Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ભો.
એક પ્રદર્શન !!!
"
૧
ભોગપૂજાના પામર પૂજારીઓ ત્રણે કાળમાં આત્મહીત માટે માથું ઉચું કરવાને એ તદન અશક્ત
in sa wa
કાઠીયાવાડ પ્રદેશના ભોગાવા કરતાં ભોગનો-ભોગાવો અત્યુત્કટ ભયંકર છે !! ૩ જ્યાં સુધી ભોગની ભંયકરતા હૃદયમાં વસતી નથી ત્યાં સુધી તીર્થંકર પ્રણિત તત્વની તાલાવેલી
લાગતી નથી!!!
ભોગી (સર્પ) વિષથી વ્યાપ્ત છે, જ્યારે ભોગી મનુષ્ય વિષયથી વ્યાપ્ત છે !! ૫ વિષ અને વિષયમાં એક માત્રાનું પ્રમાણ વધુ છે !!! અર્થાત્ તેમાં પાપમય પરાક્રમની પરાકાષ્ઠા
છે !!! ૬ વિષ એક જીંદગીને ખરાબ કરે, જ્યારે વિષય અનેકાનેક જીંદગીઓને વ્યર્થ બનાવે છે !! ૭ સ્મરણ માત્રથી અનેક મરણ નીપજાવવાની શક્તિ કેવળ વિષયે અખત્યાર કરેલી છે !!! ૮ વિષમકાળના વિષમ વાતાવરણમાં વિષય-કીટકોને વિવેક દુષ્માપ્ય છે !!! ૯ વિક્રાળ સ્વરૂપધારી વિષય પિપાસુઓ વિષય માટે અનેક પ્રકારે વલખાં મારે છે ! ૧૦ પરિણામે અત્યંત દુઃખદાયી વિષય-દાહ ભવોભવ ભડકાની જેમ ભભક્તો રહે છે !! ૧૧ ભોગની પાછળ ભમનારાઓને ભોગનું ભયંકર દર્શન કરવું પડે છે !!! ૧૨ ભ્રમિત મગજવાળાની જેમ ભોગી-મનુષ્યોના મુખમાંથી “ભોગ લાગ્યા,” “ભોગ લાગ્ય” એ
| શબ્દો નીકળ્યા જ કરે છે !!! ૧૩ ભોગને રોગ સમજીને ભોગથી દૂર ભાગનારાઓની પાછળ ભોગ ભૂતની જેમ ભટકે છે !! ૧૪ ભોગની પાછળ ભગીરથ પ્રયત્ન કરનારાઓને સર્વત્ર સદાકાળ મહામુશીબતોના મેઘમાં કોહવાવું
પડે છે !!!
- ચંદ્ર.
-
- -