Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૭૬
તા. ૨૭-૧૧-૩૨
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
:;• • • • •
• • • • • • • • •
“આગમોદ્ધારકની અમોઘ દેશના”
નિગ્રંથો વગર જૈન શાસન નથી !!! વર્તમાન શાસનના માલિક શ્રી આચાર્ય છે !!
સાના ર મુઃિ એ વાક્ય મિથ્યાત્વીઓનું છે !!! અક્કલ ઉધારે મળે તે કામ લાગે છે, પણ કરણી તેમ મળતી નથી ને કામ લાગતી નથી! સંગહકાર ભગવાન શ્રી ઉમાસ્વાતિ વાચકજી મહારાજ અને સમ્યક્ શબ્દ.
पंचायारपवित्ते, विसुद्धसिद्धंतदेसणुज्जुत्ते ।
. परउवयारिक्कपरे, निच्चं झाएह सूरिवरे ॥ અણસમજુ ન કહેવાય.
૮ શા) સકાર મહારાજા શ્રીમાન્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે ir S શ્રીપાલ મહારાજાની કથાનું વિવેચન કરતાં ફરમાવે છે કે તેમાં ચાહે તો રિદ્ધિ, સિદ્ધિ, છે. આ ઈષ્ટની પ્રાપ્તિ વિગેરે કોઈ પણ અધિકાર આવે પણ તે દરેકની પ્રાપ્તિનું કારણ તો એક '
જ છે, અને તે કયું? નવપદનું આરાધન ! “રિદ્ધિ, સિદ્ધિ, જયની પ્રાપ્તિ અને
રોગનું નિવારણ એ દરેકમાં મુખ્ય ધ્યેય તરીકે તો કેવળ નવપદનું આરાધન જ છે.' આરાધન કરતાં જો એમનું નવપદ તરફ લક્ષ જ ન ગયું હોત અને માત્ર રિદ્ધિ વિગેરે તરફ જ ધ્યાન હોત તો એ રિદ્ધિ-સિદ્ધિ પણ પ્રાપ્ત થાત ખરી કે?
ગાયને ચારવી નથી, ઘાસ ખવડાવવું નથી અને દૂધ દોહવું છે તો તે દૂધ કદી પમાય ખરું? વળી જે ગાયને ચારો ખવરાવવાની પણ મહેનત ઉઠાવીએ નહીં અને ફક્ત તેના દૂધના જ ગુણ ગાયા કરીએ એનો અર્થ પણ શો? કહો કે એ તો કેવળ વચનમાં જ દૂધ રહી જવાનું ! જેમ ગાયનું પોષણ કર્યા વગરનું દૂધનું વર્ણન વચનમાં જ રહેવાનું તેમ આપણે એ નવપદના આરાધન દ્વારા ફક્ત શ્રીપાલની સમાન રિદ્ધિ સમૃદ્ધિની પ્રાપ્તિની ઇચ્છા કરીએ અને નવપદ તરફ ધ્યાન જ ન આપીએ તો એ બધુંએ આરાધન નિષ્કામપ્રાયઃ બનવાનું.
શંકા-નવપદનું આરાધન કરવા પૂર્વક ઈષ્ટ સિદ્ધિનું ધ્યેય આવે તેમાં તો સંમત છોને? વળી, ગાયના દૂધની વાત કરે અને પોષણ ન કરે તો તે વાત નકામી પણ ગાયનું પોષણ કરીને પછી દૂધની ઇચ્છા કરે તે તો વાસ્તવિક ખરુંને ?