Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૭૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ ખંડ વંચાય ત્યાં સુધી તો તલ મુકાય તેટલી જગા ન હોય અને ચોથો ખંડ શરૂ થાય એટલે જનમેદિનીની શું હાલત હોય છે તે તો જાણો છો ને? આનું કારણ એ જ કે દૂધ, દહીં અને ઘીની વાતોમાં આનંદ માનવા લાગ્યા પણ ગાયને ચારોપાણી આપવામાં તો છીંકવા જ લાગ્યા? પણ ધ્યાન રાખજો કે આની માફક જ નવપદની વસ્તુસ્થિતિ જેના ખ્યાલમાંએ ન આવે એ મનુષ્ય લૌક્કિ ફળના કારણોથી પણ ખસેલો જ છે. અને લોકોત્તર મિથ્યાત્વમાં ગયો તે તો નફામાં ! આપણે એ જ કહેવા માગીએ છીએ કે મુખ્ય અને ગૌણ ફળને તથા સ્વરૂપે લક્ષ્યમાં રાખે અને પ્રવૃતિ કરે તો જ મનુષ્ય વસ્તુસ્થિતિને તસ્વરૂપે સમજેલો અને પામેલો ગણાય. આટલા જ માટે નવપદજીનું વર્ણન કરતાં શાસ્ત્રકાર મહારાજા ફરમાવે છે કે તે નવપદ ક્યા ક્યા અને તેમાં પણ આરાધ્ય ચીજ કઈ તે સંપૂર્ણ લક્ષ્યમાં લો ! પહેલી વાત તો એ છે કે કોઈ પણ દર્શન ત્રણ વસ્તુની માન્યતા વગરનું હોતું નથી. એ ત્રણ વસ્તુ કઈ ? દેવ, ગુરુ અને ધર્મ. એટલે કે એ ત્રણે તત્વ છે. એ દરેક દર્શનકારોને માનવા જ પડે ! નવપદજીમાં પણ એ તત્વત્રયી છે જ ! આ ત્રણ સિવાય આરાધ્ય તરીકે ચોથી વાત નવપદમાં પેઠેલી જ નથી. અહીં એ શંકા સહેજે જ થશે કે એમાં આરાધ્ય તરીકે ચોથી વાત જ નથી અને તત્વ તો માત્ર ત્રણ જ છે તો એ ત્રિપદીના નામે જ તપ આરાધન કરવું અને ત્રિપદીનો જ મહિમા કહેવો ! નવપદને શા માટે ગણવા? એટલે કે શ્રી નવપદમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ જ આરાધ્ય છે તો ત્રિપદીના જ આરાધક બનો! ત્રિપદીનો જ જાપ કરો ! નવપદોને શું કામ આરાધો છો? વાત ખરી પણ તેનું સ્વરૂપ સમજાવવું હોય, અને સમજીને જેને આરાધન કરવું હોય તેને માટે તો તે દરેક પદોના તથા સ્વરૂપે વિભાગ કરેલા હોય તોજ એનું આરાધન અને સમજ મેળવવામાં સ્વપરને અનુકૂળતા પડે ! સમજો કે દેવ શબ્દ માત્રથી ' તેમાં કેવા દેવ ? શરીરી કે અશરીરી તે માલમ પડવાનું નહીં ! માટે તો તે દેવ તત્વના બે ભાગ પાડ્યા છે. જો શરીર વગરના જ દેવ માને અને સાથે શરીરવાળા દેવ હોય જ નહીં એમ માની લેવાય તો આખાએ જગતમાં અજ્ઞાન રૂપ અંધકાર વ્યાપી જાય! કારણ કે શરીર વગરના દેવ-દેવનું સ્વરૂપ કહી શકે જ નહીં; શરીર ન હોય તો મુખ ન હોય, મુખ નહીં તો વચન પણ ન હોય અને વચન ન હોય તો અત્યારે પણ તે તારકને જે વડે ઓળખી રહ્યા છીએ તે શાસ્ત્ર તો હોય જ ક્યાંથી ? મતલબ કે એમજ માની લઈએ કે નિરંજન નિરાકાર, અને જ્યોતિ સ્વરૂપ જે દેવ તેજ દેવ ! પણ પ્રશ્ન તો એ રહે છે કે “આવા હોય તે જ દેવ” તો દેવનું સ્વરૂપ કહ્યું કોણે ? આ શંકા આપણને એ હદે પહોંચાડશે કે એ દેવ બધુંએ સ્વરૂપ જાણે ખરા પણ મુખ નહીં હોવાથી કહી શકે નહીં; અને એમ સિદ્ધ જ છે તો પછી બધાએ શાસ્ત્રો કલ્પિત જ ગણાશે ! માટે એકલા નિરંજન નિરાકારને જ દેવ માનીએ તે નહીં ચાલે ! દેવ તો બે પ્રકારના જ માનવા રહ્યા ! તેમાં એક શરીરી અને બીજા અશરીરી ! શરીરી દેવ તે અરિહંત અને અશરીરી તે સિદ્ધ ! આથી ત્રણ પદને નહીં માનતાં નવપદ કેમ કહેવા પડ્યા તે બિના હવે સહેજે સમજાશે. કારણ કે એકલું દેવ તત્વ રાખ્યું હતા તો દેવનું બે પ્રકારનું સ્વરૂપ ખ્યાલમાં આવશે નહીં અને શાસ્ત્રો કલ્પિત માનવા પડત, એમ આપણે સ્પષ્ટ સમજ્યા? શરીરી દેવ જે છે તે જ પ્રરૂપણા કરે છે અને તેથી તો જગતમાં કલ્યાણ સાધી શકાય છે ! માટે દેવમાં બે પ્રકાર માનવા જ પડે. પ્રભુત્વની ગંધ પણ મુશ્કેલ.
મૂળ આપણે અપૂર્ણ છીએ. પૂર્ણતાએ પહોંચેલા આત્માને તો આરાધનની જરૂર જ નથી! એના આરાધનથી તો અપૂર્ણ પણ પૂર્ણતાને પામે છે એ વસ્તુનો નિશ્ચય થાય તો જ આપણે આરાધનને યોગ્ય સતત્ ઉદ્યમ કરી શકીએ. અપૂર્ણ પૂર્ણતાને પામે છે.” તે વસ્તુ મગજમાં આવે નહીં ત્યાં સુધી