે ધર્મ અને મોક્ષની સાધ્યતા રહી શકતી જ
નથી.
૯૮ સંસારથી નિવૃત થનારને જ ધર્મ અને મોક્ષની પરમ સાધ્યતા સુલભ છે. ૯૯ મુનિવેશ સાથે મન:પર્યવજ્ઞાન વિવાહિત બનેલું છે. ૧૦૦ કેવળજ્ઞાન એ આકસ્મિક સંજોગે કદાચ ગૃહમાં એ ઉત્પન્ન થઈ જાય પણ મન:પર્યવ જ્ઞાન ગૃહમાં
રહ્યા થયું નથી, થતું નથી અને થશે પણ નહીં ! ૧૦૧ બે વર્ષ સુધી અલિપ્તપણે રહેલા મહાવીરની પ્રભુજીવનની જ ચર્યા છતાં મન:પર્યવ જ્ઞાન કેમ પ્રાપ્ત
થયું નહીં? તે વિચારો છે!
વસ્તુતઃ ત્યાં મુનિવેષની મહત્વતા છે !! ૧૦૨ સ્વલિંગ સિદ્ધ એટલે સાધુપણાથી સિદ્ધિ !!! ૧૦૩ સ્વલિંગ એ મોક્ષનું લિંગ છે !!! ૧૦૪ સાધુપણાનો વેશ પહેર્યા સિવાય “મોક્ષ મેળવવાના મનોરથ, તે માખણ મેળવવાના ઇરાદે પાણી
વલોવવાની પ્રવૃતિની જેમ નિષ્ફળ છે !! ૧૦૫ વૈરાગ્યના માર્ગે સંચરેલા ભાગ્યવાનો જ આરાધવા યોગ્ય છે !!!