Book Title: Siddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ કે જ્ઞાનના મૂળની ? કહેવું જ પડશે કે વર્તનના મૂળની ! ક્ષેપક અને ઉપશમમાં હણવાનું અને શમાવવાનું શું ? મોહ ! મોહને હણીને મેળવવાના શું ?
તે વિતરાગપણું ! એટલે કે ઊંચું વર્તન ? અને તેથી જ એ ઉચ્ચતર વર્તનને પામેલા એવા તીર્થંકરદેવને વિતરાગ શબ્દથી નવાજ્યા છે ! હવે તપાસશો તો સ્પષ્ટ સમજાશે કે વર્તનને તો પ્રથમથી જ સ્થાન છે ! અહીંયા જ્ઞાન જોઈએ ખરું પણ તે કઈ અપેક્ષાએ ? સમ્યમ્ ક્રિયાની અપેક્ષાએ ?
ક્રિયારૂચી સમ્યકત્વ ક્યું ? પહેલા સમ્યકત્વ પણે ન હોય પણ જો તેને મેળવવાની ક્રિયા કરવા લાગ્યો તો તેને ક્રિયા કરતાં કરતાં સમ્યકત્વ અવશ્ય થાય ! જૈન શાસ્ત્રના હિસાબે ફક્ત જ્ઞાનને જ ઊંચું પદ આપી ક્રિયાને ખસેડે તે તો બને તેમજ નથી ? તેથી તો “જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ” એ સૂત્ર કહીને એ બંનેને કરણ માન્યા છે. વળી, તે સૂત્રમાં તૃતીયા વિભક્તિ પણ એટલા જ માટે વાપરી છે ! હવે સમજ્યા હશો કે જ્ઞાન તો હજુ બીજાનું એ કામ લાગે, પણ ક્રિયા તો બીજાની કામ જ ન લાગે ? માટે તો આચાર્યમાં પહેલાં આચાર જણાવ્યો છે. પાંચે આચાર યુક્ત તેજ પવિત્ર એકલા જ્ઞાનવાળાને જેમ ગધેડા કહ્યા છે તેમ એકલા ક્રિયાને જ માનનારાને પણ મિથ્યાત્વી કહ્યો છે. ચારિત્ર ગુણમાં રહેલો હોય તે જ સાધુ! નયની અપેક્ષાએ ક્રિયાની જરૂર છે; કારણ કે એ આત્માને એકાન્ત લાભ દેનારી છે ! વળી, જે એકંદ્રિયનો જીવ સુક્ષ્મ નિગોદથી અહીં આવ્યો તે ક્રિયાના બળથી કે જ્ઞાનના ? એને તો એકલી અકામ નિર્જરા જ હતી અને સાથે જ્ઞાનનું તો નામ જ ન હતું! એટલું ખરું કે જ્ઞાન પૂર્વકની ક્રિયા જે કામ કરી આપે તે જ્ઞાન વગરની ન આપે. કારણ કે અનંતા ભ્રમણ કરતાં આત્માએ જે દુઃખ વેઠ્યા તે બધાએ દુઃખોને જ્ઞાન સહિત ભોગવ્યા હોત તો તે મોક્ષને ક્યારનોએ મેળવી શક્યો હોત?! ! એટલા માટે પ્રથમ આચાર જણાવ્યા પછી હવે જ્ઞાન પણ જણાવે છે. આચાર્યનો ધંધો શો ?
- આચાર્ય કેવા હોય? પાંચે આચારયુક્ત ! મતલબ કે જ્ઞાનાચારાદિ પાંચે આચારો છે તેમાં તત્પર હોય તેટલું જ નહીં, પણ તે આચાર્ય પણ યોગ્ય દેશનામાં તૈયાર હોવા જોઈએ ! કારણ કે તેમણે કોના પ્રતિનિધિ બનવાનું છે ? તીર્થકરોના !
સામાન્ય રાજાઓના પણ પ્રતિનિધિ કેવા બુદ્ધિમાન હોય તે તો જાણો છોને? પછી તીર્થકર દેવને પ્રતિનિધિની વાત જ શું! તીર્થકરો અર્થ આપે પણ સૂત્ર આપતા નથી. અર્થદાતા તરીકે તો આચાર્ય છે. તેથી તેઓ કેવા? ભગવાનનું જ અનુકરણ કરે એવા ! તેવા પણ આચાર્યનો ધંધો શો ? કોઈ પણ જીવને ત્યાગ માર્ગમાં જોડીને તારકના માર્ગમાં મૂકવો ! મહાવીરનો શિષ્યમોહ !
તમે સાંભળ્યું હશે કે ભગવાન મહાવીર ઉદાયન રાજાની જ દીક્ષા માટે ચંપાનગરીથી લગભગ બારસો માઈલ દૂર મુલતાન પાસે ભેરા ગામે (કે જે પૂર્વે વીતમયપતનના નામે ઓળખાતું હતું) ગયા અને ત્યાંથી પાછા આવી રાજગૃહી આવીને ચોમાસું ક્યું ! ફક્ત એકની જ દીક્ષા માટે ભગવાને આટલો વિહાર ર્યો. તો ત્યાં ભગવાનને પણ ચેલાનો લોભ હતો એમ માનશોને ? તમારી અપેક્ષાએ તો ભગવાને એક જ ચેલા માટે આખાએ સમુદાયને પચીસો માઈલ સુધી દોડાવ્યા !