Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૭-૧૧-૩૨
શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડઅભ્યાસી
આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્ર દ્વારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- શ્રી ચંદ્રસાગરજી મહારાજ. ૧૦૯ પ્રશ્ન- પ્રભુને નમસ્કાર માટે “મહંતા, રિમહંતાઈ અને મરિહંતા. એ
ત્રણમાંથી એક પદ ન મૂક્યું અને ફક્ત “અરિહંતા” એ પદ કેમ મૂક્યું? સમાધાન
કારણ એ જ છે કે જૈન શાસનમાં કર્મ સિવાય અન્ય કોઈને પણ શત્રુ માન્યો જ નથી! જેથી ‘મર તરીકેનો વ્યવહાર સીધો કર્મને આશ્રીને જ ગણ્યો છે. એટલે કે કર્મ એ જ શત્રુ અને શત્રુ એ જ કર્મ હોવાથી વન્મ, મર અને સન્મ, અને ગીર સાથે સાથે રાખ્યા નથી. કર્મશત્રુને હણનાર તે અરિહંત કહેવાય છે. આ અર્થ પણ નિરૂક્તિ અર્થની અપેક્ષાએ જ છે; વ્યુત્પત્તિ અર્થની અપેક્ષાએ તો આઠ પ્રાતિહાર્યરૂપ લક્ષ્મી અને રૂપ પૂજાને જેઓ લાયક બન્યા છે તેઓ જ અરિહંત કહેવાય છે !!! અરિહંત સિવાયના સિદ્ધ ભગવંતો અને દરેક સામાન્ય કેવળીઓ પણ સકળ કર્મરહિત કે ઘાતિ કર્મરહિત જ હોવા છતાં પણ સિદ્ધચક્રજીમાં અરિહંત ભગવાન એ પ્રથમ પદે
તેમજ મુખ્ય આરાધ્યપણે પણ તેથી જ ગણાયેલા છે. ૧૧૦ પ્રશ્ન- ઉપદેશની અસર ન થાય તેમાં ઉપદેશકોની કચાશ ખરી કે નહીં ? સમાધાન- ના, બિલકુલ નહીં ! જો એમ માનીએ તો ભગવાન મહાવીરની પ્રથમ દેશના ખાલી
ગઈ તેને માટે તમો શું કહેવા માંગો છો ? ભાગ્યવાનોને ઉપદેશની અસર થવામાં તો શ્રોતાઓના અમુક ગુણો જ મુખ્યતાએ કારણભૂત છે. (જો કે તેમાં ઉપદેશકના પણ ગુણો તો કારણભૂત હોય જ છે.) અને તેથી શ્રોતાઓ સન્માર્ગે ન આવે તો તેમાં
ઉપદેશકની ખામી કહેવાય જ નહીં ! ૧૧૧ પ્રશ્ન- નવકાર મંત્રમાં દર્શનાદિ ચાર પદ કેમ નથી ?