Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ કરવું એટલે બસ પણ જ્ઞાન શું જરૂર છે ? વાત એમ છે કે આમ માની લેવાને પરિણામે તો જ્યારે જ્ઞાનની કિંમત હવામાં જ ઊડી જતી હતી અને તે ગાથા પર્યત તો જ્ઞાનને અવકાશ રહેતો પણ ન હતો ત્યારે તો તે પછીની ગાથામાં “દરેકે જ્ઞાનના અર્થ તો થવું જ ઘટે” એ ભલામણ કરતાં કહે છે કે “પઢમં નાણે તેઓ દયા” એટલે કે દયાથી કર્મબંધ ન થાય તે ઠીક પણ તે દયા જ્ઞાનમય જોઈએ ?
આ પ્રકરણ ઉપર ધ્યાન ન દે એટલે કે પઢમં નાણું તઓ દયા એ એક વસ્તુ ધ્યાનમાં લઈ આગળ પાછળનો સંબંધ જ ન વિચારે તેને કેવા ગણવા? “પાપ કેમ ન બંધાય” એ જણાવવા પૂરતું જ વાદીએ જયણાથી ખાવા, પીવા, સૂવા અને બેસવા વિગેરેમાં પાપ બંધાતું નથી. એમ જણાવ્યું. ત્યારે આ ભાગ્યવાનોએ-“હવે અમારે જ્ઞાનની જ જરૂર નથી” એમ કહી ઉપકારીના મૂળ ઉદેશને અનર્થમાં ફેરવી. જ્ઞાનને જ ઉખેડી નાંખ્યું કહો કેટલી પામરતા? એ વાક્ય તો મિથ્યાત્વનું છે
આથી “પઢમંનાણું” તુંજતના ક્યારે કરીશ. એવાઓને સમજ આપવા માટે તો કહે છે કે દયા (જયણા) તો ખરી ! પણ તેને ઓળખીશ ક્યારે ? પ્રથમ જ્ઞાન મેળવીશ ત્યારે ને ? આનો અર્થ એમ એ પદ દ્વારા કરાય ખરો ? કે પહેલું જ્ઞાન અને પછી ક્રિયા? બલ્લું જ્ઞાન ન મળે તો પણ ક્રિયા તો સર્વશદેવે નિરૂપણ કરેલી હોવાથી તે સક્રિયા હોઈ આત્માનું એકાંતે કલ્યાણ કરનારી છે તે ક્રિયાને કરતાં કરતાં જ સર્વજ્ઞના સ્વરૂપને તથા સ્વરૂપે સમજવા સફળ થઈશ ! આગળ જતાં કહે છે કે “જીવે વિ વિયાણેઈ” એટલે કે જીવાદિકને જાણીશ તો જીવ અજીવનું જ્ઞાન થશે ! કારણ કે જે જીવાજીવને જાણે તે સંજમ જાણે છે. સંજમ જાણ્યા પછી સર્વ જીવની ગતિ જાણે; પછી પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને પણ જાણે. અને પછી આશ્રવથી તો સહેજે નિર્વેદ થાય ! એવી રીતે ક્રમાનુસાર આખું એ પ્રકરણ જીવાજીવ માટેજ હોવા છતાં અહીં “તઓ દયા” શા માટે ? ફરી પણ પ્રશ્ન રહે છે કે જો એમ જ હતું તો ‘નાણે સબ પહાણે” કહેવું હતું ને ? “તઓ દયા” કહેવાનું કારણ શું ? કારણ એ જ કે “પઢમંનાણું તઓ દયા” એથી જ્ઞાનનું દયા સિવાય બીજું ફળ સમજીશ નહીં ! રસોઈના હેતુ સિવાય ચુલા સળગાવવામાં બીજું કારણ નથી. રસોઈ ન કરે અને ચૂલો સળગાવે તેણે નકામો જ ધુમાડો ખાધો એમ કહેવાય ! અહીં પણ જ્ઞાન મેળવ્યું અને દયામય સંજમ ન મેળવ્યું તો તેની બધીએ મહેનત નકામી ! આવશ્યકકાર મહારાજા કહે છે કે જેમ ગધેડાઓ માટી અને લાકડા વિગેરે વહે છે તેમ જેઓ ફક્ત જ્ઞાનભારને જ વહેનારા અને ક્રિયા, મહાવ્રત, નિર્જરા અને સંવર તરફ દુર્લક્ષ્ય ધરાવનારા હોય તેઓ તો અજ્ઞાન કષ્ટ રૂપી માટી અને લાકડાં જ વહેનારા છે ! ગધેડો ભારનો ભાગી, બાવના ચંદનનો ભાગીદાર નથી !! નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામિ કહે છે. “જ્ઞાનાત્ ઋતે ન મુક્તિ” એ વાક્ય તો મિથ્યાત્વનું છે ! વ્રત પચ્ચખાણ તો કરવા જ પડે
શાસ્ત્રકાર તો “જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ”એ વાક્યને જ માને છે. કદાચ કહેશો કે તેમાં પણ જ્ઞાન તો ખરું ને ? પણ સમજો કે જ્ઞાન એ ભાડે મળનારી ચીજ છે, ક્રિયા ભાડે મળી શકે નહીં ! ફેર ધ્યાનમાં લો ! જ્ઞાન નકામું છે એમ નહીં ! કામનું છે ! પણ તે ન હોય તો ભાડે પણ મળે !