Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
RESuns
India
શ્રી મુંબઈ જૈન યુવકમંડળ પત્રિકાના ગ્રાહકોને ખાસ સૂચના
ઉપરોક્ત પત્રિકાના ગ્રાહકોને ગત અંકથી શ્રી સિદ્ધચક્ર પત્ર હસ્તગત થયું હશે. જે ગ્રાહકોએ ઉક્તિપિત્રકાનું બીજા વર્ષનું લવાજમ નહી ભર્યું હોય તેમણે અઢી રૂપિયા મનીઓડરથી તુરત મોકલી આપવા જેથી આ પત્રના શરૂઆતના અંકથી એને ગ્રાહક તરીકે ગણાશે. જેઓએ લવાજમ રૂ. ૧) ભર્યું છે તેઓએ રૂા. દોઢ ભરવાથી આ પત્રની શરૂઆતથી ગ્રાહક તરીકે ગણાશે. આ પત્રિકા હસ્તગત થતાં જ લવાજમ રવાના કરવું. નહીંતર આવતો અંક વી. પી. થી રવાના કરવામાં આવશે. જો ગ્રાહક તરીકે રહેવાની ઇચ્છા ન હોય તો શ્રી મું. જૈન. યું. મં. પત્રિકાના લવાજમનો રૂા. એક તુરત મોકલી આપવો. કારણ કે તેમને અત્યાર સુધીમાં નવા અંકો મલ્યા છે. હવે બાર માપના બાર અંકો આપવાના એટલે ત્રણ અંક મોકલવાના બાકી રહે છે તે ત્રણ અંકો પ્રગટ થયેથી મોકલવામાં આવશે. માટે તુરત લવાજમ રવાના કરો.
તંત્રી. | લેખકોને સૂચના. આથી દરેક લેખકોને આમંત્રણ આપીએ છીએ કે તેઓ શ્રી નવપદજીના સંબંધમાં એટલે નવપદો સુરક્ષિત રાખવા અને તેના પ્રત્યે સન્માન તેમજ પૂજ્યભાવ વધારવા અંગે જે કાંઇપણ લખાણો સૌમ્ય અને રસમય ભાષામાં સારા અક્ષરે શાહીથી લખીને મોકલાવશે તો તે સહર્ષ સ્વીકારી યોગ્ય જગ્યાએ જલદી પ્રગટ કરવા ઘટતું કરવામાં આવશે.
તા.ક. પ્રશ્નકારો પણ શ્રી નવપદજીના સંબંધમાં ઉદભવતા પ્રશ્નો પત્રધારાએ લખી મોકલશે તો સમાધાન મેળવી શાસન હીત ખાતર પ્રગટ કરવામાં આવશે.
* તંત્રી.
તમોને શાની જરૂર છે !' જૈન ધર્મનાં પ્રાચીન અને અર્વાચીન જૈન સાહિત્યની જરૂર છે? તો તુરત નીચેના સરનામે પત્રવ્યવહારથી પૂછો
દેવચંદ લાલભાઈ. જૈન પુ. ફંડ ગોપીપુરા સુરત. આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.