Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
60
••••••••••
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૩-૧૧-૩૨ ઉત્પત્તિ અને સુધારામાં બહુ ફરક છે,
ઉત્પત્તિ- નવેસરથી થાય છે, જ્યારે સુધારો-વિદ્યમાનમાં પલટો કરાવે છે ! સિદ્ધપણું - એ આત્માનો સ્વભાવ જ છે; તે કંઈ નવીન ઉત્પન્ન થનાર નથી.
હીરામાં તેજ, મોતીમાં પાણી અને સોનામાં ચળકાટ, એ કંઈ બહારથી આવેલ નથી; પરંતુ તેના ઉપરનો નકામો (Usele૭) ભાગ દૂર થવાથી તે સ્વયં પ્રકાશમાન થાય છે. સિદ્ધપણું કોને કહેવાય? તેવી જ રીતે “આત્મારૂપી હીરાને લાગેલા જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપી પડલો દૂર થવાથી તે સ્વયં સ્વરૂપે પ્રગટ થાય છે. આત્માને વળગેલા કર્મરૂપી પદાર્થોનું દૂર થવું તે જ સિદ્ધપણું! એ ચીજ કંઈ બજારમાંથી પ્રાપ્ત કરવાની નથી. એ તો કેવળ આત્માને સુધારવાથી જ પ્રાપ્ત થાય છે. “ઘ વમ વિંધવિમુવ” સજ્જડ કર્મના બંધનો દૂર થાય એટલે સિદ્ધપણું સાક્ષાત્ હથેલીમાં છે.
બીજી વાત એ છે કે કપડું ધોવાય, સુવર્ણ શુદ્ધ કરી શકાય, હીરાની પહેલ પાડી શકાય, તે સર્વનું પણ કાર્ય એકજ પ્રકારનું ભલે હોય પરંતુ તેના સાધનો તો એક પ્રકારના હોતા જ નથી. મોક્ષની મહત્વતા.
આપણે વર્ણવી ગયા કે, સિદ્ધપણું એ કંઈ નવીન વસ્તુ ઉત્પન્ન કરવાની નથી; પણ તે માટે આત્મા ઉપરથી કર્મરૂપી કચરાને દુર કરવો તેટલું જ કાર્ય કરવું રહે છે. તે પણ એવા પ્રકારે કે તે કચરો ફરીથી લાગી શકે જ નહીં! અને એ જ હેતુપૂર્વક નિર્જરાતત્વથી મોક્ષ તત્વને આપણે જુદું માનીએ છીએ.
પૂર્વે લાગેલા કર્મની નિર્જરા કરવા છતાં આત્મા કર્મના ઢગલામાં જ પડેલો હોવાથી તેને ફરીથી કર્મ લાગવાની ભીતિ બેઠી જ છે. માટે કર્મના ઢગલમાં પડી રહે તો પણ તેને કર્મ લાગી શકે નહીં તે મુજબની પ્રાપ્તિ થાય તેનું નામ મોક્ષ.
જગતમાં એવું કોઈપણ સ્થળ નથી કે જ્યાં કર્મના ઢગલા ન હોય ! ! શંકા-શું સિદ્ધ બિરાજ્યા છે, ત્યાં પણ કર્મનો ઢગ અહીં જેટલો જ છે ?
તે સમાધાન- સિદ્ધ શીલાપર સિદ્ધના આત્માઓ માટે તો કર્મનો ઢગલો છે જ નહીં પરંતુ ત્યાં પણ અનાદિના ઢગબંધ કનું વહન કરનારા નિગોદીયાદિ જીવો તો અનંતા છે અને ચૌદે રાજલોકમાં વાવત્ શ્રી સિદ્ધ ભગવાન બિરાજ્યા છે તે જ ભાગમાં કર્મની વર્ગણા પડેલી છે. આત્માની હીરા સાથે તુલના.
આથી કહીએ છીએ કે હીરાને એવા પ્રકારનો તૈયાર કરવો જોઈએ કે ચાહે તેટલા વરસો પર્યત પથ્થરની ખાણોમાં પડી રહે તો પણ હીરાને પથ્થરનો અંશ પણ ન લાગે મોતી એવું બનાવવું જોઈએ કે, સમુદ્રની તળિયે જાય તો પણ તેના ઉપર પડ લાગે નહીં. સોનું પણ એવું જ શુધ્ધ બનાવવું જોઈએ કે, ચાહે, તેટલો ખાણનો કચરો હોય પણ તે સોનાનો સંગ કરી શકે નહીં. તેનું નામ જ મોક્ષ કે જે સર્વ કાળને માટે કર્મના કચરામાં રહે તો પણ તેને અંશ માત્ર કર્મની અસર લાગે નહીં ! મોક્ષ એ અવિચળ અને નિરાબાધ સ્થાન છે. (Heaven) -